________________
અધ્ય–૧૭ : આકીર્ણ (અશ્વ)
.
૪૩૭ ]
ગાથાર્થ :- જે પ્રાણીઓ કલ, રિભિત, મધુર સ્વરવાળી વીણા, કરતાલ, બંસરી વગેરે શ્રેષ્ઠ અને મનોહર વાદ્યોના શબ્દોમાં આસકત થતાં નથી તે વશારૂં મરણે અર્થાત્ ઇન્દ્રિયોને વશ થઈ આર્ત–દુઃખથી પીડિત થઈને; વિષયો માટે હાય-હાય કરતાં મરતા નથી../૧૧/l.
જે પ્રાણીઓ સ્ત્રીના સ્તન, જાંઘ, મુખ, હાથ, પગ, નયન, ગર્વિત વિલાસયુક્ત ચાલ વગેરે રૂપોમાં આસક્ત થતાં નથી તે વશાર્ત મરણે મરતા નથી.૧રો.
જે પ્રાણીઓ શ્રેષ્ઠ અગર, દશાંગીધુપ, વિવિધ ઋતુજન્ય પુષ્પો, ચંદનાદિ સુગંધિત લેપદ્રવ્યો વગેરેની સુગંધમાં વૃદ્ધ થતાં નથી તે વશાર્ત મરણે મરતા નથી../૧all
જે પ્રાણીઓ કડવા, તીખા, તૂરા, ખાટા, મીઠા, ખાવા, પીવા અને ચાટવા યોગ્ય પદાર્થોના આસ્વાદનમાં વૃદ્ધ થતાં નથી તે વશારૂં મરણે મરતા નથી../૧૪
જે પ્રાણીઓ વિવિધ ઋતુઓમાં સુખપ્રદ, વૈભવયુક્ત, હૃદય અને મનને સુખકારી સ્ત્રી, માળા વગેરે પદાર્થોના સ્પર્શમાં આસક્ત થતા નથી તે વશાર્ત મરણે મરતા નથી.ll૧પી.
सद्देसु य भद्दग-पावएसु सोयविसयं उवगएसु। तुटेण व रुद्रेण व समणेण सया ण होयव्वं ॥१६॥ रूवेसु य भद्दय-पावएसु चक्खुविसयं उवगएसु । तुटेण व रुटेण व, समणेण सया ण होयव्वं ॥१७॥ गंधेसु य भद्दयपावएसु घाणविसयं उवगएसु । तुडेण व रुद्रुण व, समणेण सया ण होयव्वं ॥१८॥ रसेसु य भद्दयपावएसु जिब्भविसयं उवगएसु । तुटेण व रुद्वेण व, समणेण सया ण होयव्वं ॥१९॥ फासेसु य भद्दय-पावएसु कायविसयं उवगएसु ।
तुटेण व रुद्रुण व, समणेण सया ण होयव्वं ॥२०॥ ગાથાર્થ :- સાધુઓ શ્રોતેન્દ્રિયના વિષયભૂત ભદ્ર-મનોજ્ઞ, અનુકુળ શબ્દો પ્રાપ્ત થાય, તો તેના પ્રતિ તુષ્ટ– આકર્ષિત ન થાય, અર્થાત્ તેમાં રાગ ન કરે અને પાપક–અમનોજ્ઞ, પ્રતિકૂળ શબ્દો પ્રાપ્ત થાય તો રૂષ્ટ ન થાય અર્થાત્ દ્વેષ ન કરે./૧૬al
શ્રમણો ચક્ષુરિન્દ્રિયના વિષયભૂત મનોજ્ઞ રૂપમાં રાગ ન કરે અને અમનોજ્ઞ રૂપમાં દ્વેષ ન કરે.૧ણા. શ્રમણો ધ્રાણેન્દ્રિયના વિષયભૂત મનોજ્ઞ ગંધમાં રાગ ન કરે અને અમનોજ્ઞ ગંધમાં દ્વેષ ન કરે.ll૧૮ શ્રમણો જિહેન્દ્રિયના વિષયભૂત મનોજ્ઞ રસમાં રાગ ન કરે અને અમનોજ્ઞ રસમાં દ્વેષ ન કરે.૧૯ાા શ્રમણો સ્પર્શેન્દ્રિયના વિષયભૂત મનોજ્ઞ સ્પર્શમાં રાગ ન કરે અને અમનોજ્ઞ સ્પર્શમાં દ્વેષ ન કરે. //રoll
२८ एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं सत्तरसमस्स णायज्झयणस्स अयमढे પuખતે II ત્તિ વેન II ભાવાર્થ:- હે જંબૂ! શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ સત્તરમાં જ્ઞાત-અધ્યયનનો આ અર્થ કહ્યો છે. તે જ અર્થ હું તને કહું છું.