________________
અધ્ય—૧૮ : સુસુમા
विसमप्पवाय फरिहोवगूढा एगदुवारा अणेगखंडी विदितजणणिग्गमपवेसा अब्भितरपाणिया सुदुल्लभजलपेरंता सुबहुस्स वि कूवियबलस्स आगयस्स दुप्पहंसा यावि होत्था । ભાવાર્થ :- તે સમયે રાજગૃહ નગરથી દક્ષિણ-પૂર્વ દિશામાં ન અતિ દૂર ન અતિ નજીક સિંહગુફા નામની એક ચોરપલ્લી હતી. તે ચોરપલ્લી ઊંચી-નીચી પર્વતમાળાઓના મધ્યભાગના અંતે વસેલી હતી. તેની ચારે બાજુ વાંસની વાડ હતી. તે વાડ જ તેનો કિલ્લો હતો. અલગ-અલગ ટેકરીઓના પ્રપાત(બે પર્વતોની વચ્ચેની ખીણ) રૂપી ખાઈથી યુક્ત હતી. તેમાં જવા-આવવાને માટે એક જ દરવાજો હતો, પરંતુ ચોરોને ભાગી જવા માટે નાના-નાના અનેક દ્વાર બનાવ્યા હતા. વિશ્વાસુ માણસો જ તેમાં અવર-જવર કરી શકતા. પલ્લીની બહાર પાણી મળવું અત્યંત દુર્લભ હતું. પાણી માટે પલ્લીની વચ્ચે જ એક જળાશય હતું. ચોરની શોધમાં આવેલી સેના પણ તે પલ્લીનો નાશ ન કરી શકે તેવી તે ચોરપલ્લી હતી.
૪૪૩
१२ तत्थ णं सीहगुहा चोरपल्लीए विजए णामं चोरसेणावई परिवसइ- अहम्मिए जाव अहम्मकेऊ समुट्ठिए बहुणगरणिग्गक्जसे सूरे दढप्पहारी साहसिए सद्दवेही । सेणं सीहगुहाए चोरपल्लीए पंचण्हं चोरसयाणं आहेवच्चं जाव विहरइ ।
ભાવાર્થ:- તે સિંહ ગુફા નામની ચોર પલ્લીમાં વિજય નામનો ચોર સેનાપતિ રહેતો હતો. તે અધાર્મિક યાવત્ અધર્મની ધ્વજા સમ હતો. ઘણા નગરોમાં તે ચોરી કરવાની બહાદુરીથી કુખ્યાત હતો. તે પોતાના કાર્યમાં શૂર, દઢ પ્રહારી, દુઃસાહસિક અને શબ્દવેધી(શબ્દના આધારે લક્ષ્યનું વેધન કરનારો) હતો. તે સિંહગુફા નામની ચોરપલ્લીમાં પાંચસો ચોરોનું આધિપત્ય કરતો યાવત્ રહેતો હતો.
१३ ए से विजतक्करे चोरसेणावई बहूणं चोराण य पारदारियाण य गंठिभेयगाण यसंधिच्छेयगाणयखत्तखणगाण य रायावगारीणय अणधारगाणय बालघायगाणय वीसंभघायगाण य जूयकाराण य खंडरक्खाण य अण्णेसिं च बहूणं छिण्ण-भिण्ण बाहिराहयाणं कुडंगे यावि હોત્થા ।
ભાવાર્થ :- તે વિજય ચોર સેનાપતિ ઘણા ચોરો, પરસ્ત્રી લંપટો, ગ્રંથી ભેદકો, દિવાલોના સંધિભાગમાં બાકોરું પાડી ચોરી કરનારા સંધિભેદકો, ભીંતમાં છીંડુ પાડી ચોરી કરનારા ખાતરખણકો, રાજદ્રોહીઓ, દેવાળિયાઓ, બાળઘાતકો, વિશ્વાસઘાતીઓ, જુગારીઓ, જમીન પચાવી પાડનારાઓ, અપરાધ બદલ હાથ, પગ, કાન વગેરે અવયવો છેદી-ભેદીને દેશનિકાલની સજા પામેલાઓ માટે(વિજયચોર) કુટંક–વાંસની ઝાડી સમાન શરણભૂત હતો, આશ્રયદાતા હતો.
| १४ तए णं से विजए तक्करे चोरसेणावई रायगिहस्स नगरस्स दाहिणपुरिच्छमं जणवयं बहूहिं गामघाएहि य णगरघाएहिं य गोगहणेहि य वंदिग्गहणेहि य पंथकुट्टणेहिं य खत्तखणणेहि य उवीलेमाणे उवीलेमाणे विद्धंसेमाणे विद्धंसेमाणे णित्थाणं णिद्धणं करेमाणे विहरइ ।
ભાવાર્થઃ– તે વિજય ચોર સેનાપતિ રાજગૃહ નગરના દક્ષિણ-પૂર્વ દિશાગત દેશોના ઘણા ગામો, નગરોનો વિનાશ કરીને, ગાયોનું હરણ કરીને, લોકોને કેદ કરીને, મુસાફરોને માર મારીને, ખાતર પાડીને, લોકોને પીડા આપીને, નાશ કરીને તેઓને સ્થાન રહિત, ધન રહિત બનાવી દેતો હતો.