________________
४४०
શ્રી શાતાધર્મકથા સૂત્ર
અઢારમું અધ્યયન
સુસુમા
अध्ययन प्रारंभ :| १ जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं सत्तरसमस्स णायज्झयणस्स अयमढे पण्णत्ते, अट्ठारसमस्स के अटे पण्णत्ते? ભાવાર્થ:- હે ભગવન્! શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ સત્તરમા જ્ઞાત-અધ્યયનના આ ભાવ કહ્યા છે, તો અઢારમા અધ્યયનના કયા ભાવ ફરમાવ્યા છે? धन्य सार्थवाह परिवार :| २ एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं रायगिहे णामंणयरे होत्था, वण्णओ। तत्थ णं धण्णे णामं सत्थवाहे परिवसइ । तस्स णं भद्दा भारिया ।
तस्स णं धण्णस्स सत्थवाहस्स पुत्ता भदाए अत्तया पंच सत्थवाहदारगा होत्था, तंजहा- धणे, धणपाले, धणदेवे, धणगोवे, धणरक्खिए । तस्सणं धण्णस्स सत्थवाहस्स धूया भद्दाए अत्तया पंचण्हं पुत्ताणं अणुमग्गजाइया सुंसुमा णामंदारिया होत्था-सूमालपाणिपाया जावसुरूवा। ભાવાર્થ - હે જંબૂ! તે કાલે અને તે સમયે રાજગૃહ નામનું નગર હતું, તેનું વર્ણન શ્રી ઔપપાતિક સૂત્ર અનુસાર જાણવું. ત્યાં ધન્ય નામના સાર્થવાહ નિવાસ કરતા હતા. તેમને ભદ્રા નામની પત્ની હતી.
તે ધન્ય સાર્થવાહના પુત્ર, ભદ્રાના આત્મજ ધન, ધનપાલ, ધનદેવ, ધનગોપ અને ધનરક્ષિત નામના પાંચ સાર્થવાહ સુપુત્રો હતા, ધન્ય સાર્થવાહની પુત્રી, ભદ્રાની આત્મજા, પાંચ પુત્રો પછી જન્મેલી સુસુમા નામની બાલિકા હતી. તેના હાથ-પગ આદિ અંગોપાંગ સુકુમાર હતા યાવત્ તે સર્વાગ સુંદર સુરૂપ હતી. | ३ तस्सणं धण्णस्स सत्थवाहस्स चिलाए णामंदासचेडए होत्था । अहीणपंचदियसरीरे मंसोवचिए बालकीलावणकुसले यावि होत्था । ભાવાર્થ:- તે ધન્ય સાર્થવાહનેચિલાત (કિરાત) નામનો દાસપુત્ર, નોકર હતો. તે પાંચ ઇન્દ્રિયોથી પરિપૂર્ણ માંસલ અને પુષ્ટ શરીરવાળો હતો, તે છોકરાઓને રમાડવામાં પણ કુશળ હતો |४ तए णं दासचेडे सुंसुमाए दारियाए बालग्गाहे जाए यावि होत्था, सुसुमं दारियं कडीए गिण्हइ, गिण्हित्ता बहूहिं दारएहि यदारियाहि य डिभएहि य डिंभयाहि य कुमारएहि य कुमारियाहि य सद्धिं अभिरममाणे अभिरममाणे विहरइ ।