________________
| અધ્ય–૧૭: આકીર્ણ (અશ્વ)
૪૩૫ ]
लोए चेव बहूणं समणाण य जाव चाउरंतसंसारकतारं भुज्जो भुज्जो अणुपरियट्टिस्सइ । ભાવાર્થ:- એ જ પ્રમાણે હે આયુષ્મનુ શ્રમણો ! અમારા જે નિગ્રંથ અથવા નિગ્રંથીઓ દીક્ષિત થઈને પ્રિય-ઇષ્ટ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધમાં આસક્ત, અનુરકત, વૃદ્ધ, મૂચ્છિત અને તલ્લીન બની જાય છે, તેઓ આ લોકમાં ઘણા શ્રમણ-શ્રમણીઓ, શ્રાવક-શ્રાવિકાઓના અવહેલનાના પાત્ર બને છે યાવતુ તે ચાતુર્ગતિક સંસાર અટવીમાં પુનઃપુનઃ ભ્રમણ કરે છે. વિવેચન -
પ્રસ્તુત સૂત્રોમાં વિષયોની આસક્તિ અનાસક્તિના ફળનું નિરૂપણ અશ્વોના દષ્ટાંતથી કરીને શ્રમણ-શ્રમણીઓને અનાસક્ત રહેવાની પ્રેરણા કરી છે. સૂત્રકારના અંતિમશિક્ષા સૂત્ર પછી કેટલીક પ્રતોમાં વીસ ગાથા સમૂહ દ્વારા બોધ આપવામાં આવ્યો છે. તે ગાથાઓ માટે ટીકાકારે–ાથા વાવ વાવનાંતરે ગયાં પણ આ પ્રકારે કહીને તે ગાથાઓનું વિશ્લેષણ કર્યું છે. તે ગાથાઓ આ પ્રમાણે છે
कलरिभिय-महु-तंती-तलतालवंसकउहाभिरामेसु । सद्देसु रज्जमाणा, रमंति सोइंदिय-वसट्टा ॥१॥ सोइंदियदुइंतत्तणस्स अह एत्तिओ हवइ दोसो ।
दीविग-रुयमसहंतो, वहबंधं तित्तिरो पत्तो ॥२॥ ગાથાર્થ – શ્રોતેન્દ્રિયને વશીભૂત, અત્યંત મનોહર શબ્દોમાં અનુરકત પ્રાણીઓ કલ–હૃદયહારી, રિભીતસ્વર ઘોલનાના કારણે મધુર, પ્રિય ધ્વનિવાળા વીણા, કરતાલ, વાંસળી વગેરેમાં આનંદિત થાય છે. [૧]
જેમ શિકારીના પીંજરામાં પૂરાયેલી તિરીના શબ્દને સહન નહીં કરનાર અર્થાત્ તિત્તરીના શબ્દ સાંભળી કામરાગને વશ બની(પોતાના સ્થાનથી બહાર નીકળી) જતો તીતર બંધન અને વધુને પ્રાપ્ત થાય છે તેમ શ્રોતેન્દ્રિયને આધીન પ્રાણીઓ બંધન અને વધરૂપી દોષોને પ્રાપ્ત થાય છે.રો
થળાહળ-વચન-વર-વળ-યજાવિય-વિતાસિયા | रूवेसु रज्जमाणा, रमंति चक्खिदियवसट्टा ॥३॥ चक्खिदियदुइंतत्तणस्स अह एत्तिओ भवइ दोसो ।
जं जलणम्मि जलंते, पडइ पयंगो अबुद्धीओ ॥४॥ ગાથાર્થ - ચક્ષુરિન્દ્રિયને વશીભૂત, રૂપોમાં અનુરકત પ્રાણીઓ સ્ત્રીઓના સ્તન, જાંઘ, મુખ, હાથ, પગ, નેત્રો અને ગર્વિત વિલાસયુક્ત ચાલમાં આનંદિત થાય છે.llall
જેમ અજ્ઞાની પતંગિયું(જ્યોતના રૂપથી આકર્ષાઈને) બળતી અગ્નિમાં પડીને મૃત્યુ પામે છે, તેમ ચક્ષુરિન્દ્રિયને આધીન પ્રાણીઓ વધ અને બંધનરૂપી દોષોને પ્રાપ્ત થાય છે.જો
अगुरुवर-पवरधूवण, उउयमल्लाणुलेवणविहीसु । गंधेसु रज्जमाणा, रमंति घाणिदियवसट्टा ॥५॥ धाणिंदियदुइंतत्तणस्स अह एत्तिओ हवइ दोसो । जं ओसहिगंधेणं, विलाओ णिद्धावई उरगो ॥६॥