________________
અધ્ય–૧૮: સંસમા
_.
૪૪૯
જોઈને ભયભીત અને ઉદ્વિગ્ન થઈ ગયો. તે સુસુમા દારિકાને લઈને એક મહાન લાંબા માર્ગવાળી, જેની આસપાસમાં કોઈ ગામ ન હોય તેવી અટવીમાં ઘૂસી ગયો.
તે સમયે ધન્ય સાર્થવાહે સુસુમા દારિકાને ચિલાત દ્વારા અટવી તરફ લઈ જવાતી જોઈને, પાંચે પુત્રોની સાથે છઠ્ઠા પોતે સ્વયં કવચ પહેરીને ચિલાતના પદચિહ્નોનું અનુસરણ કરતાં-કરતાં તેનું પગેરું શોધતાં તેની પાછળ-પાછળ ચાલતા, ગર્જના કરતા, અરે ઓ દુષ્ટ ! ઊભો રહે, આ પ્રમાણે હાકલ કરતા, ઊભો રે, ઊભો રે નહીં તો મરી ગયો સમજજે, આ પ્રમાણે પોકાર કરતા, અરે નિર્લજ્જ! આ પ્રમાણે તર્જના કરતા, અસ્ત્ર-શસ્ત્ર બતાવીને ત્રાસ ઉત્પન્ન કરતાં તેની પાછળ-પાછળ ચાલવા લાગ્યા. સુસુમાનો વધ :२९ तए णं से चिलाए तं धणं सत्थवाहं पंचहिं पुत्तेहिंसद्धिं अप्पछटुं सण्णद्धबद्ध समणुगच्छमाणं पासइ, पासित्ता अत्थामे अबले अवीरिए अपुरिसक्कार अपरक्कमे जाहे णो संचाएइ सुंसुमंदारियं णिव्वाहित्तए, ताहे संते तंते परितंते णीलुप्पलं असिं परामुसइ, परामुसित्ता सुंसुमाए दारियाए उत्तमंगं छिंदइ, छिदित्ता तं गहाय तं अगामियं अडविं અનુવકે ! ભાવાર્થ - પાંચ પુત્રો સાથે ધન્ય સાર્થવાહ પોતે છઠ્ઠા તૈયાર થઈને કવચ વગેરેથી સુસજ્જ થઈને મારો પીછો કરી રહ્યા છે, તે જોઈને ચિલાત ચોર આત્મબળ રહિત, સેના રહિત, ઉત્સાહરહિત, પરાક્રમરહિત થઈ ગયો અને જ્યારે તે સુસુમા દારિકાને ઉપાડીને ભાગવામાં અસમર્થ બની ગયો ત્યારે તેણે શ્રાંત, પરિશ્રાંત, ગ્લાન અને ખિન્ન બનીને નીલકમલની સમાન તલવાર હાથમાં લીધી અને સુસુમા દારિકાનું મસ્તક કાપી લીધું. કાપેલા મસ્તકને લઈને તે ગામ રહિત અટવીમાં પ્રવેશી ગયો. ३० तएणं चिलाए तीसे अगामियाए अडवीए तण्हाए अभिभूए समाणे पम्हुदिसाभाए सीहगह चोरपल्लि असंपत्ते अंतरा चेव कालगए। ભાવાર્થ - ત્યાર પછી ચિલાત તે ગામ રહિત અટવીમાં તૃષાથી પીડિત થઈને દિશા ભૂલી ગયો. તે ચોરપલ્લી સુધી પહોંચી શક્યો નહીં અને વચ્ચે મરી ગયો. ३१ एवामेव समणाउसो जाव पव्वइए समाणे इमस्स ओरालियसरीरस्स वंतासवस्स पित्तासवस्सखेलासवस्ससुक्कासवस्ससोणियासवस्स जाववण्णहे जाव आहारं आहारेइ, से णं इहलोए चेव बहूणं समणाणं समणीणं सावयाणं सावियाणं हीलणिज्जे जाव अणुपरियट्टिस्सइ, जहा व से चिलाए तक्करे । ભાવાર્થ:- એ જ પ્રમાણે તે આયુષ્માનું શ્રમણો ! જે સાધુ કે સાધ્વી પ્રવ્રજિત થઈને જેમાંથી વમન ઝરે છે તેવા વંતાસવી, પિતાસવી, ખેલાસવી, શુક્રાસવી, શોણિતાસવી એવા ઔદારિક શરીરના રૂપ-સૌંદર્યાદિ માટે આહાર કરે છે, તેઓ આ લોકમાં ઘણા શ્રમણો, શ્રમણીઓ, શ્રાવકો અને શ્રાવિકાઓની અવહેલનાના પાત્ર બની જાય છે અને દીર્ઘ સંસારમાં પરિભ્રમણ કરે છે, જેમ ચિલાત ચોર અંતે દુઃખી થયો, તે જ પ્રમાણે તેઓ પણ દુઃખી થાય છે.