________________
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
ભાવાર્થ:- ચોરોના ચાલ્યા ગયા પછી ધન્ય સાર્થવાહ પોતાના ઘરે આવ્યા. આવીને ઘણું ધન, કનક અને સુંસુમા દીકરીનું અપહરણ થઈ ગયેલું જાણીને મહાપ્રયોજન માટે સાધનભૂત, બહુમૂલ્યવાન, મહા પુરુષને યોગ્ય ભેટ લઈને કોટવાળની પાસે ગયા, જઈને બહુમૂલ્ય ભેટ આપીને કહ્યું કે– હે દેવાનુપ્રિયો ! ચિલાત નામનો ચોર સેનાપતિ સિંહગુફા નામની ચોરપલ્લીમાંથી અહીં આવીને, પાંચસો ચોરોની સાથે, મારું ઘર લૂંટીને અને ઘણું ધન, કનક તથા સુંસુમા દીકરીને લઈને ચાલ્યો ગયો છે. તેથી હે દેવાનુપ્રિયો! અમે તમારી સાથે સુસુમા દીકરીને પાછી લેવા માટે જવા ઇચ્છીએ છીએ. હે દેવાનુપ્રિયો ! જે ધન, કનક આદિ પાછું મળે તે બધું તમે રાખજો અને સુંસુમા દીકરી મને પાછી સોંપજો.
૪૪૮
| २६ तए णं ते णयरगुत्तिया धण्णस्स एयमट्ठे पडिसुर्णेति, पडिसुणित्ता सण्णद्ध जाव गहियाउहपहरणा महया-महया उक्किट्ठ जाव समुद्दरवभूयं पिव करेमाणा रायगिहाओ णिग्गच्छंति, णिग्गच्छित्ता जेणेव चिलाए चोर सेणावई तेणेव उवागच्छंति, उवागच्छित्ता चिलाएणं चोरसेणावइणा सद्धिं संपलग्गा यावि होत्था ।
ભાવાર્થ :- ત્યારે નગરરક્ષકોએ ધન્ય સાર્થવાહની આ વાતનો સ્વીકાર કર્યો. ત્યાર પછી કવચ ધારણ કરીને, આયુધ અને પ્રહરણ લઈને, જોર-જોરથી સમુદ્રના ઘૂઘવાટ જેવો ઉત્કૃષ્ટ અવાજ કરતાં, તેઓ રાજગૃહમાંથી બહાર નીકળીને ચિલાત ચોર સમીપે પહોંચ્યા અને ચિલાત ચોરસેનાપતિની સાથે યુદ્ધ
કરવા લાગ્યા.
२७
गत्ता चिलायं चोरसेणावरं हय-महिय जाव पडिसेहंति । तणं पंच चोरसया णगरगोत्तिएहिं हयमहिय जाव पडिसेहिया समाणा तं विउलं धण-कणगं विच्छड्डेमाणा य विप्पकिरेमाणा य सव्वओ समंता विप्पलाइत्था ।
तणं ते यरगुत्तिया तं विडलं धण-कणगं गेण्हंति, गेण्हित्ता जेणेव रायगिहे णयरे तेणेव उवागच्छंति ।
ભાવાર્થ :- ત્યારે નગરરક્ષકોએ ચોરસેનાપતિ ચિલાતને હત-પ્રહત કરીને યાવત્ પરાજિત કરી દીધો. ત્યારે તે પાંચસો ચોર નગરરક્ષકો દ્વારા હત, પ્રહત થઈને અને પરાજિત થઈને તે વિપુલ ધન અને કનક વગેરે ત્યાં જ મૂકીને, તેને આમતેમ ફેંકીને ચારે દિશામાં પલાયન થઈ ગયા.
ત્યાર પછી નગરરક્ષકો તે વિપુલ ધન કનક આદિ ગ્રહણ કરીને, રાજગૃહ નગર તરફ પાછા ફર્યા. | २८ तर णं से चिलाए तं चोरसेण्णं तेहिं जगरगुत्तिएहिं हयमहिय जाव भीए तत्थे सुसुमं दारियं गहाय एवं महं अगामियं दीहमद्धं अडविं अणुपविट्टे ।
तणं धणे सत्थवाहे सुसुमं दारियं चिलाएणं अडविमुहिं अवहीरमाणि पासित्ता णं पंचहि पुत्तहिं सद्धि अप्पछट्टे सण्णद्धत्बद्धत्वम्मियकवए चिलायस्स पयमग्गवीहिं अणुगच्छमाणे अणुगच्छमाणे हक्कारेमाणे पुक्कारेमाणे अभितज्जेमाणे अभितासेमाणे पिट्ठओ अणुगच्छइ । ભાવાર્થ:- ત્યાર પછી ચિલાત ચોરસેનાપતિ નગર રક્ષકો દ્વારા પોતાની ચોર સેનાને હત-પ્રહત થયેલી