________________
અધ્ય—૧૮ : સુસુમા
૪૫૩
ભાવાર્થ :- તે કાલે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર રાજગૃહનગરના ગુણશીલ ઉદ્યાનમાં પધાર્યા. પુત્રો સહિત ધન્ય સાર્થવાહ ભગવાન પાસે આવ્યા. ધર્મોપદેશ સાંભળીને દીક્ષિત થયા, અગિયાર અંગોના જાણકાર થયા, એક માસની સંલેખના કરીને સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થયા; ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય જન્મ કરી, સંયમનો સ્વીકાર કરીને સિદ્ધિ પ્રાપ્ત કરશે.
અનાસક્ત ભાવે આહાર શિક્ષા :
४२ हा वि य णं जंबू ! धण्णेणं सत्थवाहेणं णो वण्णहेतुं वा णो रूवहेडं वा णो बलहेडं वा णो विसयहेडं वा सुंसुमाए दारियाए मंससोणिए आहारिए, णण्णत्थ एगाए रायगि संपावणट्ट्याए ।
एवामेव समणाउसो ! जो अम्हं णिग्गंथो वा णिग्गंथी वा इमस्स ओरालियसरीरस्स वंतासवस्स पित्तासवस्स सुक्कासवस्स सोणियासवस्स जाव अवस्सं विप्पजहियव्वस्स णो वण्णहेउं वा णो रूवहेउं वा णो बलहेडं वा णो विसयहेडं वा आहारं आहारेइ, णण्णत्थ एगाए सिद्धिगमण-संपावणट्टयाए । से णं इहभवे चेव बहूणं समणाणं, बहूणं समणीणं, बहूणं सावयाणं, बहूणं सावियाणं अच्चणिज्जे जाव वीईवइस्सइ - जहा व से पुणे सत्थवाहे ।
I
ભાવાર્થ :- હે જંબૂ ! જેવી રીતે ધન્ય સાર્થવાહે વર્ણ માટે, રૂપ માટે, બળ માટે અથવા વિષય માટે સુંસુમા દારિકાના માંસ અને રુધિરનો આહાર કર્યો ન હતો, માત્ર રાજગૃહ નગર પહોંચવા માટે જ કર્યો હતો.
તે જ રીતે હે આયુષ્માન્ શ્રમણો ! જે સાધુ અથવા સાધ્વી વંતાસવી, પિતાસવી, શુક્રાસવી, શોણિતાશ્રવી યાવત્ અવશ્ય છોડવા યોગ્ય આ ઔદારિક શરીરના વર્ણ વૃદ્ધિ માટે, રૂપ વૃદ્ધિ માટે, બળ કે વિષય વૃદ્ધિ માટે આહાર કરતા નથી પરંતુ ફક્ત સિદ્ધ ગતિને પ્રાપ્ત કરવા માટે જ આહાર કરે છે; તેઓ આ ભવમાં ઘણા શ્રમણો, શ્રમણીઓ, ઘણા શ્રાવકો અને શ્રાવિકાઓના પૂજનીય થાય છે અને સંસાર અટવીને પાર કરે છે.
४३ एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं अट्ठारमस्स णायज्झयणस्स अयमट्ठे પળત્તે ।।ત્તિ નેમિ ॥
ભાવાર્થ:- જંબૂ ! આ પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ અઢારમાં જ્ઞાત—અધ્યયનનો આ અર્થ કહ્યો છે. જેવી રીતે મેં સાંભળ્યું છે તેવી જ રીતે તમને કહ્યું છું.
વિવેચનઃ
પ્રસ્તુત અધ્યયનમાં ચિલાત ચોર અને ધન્યશેઠના દષ્ટાંતે હિતશિક્ષા આપવામાં આવી છે. આ રૂપકને વૃત્તિકારે પાંચ ગાથા દ્વારા સમજાવ્યું છે. યથા–
जह सो चिलाइपुत्तो, सुंसुमगिद्धो अकज्जपडिबद्धो । થળ-પારો પત્તો, મહાકવિ વસસયણિય ॥૬॥