________________
૪૫૦
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
ધન્ય સાર્થવાહનો શોક
३२ तए णं से धणे सत्थवाहे पंचहिं पुत्तेहिं सद्धिं अप्पछट्टे चिलायं तीसे अगामियाए अडवीए सव्वओ समंता परिधाडेमाणे परिधाडेमाणे तण्हाए छुहाए य संते तंते परितंते णो संचाएइ चिलायं चोरसेणावइं साहत्थि गिण्हित्तए । से णं तओ पडिणियत्तइ, पडिणियत्तित्ता जेणेव सा सुंसुमा दारिया चिलाएणं जीवियाओ ववरोविया तेणेव उवागच्छन्, उवागच्छित्ता सुसुमं दारियं चिलाएणं जीवियाओ ववरोवियं पासइ, पासित्ता परसुणियत्तेव चंपगपायवे णिव्वत्तमहे व्व इंदलट्ठी विमुक्कसंधिबंधणे धरणितलंसि सव्वंगेहिं धसत्ति पडिए ।
--
ભાવાર્થ :- ત્યાર પછી ધન્ય સાર્થવાહ પાંચ પુત્રોની સાથે છઠ્ઠા પોતે ચિલાતની પાછળ તે દુર્ગમ અટવીમાં ચિલાત ચોરને પકડવા માટે દોડતા-દોડતા તૃષાથી અને ભૂખથી શ્રાંત થઈ ગયા, થાકી ગયા, ગ્લાન થઈ ગયા, ખિન્ન થઈ ગયા. તે ચિલાત ચોરસેનાપતિને પોતાના હાથથી પકડવામાં સમર્થ થઈ શક્યા નહીં ત્યારે તે ત્યાંથી પાછા ફર્યા, પાછા ફરીને જ્યાં સુસુમા દારિકાને ચિલાતે મારી નાંખી હતી ત્યાં આવ્યા, આવીને સુંસુમા દારિકાને ચિલાત ચોર દ્વારા હણાયેલી જોઈને ધન્ય સાર્થવાહ કુહાડાથી છેદાયેલા ચંપકવૃક્ષની સમાન અને મહોત્સવ પૂર્ણ થતાં નિસ્તેજ બનેલા ઇન્દ્રસ્તંભ સમાન ધડામ દઈને પૃથ્વી પર ઢળી પડયા. ३३ से धणे सत्थवाहे पंचहिं पुत्तेहिं सद्धिं अप्पछट्टे आसत्थे कूवमाणे कंदमाणे विलवमाणे महया महया-सद्देणं कुहकुहस्सपरूण्णे सुचिरं कालं बाहप्पमोक्खं करेइ ।
ભાવાર્થ :- ત્યાર પછી પાંચ પુત્રો સહિત છઠ્ઠા ધન્ય સાર્થવાહ આશ્વસ્ત થયા ત્યારે આક્રંદન અને વિલાપ કરવા લાગ્યા અને મોટા અવાજે કુહ-કુહ(અસ્પષ્ટ શબ્દ) કરતા ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યા. તે ઘણી વાર સુધી આંસુ વહાવતા રહ્યા.
અટવીમાં પાણીની શોધખોળ અને વિચારણા :
३४ त णं से धणे पंचहिं पुत्तेहिं सद्धिं अप्पछट्टे चिलायं तीसे अगामिया सव्वओ समंता परिधाडेमाणा तण्हाए छुहाए य पराभूए समाणे तीसे अगामियाए अडवीए सव्वओ समंता उदगस्स मग्गण-गवेसणं करेइ करेत्ता संते तंते परितंते णिव्विण्णे तीसे अगामियाए अडवीए उदगस्स मग्गण गवेसणं करेमाणे णो चेव णं उदगं आसाएइ । ભાવાર્થ :- પાંચ પુત્રો સહિત છઠ્ઠા પોતે ધન્ય સાર્થવાહ ચિલાત ચોરની પાછળ ચારે બાજુ દોડવાના કારણે તૃષા । અને ભૂખથી પીડિત થઈ ગયા. તેઓએ તે ગામ રહિત અટવીમાં ચારે બાજુ પાણીની માર્ગણાગવેષણા-શોધખોળ કરી. ગવેષણા કરીને તે શ્રાન્ત થઈ ગયા, ગ્લાન થઈ ગયા, ખૂબ જ થાકી ગયા અને ખિન્ન થઈ ગયા. તે દુર્ગમ અટવીમાં પાણીની શોધ કરવા છતાં પણ ક્યાંય પાણી મેળવી શક્યા નહીં. | ३५ तए णं उदगं अणासाएमाणे जेणेव सुंसुमा जीवियाओ ववरोविया तेणेव उवागच्छइ, उवागच्छित्ता जेटुं पुत्तं धण्णे सत्थवाहे सद्दावेइ, सद्दावित्ता एवं वयासी एवं खलु पुत्ता ! अम्हे सुंसुमाए दारियाए अट्ठाए चिलायं तक्करं सव्वओ समंता परिधाडेमाणा तण्हाए छुहाए य अभिभूया समाणा इमीसे अगामियाए अडवीए उदगस्स मग्गण-गवेसणं करेमाणा णो