________________
| ४४२ ।
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
|८ तए णं ते बहवे दारया य दारिया य डिंभया य डिभिया य कुमारया य कुमारिया य रोयमाणा य जाव अम्मापिऊणं णिवेदेति।
तए णं ते अम्मा-पियरो आसुरुत्ता जाव जेणेव धण्णे सत्थवाहे तेणेव उवागच्छंति, उवागच्छित्ता बहूहिं खिज्जणाहि य जाव एयमटुं णिवेदेति । ભાવાર્થ - ત્યારે તે ઘણા છોકરા-છોકરીઓ, બાળક-બાલિકાઓ, કુમાર-કુમારિકાઓ રડતાં-રડતાં યાવત્ માતા-પિતા પાસે ચિલાતની ફરિયાદ કરતા રહ્યાં.
ત્યારે તે માતા-પિતા ગુસ્સે થઈને ધન્ય સાર્થવાહની પાસે આવીને ઘણા ખેદયુક્ત વચનોથી ફરિયાદ કરતા રહ્યાં. નોકરીમાંથી ચિલાતને છૂટો કરવો - | ९ तए णं से धण्णे सत्थवाहे बहूणं दारयाणं दारियाणं डिंभयाणं डिभियाणं कुमारयाणं कुमारियाणं अम्मापिऊणं अंतिए एयमटुं सोच्चा आसुरुत्ते जावचिलायं दासचेडं उच्चावयाहिं आउसणाहि आउसइ उद्धंसइ णिब्भच्छेइ णिच्छोडेइ तज्जेइ उच्चावयाहिं तालणाहिं तालेइ साओ गिहाओ णिच्छुभइ । ભાવાર્થ - ત્યારે ધન્ય સાર્થવાહે ઘણા છોકરા-છોકરીઓ, બાળક-બાલિકાઓ, કુમાર-કુમારિકાઓના માતા-પિતા પાસેથી વારંવાર ફરિયાદો સાંભળીને એકદમ ગુસ્સે થઈને ચિલાત દાસપુત્ર પર અનેક પ્રકારના આક્રોશ વચનોથી આક્રોશ કર્યો, ઊધડો લીધો, ભર્લ્સના તિરસ્કાર કર્યો, કાઢી મૂકવાનો ભય બતાવ્યો, તર્જના કરી, અંતે મારીને ઘરમાંથી કાઢી મૂકયો. १० तए णं से चिलाए दासचेडे साओ गिहाओ णिच्छूढे समाणे रायगिहे णयरे सिंघाडए जाव पहेसु य देवकुलेसु य सभासु य पवासु य जूयखलएसु य वेसाघरएसु य पाणघरएसु य सुहंसुहेणं परियट्टइ।
तए णं चिलाए दासचेडे अणोहट्टिए अणिवारिए सच्छंदमई सइरप्पयारी मज्जपसंगी चोज्जप्पसंगी मंसप्पसंगी जूयप्पसंगी वेसाप्पसंगी परदारप्पसंगी जाए यावि होत्था । ભાવાર્થ:- ધન્ય સાર્થવાહે પોતાના ઘરેથી ચિલાત દાસપુત્રને કાઢી મૂક્યો. ત્યારે તે રાજગૃહ નગરના શૃંગાટકોમાં યાવતુ રાજમાર્ગોમાં, દેવાલયોમાં, સભાઓમાં, પરબોમાં, જુગારીઓના અડ્ડાઓમાં, વેશ્યાઓના ઘરોમાં તથા શરાબખાનામાં સ્વછંદપણે ભટકવા લાગ્યો.
ત્યારે તે દાસપુત્રને હાથ પકડીને રોકનારા કે વચનથી રોકનારા કોઈ ન હોવાથી તે સ્વચ્છંદી, ઉદંડ, સ્વચ્છંદવિહારી, દારૂડીયો, ચોરીપરાયણ, માંસભક્ષી, જુગારી, વેશ્યાલંપટ અને પરસ્ત્રીગામી બની ગયો. विश्ययोर :११ तए णं रायगिहस्स णगरस्स अदूरसामंते दाहिणपुरथिमे दिसिभाए सीहगुहा णामं चोरपल्ली होत्था-विसमगिरिकडगकोडंबसण्णिविट्ठा वंसीकलंपागारपरिक्खित्ता छिण्णसेल