________________
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
ભાવાર્થ:- ત્યાર પછી એકવાર ચિલાત ચોર સેનાપતિએ વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ તૈયાર કરાવીને, પાંચસો ચોરોને આમંત્રિત કર્યા, પછી સ્નાન કરીને ભોજન મંડપમાં પાંચસો ચોરોની સાથે વિપુલ અશનાદિનું યાવત્ આસ્વાદન, વિસ્વાદન, વિતરણ અને પરિભોગાદિ કર્યા. ભોજન કર્યા પછી પાંચસો ચોરોનો વિપુલ ધૂપ, પુષ્પ, ગંધ, માળા અને અલંકારથી સત્કાર કર્યો, સન્માન કર્યું, સત્કાર-સન્માન કરીને તેઓને આ પ્રમાણે કહ્યું–
૪૪
હે દેવાનુપ્રિયો ! રાજગૃહ નગરમાં ધન્ય નામના ધનાઢય સાર્થવાહ છે. તેની પુત્રી ભદ્રાની આત્મજા અને પાંચ પુત્રો પછી જન્મેલી સુંસુમા નામની કન્યા છે. તે પરિપૂર્ણ ઇન્દ્રિયોવાળી યાવત્ સુરૂપ છે. તો હે દેવાનુપ્રિયો ! આપણે જઈએ અને ધન્યસાર્થવાહનું ઘર લૂંટીએ. તે લૂંટમાં મળનારું વિપુલ, ધન, કનક યાવત્ શિલા, મૂંગા વગેરે તમે રાખજો અને સુંસુમા પુત્રી મારી રહેશે. ત્યારે તે પાંચસો ચોરોએ ચિલાત ચોર સેનાપતિની આ વાતનો સ્વીકાર કર્યો.
२२ तणं से चिलाए चोरसेणावई तेहिं पंचहिँ चोरसएहिं सद्धिं अल्लं चम्मं दुरूह, पच्चावरण्हकालसमयंसि पंचहिं चोरसएहिं सद्धिं सण्णद्ध जाव गहियाउहपहरणे, माइयगोमुहिएहिं फलएहिं, णिक्कट्ठाहिं असिलट्ठीहिं, अंसगएहिं तोणेहिं, सजीवेहिं धणूहिं, समुक्खित्तेहिं सरेहिं, समुल्लालियाहिं दाहाहिं, ओसारियाहिं उरुघंटियाहिं, छिप्पतूरेहिं वज्जमाणेहिं महया-महया उक्किट्ठ-सीहणायं जाव समुद्दरवभूयं करेमाणा सीहगुहाओ चोरपल्लीओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता जेणेव रायगिहे णगरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता रायगिहस्स अदूरसामंते एगं महं गहणं अणुपविसइ, अणुपविसित्ता दिवसं खवेमाणो चिट्ठइ
ભાવાર્થ :- ત્યાર પછી તે ચિલાત ચોર સેનાપતિ પાંચસો ચોરોની સાથે(મંગલ માટે) ભીના ચામડા પર બેઠો અને દિવસના છેલ્લા પહોરે પાંચસો ચોરોની સાથે કવચ ધારણ કરીને, આયુધ અને પ્રહરણ ગ્રહણ કરીને, રીંછ ચર્મની ગોમુખાકાર પટ્ટિકાથી ઉદરની રક્ષા કરીને, મ્યાનમાંથી તલવાર કાઢીને, ખંભા પર બાણના ભાથા ધારણ કરીને, ધનુષ્યોની દોરી બાંધીને, તૂણીરમાંથી બાણ બહાર કાઢીને, બરછી અને ભાલા ઉછાળીને, જંઘા પર રણકતી ઘંટડીઓ બાંધીને, દ્રુત સ્વરથી વાગતાં વાજાઓ સાથે, સિંહ ગર્જના જેવા, સમુદ્રના ઘૂઘવાટ જેવા, ચોરોના મોટા ઘોંઘાટ સાથે, સિંહગુહા નામની ચોરપલ્લીમાંથી બહાર નીકળ્યો અને રાજગૃહનગરની સમીપના એક સઘન વનમાં છુપાઈને દિવસનો અંતિમભાગ ત્યાં જ પસાર કર્યો. | २३ तए णं से चिलाए चोरसेणाई अद्धरत्त- कालसमयंसि णिसंतपडिणिसंतंसि पंचहिँ चोरसएहिं सद्धिं माइयगोमुहिएहिं फलएहिं जाव मूइयाहिं ऊरुघंटियाहिं जेणेव रायगिहे णयरे पुरच्छिमिल्ले दुवारे तेणेव उवागच्छइ, उवागच्छित्ता उदगवत्थि परामुसइ, परामुसित्ता आयंते चोक्खे परमसुइभूए तालुग्घाडणिविज्जं आवाहेइ, आवाहित्ता रायगिहस्स दुवारकवाडे उदएणं अच्छोडेर, अच्छोडित्ता कवाडं विहाडे, विहाडेत्ता रायगिहं अणुपविस, अणुपविसित्ता महया-महया सद्देणं उग्घोसेमाणे उग्घोसेमाणे एवं वयासी
एवं खलु अहं । देवाणुप्पिया ! चिलाए णामं चोरसेणावई पंचहिं चोरसएहिं