SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ | अध्य-१८ : संभा | ४४७ सद्धिं सीहगुहाओ चोरपल्लीओ इह हव्वमागए धण्णस्स सत्थवाहस्स गिहं घाउकामे । तं जो णं णवियाए माउयाए दुद्धं पाउकामे, से णं णिग्गच्छउ त्ति कटु जेणेव धण्णस्स सत्थवाहस्स गिहे तेणेव उवागच्छइ, उवागच्छित्ता धण्णस्स गिहं विहाडेइ । ભાવાર્થ - ત્યાર પછી બધી જગ્યાઓ શાંત અને સુમસામ થઈ ગઈ તેવા મધ્યરાત્રિના સમયે ચિલાત ચોર સેનાપતિ પાંચસો ચોરોની સાથે રીંછના રોમયુક્ત ગોમુખાકાર પટ્ટિકાથી ઉદરનું રક્ષણ કરીને યાવત્ જાંઘો પર ઘંટડીઓ બાંધીને રાજગૃહ નગરની પૂર્વ દિશાના દરવાજા પાસે આવીને પાણીની મશક લીધી. તેમાંથી જલની એક અંજલી પાણી લઈને આચમન કર્યું, સ્વચ્છ પવિત્ર થઈને પછી તાળા ખોલવાની વિદ્યાનું આહવાન કરીને, રાજગૃહના દરવાજાના કમાડો પર પાણી છાંટયું. તે પાણી છાંટીને કમાડ ઉઘાડી લીધા. ત્યાર પછી રાજગૃહની અંદર પ્રવેશ કરીને મોટા-મોટા અવાજથી ઉદ્ઘોષણા કરતાં-કરતાં આ પ્રમાણે બોલ્યો હે દેવાનપ્રિયો ! હં ચિલાત નામનો ચોર સેનાપતિ. પાંચસો ચોરોની સાથે સિંહગફા નામની ચોરપલ્લીથી ધન્ય સાર્થવાહના ઘરને લૂંટવા અહીં આવ્યો છું. જે નવી માતાનું દૂધ પીવા ઇચ્છતો હોય અર્થાતુ મરવા ઇચ્છતો હોય, તે મારી સામે બહાર આવે. આ પ્રમાણે કહીને તે ધન્ય સાર્થવાહના ઘેર આવ્યો અને તેણે ધન્ય સાર્થવાહના દરવાજા ઉઘાડ્યા. २४ तए णं से धण्णे सत्थवाहे चिलाएणं चोरसेणावइणा पंचहिं चोरसएहिं सद्धिं गिहं घाइज्जमाणं पासइ, पासित्ता भीए तत्थे पंचहिं पुत्तेहिं सद्धि एगंतं अवक्कमइ । तए णं से चिलाए चोरसेणावई धण्णस्स सत्थवाहस्स गिहं घाएइ, घाइत्ता सुबहु धणकणग जावसावएज्जं सुसुमं चदारियं गेण्हइ, गेण्हित्ता रायगिहाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता जेणेव सीहगुहा तेणेव पहारेत्थ गमणाए। ભાવાર્થ-ધન્ય સાર્થવાહે પાંચસો ચોરોની સાથે ચિલાત ચોર સેનાપતિ દ્વારા પોતાના ઘરને લૂંટાતુ જોયું. તે જોઈને તેઓ ભયભીત થઈ ગયા, ત્રસ્ત, ઉદ્વિગ્ન, વ્યાકુળ બની ગયા અને પોતાના પાંચ પુત્રોની સાથે એકાંત સ્થાનમાં જઈને છુપાઈ ગયા. ત્યાર પછી ચોર સેનાપતિ ચિલાતે ધન્ય સાર્થવાહનું ઘર લૂંટયું, લૂંટીને ઘણું ધન, કનક યાવત્ ઉત્તમ દ્રવ્ય તથા સુસુમા દારિકાને લઈને તે રાજગૃહમાંથી બહાર નીકળીને, સિંહગુફા તરફ ભાગવા લાગ્યો. सुंशुमानी शोध :२५ तए णं से धण्णे सत्थवाहे जेणेव सए गिहे तेणेव उवागच्छइ, उवागच्छित्ता सुबहुं धणकणगं सुंसुमं दारियं अवहरियं जाणित्ता महत्थं महग्धं महरिहं पाहुडं गहाय जेणेव णगरगुत्तिया तेणेव उवागच्छइ, उवागच्छित्ता तं महत्थं जाव पाहुडं उवणेइ, उवणित्ता ए वं वयासी- एवं खलु देवाणुप्पिया ! चिलाए चोरसेणावई सीहगुहाओ चोरपल्लीओ इहं हव्वमागम्म पंचहिं चोरसएहिं सद्धिं मम गिहं घाएत्ता सुबहुं धणकणगं सुंसुमं च दारियं गहाय जावपडिगए, तं इच्छामो णं देवाणुप्पिया ! सुसुमादारियाए कूवं गमित्तए । तुब्भे देवाणुप्पिया ! से विपुले धणकणगे, ममं सुंसुमा दारिया ।
SR No.008763
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages564
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy