________________
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
ત્યારપછી દક્ષિણ દિશાનો અનુકૂળ પવન વહેવા લાગ્યો ત્યારે દરિયાઈ મુસાફરી કરનારા તે નૌકાવણિકોએ ત્યાંથી પ્રસ્થાન કરીને, ગંભીર નામના બંદરે આવીને જહાજ લાંગર્યું. ત્યાર પછી તે ઘોડાઓને નીચે ઉતાર્યા અને હસ્તિશીર્ષ નગરમાં કનકકેતુ રાજા પાસે લઈને આવ્યા. હાથ જોડીને રાજાનું અભિવાદન
કરીને તેઓએ અશ્વોને ઉપસ્થિત કર્યા.
૪૩૪
કનકકેતુ રાજાએ દરિયાઈ મુસાફરી કરનારા તે વણિકોનો શુલ્ક(કર) માફ કરી દીધો. તેઓનો સત્કાર કર્યો, સન્માન કર્યું અને તેઓને વિદાય કર્યા.
२४ तए णं से कणगकेऊ राया कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावित्ता सक्कारेइ सम्माणेइ, सक्कारित्ता सम्माणित्ता पडिविसज्जेइ ।
ભાવાર્થ :- ત્યારપછી કનકકેતુ રાજાએ(કાલિક દ્વીપ મોકલેલા) કર્મચારી પુરુષોને બોલાવીને તેઓનો પણ સત્કાર-સન્માન કરીને વિદાય કર્યા.
२५ सेकऊ राया आसमद्दए सद्दावेइ, सद्दावित्ता एवं वयासी - तुब्भे णं देवाप्पिया ! मम आसे विणएह ।
तए णं ते आसमद्दगा तह त्ति पडिसुर्णेति, पडिसुणित्ता ते आसे बहूहिं मुहबंधेहि य, कण्णबंधेहि य, णासाबंधेहि य, वालबंधेहि य, खुरबंधेहि य कडगबंधेहि य खलिणबंधेहि ય, અહિલાળેહિ ય, પડયાઽહિ ય, ગંગાહિ ય, વેત્તબહારેહિ ય, લયબહારેહિ ય, સબહારેહિ य, छिवप्पहारेहि य विणयंति, विणइत्ता कणगकेउस्स रण्णो उवर्णेति ।
ભાવાર્થ :– ત્યારપછી કનકકેતુ રાજાએ અશ્વમર્દકો(અશ્વપાળો) ને બોલાવીને કહ્યું કે– હે દેવાનુપ્રિયો! તમે મારા અશ્વોને વિનીત કરો. પ્રશિક્ષિત કરો.
ત્યારપછી અશ્વમર્દકોએ ‘ભલે’ કહીને રાજાનો આદેશ સ્વીકાર્યો, સ્વીકારીને તેઓએ તે અશ્વોને મુખબંધનોથી(મુખબાંધીને), કર્ણબંધનોથી, નાસા બંધનોથી, વાળ બંધનોથી, ખુરબંધનોથી, ખલિલ– લગામરૂપ બંધનથી, અહિલાણ–ચોકઠું લગાવીને અર્થાત્ ઘોડાના મોઢામાં રહેતો લગામનો લોઢાનો ભાગ બાંધીને, પડયાણ—ઘોડાની પીઠ ઉપરનું પલાણ કસીને, અંકણ–લોખંડની તપાવેલ સળીઓ વડે ખસી કરીને, નેતરની સોટીથી પ્રહાર કરીને, વેલાનો પ્રહાર કરીને, ચાબુકનો પ્રહાર કરીને, ચામડાના કોરડાના પ્રહાર કરીને વિનીત(પ્રશિક્ષિત) કરીને કનકકેતુ રાજા પાસે લઈ આવ્યા.
| २६ तए णं से कणगकेऊ ते आसमद्दए सक्कारेइ, सम्माणेइ सक्कारिता सम्माणित्ता पडिविसज्जेइ । तएणं ते आसा बहूहिं मुहबंधेहि य जाव छिवप्पहारेहि य बहूणि सारीरमाणसाणि दुक्खाइं पावेंति ।
ભાવાર્થ :- ત્યાર પછી કનકકેતુએ તે અશ્વમર્દકોનો સત્કાર કર્યો, સન્માન કર્યું, સત્કાર-સન્માન કરીને તેઓને વિદાય કર્યા. તે અશ્વો મુખબંધનથી યાવત્ ચાબુકોના પ્રહારોથી ઘણા શારીરિક અને માનસિક દુઃખોને પ્રાપ્ત થયા. | २७ एवामेव समणाउसो ! जो अम्हं णिग्गंथो वा णिग्गंथी वा पव्वइए समाणे इट्ठेसु सद्द-फरिस-रस-रूव-गंधेसु सज्जइ, रज्जइ, गिज्झइ, मुज्झइ, अज्झोववज्जइ, से