________________
[ ૪૩૮ |
શ્રી શાતાધર્મકથા સૂત્ર
વિવેચન :
પ્રસ્તુત અધ્યયનમાં સૂત્રકારે કાલિકટ્ટીપવર્તી અશ્વોના દષ્ટાંતે શ્રમણ-નિગ્રંથોને બોધ આપ્યો છે. અહીં ટીકાકારે છ ગાથા દ્વારા દષ્ટાંતના રૂપકોને સ્પષ્ટ કરી ઇન્દ્રિય વિષયોમાં આસક્તિ-અનાસક્તિના ફળને રજૂ કર્યા છે. યથા
जइ सो कालियदीवो, अणुवमसोक्खो तहेव जइ-धम्मो ।
जह आसा तह साहू, वणियव्वअणुकूलकारिजणा ॥१॥ અર્થ-જેમ કાલિક દ્વીપના સ્થાને અનુપમ સુખદાયી શ્રમણધર્મ સમજવો. અશ્વોના સ્થાને સાધુ અને વણિકોના સ્થાને અનુકૂલ ઉપસર્ગ કરનારા(લલચાવનારા લોકો સમજવા./૧||
जह सद्दाइ-अगिद्धा, पत्ता णो पासबंधणं आसा ।
तह विसएसु अगिद्धा, वज्झति ण कम्मणा साहू ॥२॥ અર્થ– જે અશ્વો શબ્દ આદિ વિષયોમાં આસક્ત ન થયા તે જાળમાં ફસાયા નહીં, તે પ્રમાણે જે સાધુ ઇન્દ્રિય વિષયોમાં આસક્ત થતા નથી તે સાધુ કર્મોથી બદ્ધ થતા નથી.રા.
जह सच्छंदविहारो, आसाणं तह य इह वरमुणीणं ।
जर-मरणाइविवज्जिय, संपत्ताणंद-णिव्वाणं ॥३॥ અર્થ- અશ્વોના ઇચ્છાનુસારી વિચરણના સ્થાને શ્રેષ્ઠ મુનિજનોનો જરા-મરણથી રહિત અને આનંદમય નિર્વાણ સમજવો. તાત્પર્ય એ છે કે શબ્દાદિ વિષયોથી દૂર રહેનારા અશ્વો જેમ ઈચ્છાનુસારવિચરણ કરવામાં સમર્થ થયા તેવી રીતે વિષયોથી વિરત મહામુનિ મુક્તિ પ્રાપ્ત કરવામાં સમર્થ થાય છે.
जह सद्दाइसु गिद्धा, बद्धा आसा तहेव विसयरया ।
पार्वेति कम्मबंधं, परमासुहकारणं घोरं ॥४॥ અર્થ– શબ્દાદિ વિષયોમાં અનુરક્ત થયેલા અશ્વો જેમ બંધનગ્રસ્ત થયા. તેવી રીતે વિષયોમાં રકત પ્રાણીઓ અત્યંત દુ:ખના કારણભૂત ઘોર કર્મબંધ કરે છે.al૪.
जह ते कालियदीवा, णीया अण्णत्थ दुहगणं पत्ता । तह धम्म-परिब्भट्ठा, अधम्मपत्ता इहं जीवा ॥५॥ पावेंति कम्म-णरवइ-वसया संसार-वाहयालीए ।
आसप्पमद्दएहिं व, रइयाईहि दुक्खाई ॥६॥ અર્થ– જેમ શબ્દાદિમાં આસક્ત થયેલા અશ્વોને કાલિક દ્વીપથી અન્યત્ર લઈ જવામાં આવ્યા અને ત્યાં તે દુઃખ સમૂહને પ્રાપ્ત થયા, તેમ જે જીવો ધર્મથી ભ્રષ્ટ થાય છે અને અધર્મને પ્રાપ્ત કરે છે.
તે પ્રાણીઓ કર્મરૂપી રાજાને વશીભૂત થાય છે. તે સવારી જેવા સાંસારીક દુઃખોનો, અશ્વમર્થકો દ્વારા અપાતી પીડાની સમાન પરભવમાં નરકાદિ ગતિમાં દુઃખ અને પીડાને તેમજ નૈરયિકો દ્વારા અપાતા કષ્ટોને પામે છે.પ-al
|સત્તરમું અધ્યયન સંપૂર્ણ