________________
અધ્ય–૧૮: સંસમા _
[ ૪૫૧] चेवणं उदगं आसादेमो । तए णं उदगं अणासाएमाणा णो संचाएमो रायगिहं संपावित्तए । तं णं तुम्हें ममंदेवाणुप्पिया ! जीवियाओ ववरोवेह, मंसंच सोणियंच आहारेह, आहारित्ता तेणं आहारेणं अवत्थद्धा समाणा तओ पच्छा इमं अगामियं अडविं णित्थरिहिह, रायगिहं च संपाविहिह, मित्तणाइ य अभिसमागच्छिहिह, अत्थस्स य धम्मस्स य पुण्णस्स य आभागी भविस्सह । ભાવાર્થ:- ત્યાર પછી પાણી ક્યાંય ન મળતા ધન્ય સાર્થવાહ સુસુમાનું ધડ પડ્યું હતું ત્યાં આવીને, મોટા પુત્રને બોલાવીને કહ્યું કે– હે પુત્રો! સુંસુમાં દારિકાને માટે ચિલાત ચોરની પાછળ ચારેબાજુ દોડતા-દોડતા આપણે તરસ અને ભૂખથી પીડિત થઈ ગયા છીએ આ દુર્ગમ અટવીમાં પાણીની તપાસ કરવા છતાં પાણી મેળવી શકયા નથી. પાણી વિના આપણે રાજગૃહનગર પહોંચી શકીએ તેમ નથી. તેથી હે દેવાનુપ્રિય! તમે મને જીવનથી રહિત કરી નાંખો અને બધા ભાઈઓ મારા માંસ અને રુધિરનો આહાર કરો. તે આહાર કરવાથી અવલંબન પ્રાપ્ત તમે આ અગ્રામિક અટવીને પાર કરી શકશો અને રાજગૃહ નગર પહોંચી શકશો તેમજ મિત્રો, જ્ઞાતિજનો આદિને મળી શકશો તથા અર્થ, ધર્મ અને પુણ્યનો ઉપભોગ કરનાર થઈ શકશો. ३६ तए णं से जेटुपुत्ते धण्णेणं सत्थवाहेणं एवं वुत्ते समाणे धण्णं सत्थवाहं एवं वयासी- तुब्भे णं ताओ ! अम्हं पिया गुरूजणया देवयभूया ठावगा पइट्ठावगा, संरक्खगा संगोवगा, तं कहं णं अम्हे ताओ ! तुब्भे जीवियाओ ववरोवेमो, तुब्भं णं मंसं च सोणियं च आहारेमो, तं तुब्भे णं ताओ ! ममं जीवियाओ ववरोवेह, मंसं च सोणियं च आहारेह। अगामियं अडविं णित्थरह । तं चेव सव्वं भणइ जाव अत्थस्स य धम्मस्स य पुण्णस्स आभागी भविस्सह । ભાવાર્થ- ધન્ય સાર્થવાહે આ પ્રમાણે કહ્યું ત્યારે જ્યેષ્ઠ(મોટા) પુત્રે ધન્ય સાર્થવાહને કહ્યું કે- હે તાત! તમે અમારા પિતા છો, ગુરુ છો, જનક છો, દેવતા સ્વરૂપ છો, તમે વિવાહ આદિ કરાવીને અમોને ગૃહસ્થ ધર્મમાં સ્થાપિત કર્યા છે તેથી તમે અમારા સ્થાપક છો, રાજા આદિની સમક્ષ તમે અમને પોતાના પદ પર સ્થાપિત કર્યા છે તેથી તમે અમારા પ્રતિષ્ઠાપક છો, કષ્ટથી રક્ષા કરનારા હોવાથી સંરક્ષક છો, દુર્વ્યસનોથી અમોને રોકતા હોવાથી સંગોપક છો, તેથી હે તાત ! અમે આપને જીવનથી રહિત કેમ કરીએ? આપના માંસ અને રુધિરનો આહાર કેમ કરીએ? હે તાત ! આપ મને જીવન રહિત કરી નાંખો અને મારા માંસ તથા રુધિરનો આહાર કરો અને આ દુર્ગમ અટવીને પાર કરો ઇત્યાદિ પૂર્વવત્ કહેવું, ત્યાં સુધી કે અર્થ, ધર્મ અને પુણ્યના ભાગી બનો. ३७ तए णं धण्णं सत्थवाहं दोच्चे पुत्ते एवं वयासी- मा णं ताओ ! अम्हे जेटुं भायरं गुरुं देवयं जीवियाओ ववरोवेमो जाव आभागी भविस्सह । एवं जावपंचमे पुत्ते। ભાવાર્થ - ત્યાર પછી બીજા પુત્રે ધન્ય સાર્થવાહને કહ્યું- હે તાત! તમે ગુરુ અને દેવ જેવા અમારા જયેષ્ઠ બંધને જીવનથી રહિત ન કરો. હે તાત ! આપ મને જીવનથી રહિત કરો યાવતુ આપ બધા પુણ્યના ભાગી બનો. ત્રીજા, ચોથા અને પાંચમા પુત્રે પણ આ જ પ્રમાણે કહ્યું. ३८ तए णं से धण्णे सत्थवाहे पंचण्हपुत्ताणं हियइच्छियं जाणित्ता ते पंच पुत्ते एवं