________________
| ४५२
શ્રી શાતાધર્મકથા સૂત્ર
वयासी- मा णं अम्हे पुत्ता ! एगमवि जीवियाओ ववरोवेमो । एसणं सुंसुमाए दारियाए सरीरे णिप्पाणे णिच्चे? जीवविप्पजढे । तं सेयं खलु पुत्ता । अम्हं सुंसुमाए दारियाए मंसं च सोणियं च आहारेत्तए । तए णं अम्हे तेणं आहारेणं अवत्थद्धा समाणा रायगिहं संपाउणिस्सामो । तए णं ते पंच पुत्ता धण्णेणं सत्थवाहेणं एवं वुत्ता समाणा एयमटुं पडिसुणेति । ભાવાર્થ - ત્યાર પછી ધન્ય સાર્થવાહ પાંચ પુત્રોની હૃદયની અભિલાષા જાણીને, પાંચ પુત્રોને આ પ્રમાણે કહ્યું- હે પુત્રો! આપણે કોઈને પણ જીવનથી રહિત ન કરીએ પરંતુ આ સુંસુમાનું શરીર નિપ્રાણ, નિશ્ચેષ્ટ અને નિર્જીવ બની ગયું છે, હે પુત્રો ! સુસુમા દારિકાના માંસ અને રુધિરનો આહાર કરવો, તે જ આપણા માટે ઉચિત થશે, આપણે તે આહારથી સ્વસ્થ થઈને રાજગૃહ પહોંચી જશું. ધન્ય સાર્થવાહે આ પ્રમાણે કહ્યું ત્યારે તે પાંચ પુત્રોએ આ વાત સ્વીકારી લીધી. ३९ तए णं धण्णे सत्थवाहे पंचहिं पुत्तेहिं सद्धिं अरणिं करेइ, करित्ता सरगं च करेइ, करित्ता सरएणं अरणिमहेइ, महित्ता अग्गि पाडेइ, पाडित्ता अग्गि संधुक्खेइ, संधुक्खित्ता दारुयाई पक्खेवेइ, पक्खेवित्ता अग्गि पज्जालेइ पज्जालित्ता सुंसुमाए दारियाए मंसं च सोणियं च आहारेइ । ભાવાર્થ:- ત્યાર પછી ધન્ય સાર્થવાહ અને પાંચ પુત્રોએ સાથે મળીને અરણિ અને સરક તૈયાર કર્યા અર્થાતુ અરણિના એક લાકડામાં ખાડો કર્યો અને બીજા લાંબા અણીવાળા નિર્મથન કાષ્ઠ-સરકને તૈયાર કરીને સરકથી અરણિનું મંથન કર્યું. મંથન(ઘર્ષણ) કરીને અગ્નિ ઉત્પન કરી, પછી અગ્નિ ફૂંકી. તેમાં લાકડીઓ નાખી અગ્નિ પ્રજ્વલિત કરીને સુસુમા દારિકાના માંસ, રૂધિરને પકાવીને તેનો આહાર કર્યો. ४० तेणं आहारेणं अवत्थद्धा समाणा रायगिहंणयरं संपत्ता मित्त जावअभिसमण्णागया, तस्स य विउलस्स धण-कणगरयण जाव आभागी जाया वि होत्था ।
तएणं से धण्णे सत्थवाहे सुंसुमाए दारियाए बहूई लोइयाइं जाव विगयसोए जाए याविहोत्था । ભાવાર્થ:- તે આહારથી સ્વસ્થ થઈને તેઓ રાજગૃહ નગરમાં પહોંચી ગયા. પોતાના મિત્રો, જ્ઞાતિજનો વગેરેને મળ્યા અને વિપુલ, ધન, કનક, રત્ન આદિ મેળવ્યા તથા ધર્મ, અર્થ, પુણ્યના ભાગી થયા.
ત્યાર પછી ધન્ય સાર્થવાહે સુસુમા દારિકાના ઘણા લૌકિક મૃતક કાર્યો કર્યા અને કાળક્રમે શોક રહિત થયા. ધન્ય સાર્થવાહ આદિની દીક્ષા :४१ तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे रायगिहे णयरे गुणसीलए चेइए समोसढे । से णं धण्णे सत्थवाहे सपुत्ते धम्म सोच्चा पव्वइए । एक्कारसंगवी । मासियाए संलेहणाए सोहम्मे उववण्णो । महाविदेहे वासे सिज्झिहिइ ।