________________
| ४४४ ।
શ્રી શાતાધર્મકથા સૂત્ર
વિજય ચોરના આશ્રયે ચિલાતઃ१५ तए णं से चिलाए दासचेडे रायगिहे णयरे बहूहि अत्थाभिसंकीहि य चोराभिसंकीहि यदाराभिसंकीहि यधणिएहि यजूयकरेहि यपरब्भवमाणेपरब्भवमाणेरायगिहाओणयराओ णिग्गच्छइ, णिग्गच्छित्ता जेणेव सीहगुहा चोरपल्ली तेणेव उवागच्छइ, उवागच्छित्ता विजयं चोरसेणावई उपसंपज्जित्ता णं विहरइ । ભાવાર્થ :- ત્યાર પછી તે ચિલાત દાસપુત્ર રાજગૃહનગરમાં આ અમારું ધન ચોરી જશે તેવી શંકા રાખનારા અથભિશંકીઓ, આ ચોર છે તેવી શંકા કરનારા ચોરાભિશંકીઓ, અમારી સ્ત્રીઓને ઉપાડી જશે તેવી શંકા રાખનારા દારાભિશંકીઓ, ધનિકો અને જુગારીઓ વગેરે અનેક લોકો દ્વારા પરાભવ અને તિરસ્કાર પામતાં રાજગૃહનગરમાંથી બહાર નીકળી ગયો અને સિંહગુફા ચોરપલ્લીમાં આવીને વિજયચોર સેનાપતિના આશ્રયે રહેવા લાગ્યો. १६ तएणं ते चिलाएदासचेडे विजयस्स चोरसेणावइस्स अग्गे असिलट्ठिग्गाहे जाए यावि होत्था । जाहे वि यणं से विजए चोरसेणावई गामघायं वा जाव पंथकोट्टि वा काउं वच्चइ ताहे वियणंसेचिलाएदासचेडे सुबहुपिहुकूवियबलं हयमहियं जावपडिसेहेइ, पडिसेहित्ता पुणरवि लढे कयकज्जे अणहसमग्गे सीहगुहं चोरपल्लि हव्वमागच्छइ । ભાવાર્થ:- ત્યાર પછી તે ચિલાત દાસપુત્ર વિજય ચોર સેનાપતિનો મુખ્ય તલવારધારી અને લાઠીધારી બની ગયો. જ્યારે વિજય ચોરસેનાપતિ ગામ-નગરાદિમાં ધાડ પાડવા જતો યાવતું વટેમાર્ગુને લૂંટવા જતો ત્યારે ચિલાત દાસપુત્ર ચોરોને પકડવા આવતાં સૈન્ય સાથે લડતો. તેઓને હતપ્રભ કરીને, તેના માલસામાનનો નાશ કરી ભગાડી મૂકતો અને ચોરીથી પ્રાપ્ત ધન-માલ સામાનને લઈને સુરક્ષિતપણે સિંહગુફા ચોરપલ્લીમાં પહોંચાડી દેતો હતો. १७ तएणं से विजए चोरसेणावई चिलायं तक्करं बहूओ चोरविज्जाओ य चोरमंते य चोरमायाओ य चोरणिगडीओ य सिक्खावेइ । ભાવાર્થ:- તે વિજય ચોર સેનાપતિએ ચિલાત ચોરને ઘણી ચોર વિદ્યાઓ, ચોરમંત્રો, ચોર માયાઓ અને ચોર નિકૃતિઓ(ચોરને યોગ્ય છલકપટ) શિખવાડ્યા. १८ तए णं से विजए चोरसेणावई अण्णया कयाई कालधम्मुणा संजुत्ते यावि होत्था । तएणं ताइपंचचोरसयाई विजयस्स चोरसेणावइस्स महया महया इड्डी-सक्कास्समुदएणं णीहरणं करेंति, करित्ता बहूई लोइयाई मयकिच्चाई करेंति, करित्ता जाव विगयसोया जाया यावि होत्था । ભાવાર્થ:- ત્યાર પછી એક દિવસ વિજય ચોર સેનાપતિ મૃત્યુ પામ્યો. પાંચસો ચોરોએ દબદબાપૂર્વક, સત્કાર-સન્માન સાથે વિજયચોર સેનાપતિની સ્મશાનયાત્રા કાઢી અને ત્યાર પછી મૃત્યુ સંબંધી ઘણા લૌકિક કૃત્યો કર્યા યાવતુ કાળક્રમે તેઓ શોક રહિત બન્યા.