SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ अध्य-१७: (अ) | ४33 | ભાવાર્થ:- ત્યાર પછી તે અશ્વો, જ્યાં આ ઉત્કટ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધવાળી વસ્તુઓ રાખી હતી ત્યાં આવ્યા, ત્યાં આવીને તેમાંથી કેટલાક અશ્વો આ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધ અપૂર્વ છે અર્થાત્ પહેલાં ક્યારે ય આવો અનુભવ કર્યો નથી, એવો વિચાર કરી તે ઉત્કૃષ્ટ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધમાં મૂચ્છિત, વૃદ્ધ અને આસક્ત ન થતાં તે ઉત્કૃષ્ટ શબ્દ યાવત ગંધથી દૂર ચાલ્યા ગયા. તે અશ્વો તે સ્થાનોમાં ઘણા ચરવાના ખેતરો, પ્રચુર ઘાસ-પાણી પ્રાપ્ત કરીને નિર્ભયપણે ઉગરહિત થઈને સુખપૂર્વક વિચરવા લાગ્યા. २१ एवामेव समणाउसो !जो अम्हं णिग्गंथो वाणिग्गंथी वा सफरिसरसरूवगंधेसुणो सज्जइ, सेणं इहलोगे चेव बहूणं समणाणं समणीणं सावयाणं सावियाणं अच्चणिज्जे जाव चाउरंतसंसारकंतारं वीइवयइ । ભાવાર્થ:- એ પ્રમાણે તે આયુષ્માન શ્રમણો ! અમારા જે સાધુ અથવા સાધ્વી; શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધમાં આસક્ત થતા નથી, તે આ લોકમાં ઘણા સાધુઓ, સાધ્વીઓ, શ્રાવકો અને શ્રાવિકાઓના પૂજનીય થાય છે અને ચાતુર્ગતિક સંસાર-કાન્તારને પાર પામી જાય છે. २२ तत्थणं अत्थेगइया आसा जेणेव उक्किट्ठ सद्दफरिसरसरूवगंधा तेणेव उवागच्छंति, उवागच्छित्ता तेसु उक्किट्ठेसु सद्दफरिसरसरूवगंधेसुमुच्छिया जाव अज्झोववण्णा आसेविडं पयत्ता यावि होत्था । तए णं ते आसा एए उक्किट्ठ सद्दफरिसरसरूवगंधा आसेवमाणा तेहिं बहूहिं कूडेहिं य पासेहि य गलएसु य पाएसु य बज्झंति । ભાવાર્થ:- તે ઘોડામાંથી કેટલાક ઘોડા ઉત્કૃષ્ટ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધવાળા પદાર્થો હતા ત્યાં પહોંચીને, તે ઉત્કૃષ્ટ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધમાં મૂચ્છિત થયા, અતિ આસક્ત થઈ ગયા અને તેનું સેવન કરવામાં પ્રવૃત્ત થઈ ગયા. ત્યાર પછી તે ઉત્કૃષ્ટ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધનું સેવન કરનારા તે અશ્વો કર્મચારી પુરુષો દ્વારા ગોઠવેલા છટકામાં, કૂટ પાસ-રહસ્યમયી જાળમાં, બંધનોમાં ડોકથી યથાવત્ પગથી બંધાઈ ગયા, પકડાઈ ગયા. અશ્વ સહિત નગરમાં પુનરાગમન :२३ तए णं ते कोडुबिया एए आसे गिण्हंति, गिण्हित्ता एगट्ठियाहिं पोयवहणे संचारैति, संचारित्ता तणस्स य कट्ठस्स य जाव भरेति । तएणं ते संजत्ता णावावाणियगा दक्खिणाणुकूलेणं वाएणं जेणेव गंभीरए पोयपट्टणे तेणेव उवागच्छंति, उवागच्छित्ता पोयवहणं लंबेति, लंबिता ते आसे उत्तारेंति, उत्तारित्ता जेणेव हत्थिसीसे णयरे, जेणेव कणगकेऊ राया तेणेव उवागच्छंति, उवागच्छित्ता करयल जाव वद्धार्वेति वद्धावित्ता ते आसे उवणेति। ___तए णं से कणगकेऊ राया तेसिं संजत्ता-णावावाणियगाणं उस्सुक्कं वियरइ, वियरित्ता सक्कारेइ सम्माणेइ, सक्कारित्ता सम्माणित्ता पडिविसज्जेइ । ભાવાર્થ :- ત્યારપછી તે કર્મચારી પુરુષોએ તે અશ્વોને પકડી લીધા, નૌકાઓ દ્વારા જહાજમાં લઈ આવ્યા અને જહાજમાં ઘાસ-લાકડા આદિ આવશ્યક પદાર્થો ભરી લીધા.
SR No.008763
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages564
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy