________________
| અધ્ય—૧૮: સંસમા
४४१ |
ભાવાર્થ:- સુંસુમાં બાલિકાને રમાડવા માટે તે દાસ પુત્રની નિયુક્તિ કરવામાં આવી હતી. તે સુસુમા બાલિકાને કેડમાં લઈને ઘણા છોકરા-છોકરીઓ, નાના બાળકો, નાની બાલિકાઓ, કુમારો અને કુમારીઓની સાથે રમવા જતો હતો. | ५ तए णं से चिलाए दासचेडे तेसिं बहूणं दारयाण य दारियाण य डिंभयाण य डिभियाण य कुमारयाण य कुमारियाण य अप्पेगइयाणं खुल्लए अवहरइ, एवं वट्टए आडोलियाओ तंदूसए पोत्तुल्लए साडोल्लए, अप्पेगइयाणं आभरणमल्लालंकारं अवहरइ, अप्पेगइए आउसइ, एवं अवहसइ, णिच्छोडेइ, णिब्भच्छेइ, तज्जेइ, अप्पेगइए तालेइ । लावार्थ:-समये (२मतां-भती) शिसात सपना छोराछोरीमो.जाडोमानिसमो. કુમારો-કુમારિકાઓમાંથી કોઈની કોડી ચોરી લેતો, કોઈની લાખની લખોટીઓ, આડોલિયા–રમકડાવિશેષને, દડા, વસ્ત્ર નિર્મિત ઢીંગલીઓ, ઉત્તરીય વસ્ત્રો, કોઈના આભરણો, માળાઓ, અલંકારો ચોરી લેતો, કોઈને ગાળો દેતો, કોઈની હાંસી ઉડાવતો, કોઈને ઠગતો, ભર્જના કરતો, તર્જના કરતો અને કોઈને મારતો હતો. |६ तए णं ते बहवे दारगा य दारिया य डिंभया य डिभिया य कुमारा य कुमारिया य रोयमाणा यकंदमाणा यसोयमाणा यतिप्पमाणा य विलवमाणा य साणं-साणं अम्मापिऊणं णिवेदेति।
तएणं तेसिं बहूणं दारयाण यदारियाण य डिंभयाण य डिभियाण यकुमारयाण य कुमारियाण य अम्मापियरो जेणेव धण्णे सत्थवाहे तेणेव उवागच्छंति, उवागच्छित्ता धण्णं सत्थवाहं बहूहिं खिज्जणियाहि य रुंटणाहि य उवलंभणाहि य खिज्जमाणा य रुटमाणा य उवलंभेमाणा य धण्णस्स एयमटुं णिवेदेति । ભાવાર્થ - ત્યારે તે ઘણા છોકરા-છોકરીઓ, બાળક-બાલિકાઓ, કુમારો અને કુમારીઓ રડતા, રાડો પાડતા, શોક કરતા, આંસુ વહાવતા, વિલાપ કરતા, પોત-પોતાના માતા-પિતાની પાસે, ચિલાતની ફરિયાદો કરતા હતા.
ત્યારે ઘણા છોકરા-છોકરીઓ, બાળકો-બાલિકાઓ, કુમારો અને કુમારિકાઓના માતા-પિતા ધન્ય સાર્થવાહની પાસે આવીને ખેદજનક, ગુસ્સાપૂર્વકના ઉપાલંભ ભર્યા વચનોથી ખેદ પ્રકટ કરતાં, રૂદન કરતાં, ઉપાલંભ આપતાં, ધન્ય સાર્થવાહને ચિલાતની ગેરવર્તણૂકની ફરિયાદો કરતાં હતાં.
७ तए णं धण्णे सत्थवाहे चिलायं दासचेडं एयमटुं भुज्जो भुज्जो णिवारेइ, णो चेव णं चिलाए दासचेडे उवरमइ । तए णं से चिलाए दासचेडे तेसिं बहूणं दारयाण य दारियाण य डिंभयाण य डिभियाण य कुमारयाण य कुमारियाण य अप्पेगइगाणं खुल्लए अवहरइ जाव अप्पेगइए तालेइ। ભાવાર્થઃ- ત્યાર પછી ધન્ય સાર્થવાહે ચિલાત દાસપુત્રને આ વાત માટે(ચોરી આદિ ન કરવા) વારંવાર સમજાવ્યો પણ ચિલાત દાસપુત્ર ચોરી કરતા અટક્યો નહીં, સુધર્યો નહીં. ધન્ય સાર્થવાહના રોકવા છતાં પણચિલાત દાસપુત્ર ઘણા છોકરા, છોકરીઓ, બાળક-બાલિકાઓ, કુમાર-કુમારિકાઓમાંથી કોઈની કોડીઓ વગેરે ચોરતો રહ્યો યાવતું કોઈને મારતો, પીટતો રહ્યો.