________________
અધ્ય–૧૭: આકીર્ણ (અઋ)
૪૩૧ ]
उवागच्छित्ता सगडी-सागडं मोएंति, मोइत्ता पोयवहणं सजेति, सज्जित्ता तेसिं उक्किट्ठाणं सद्द-फरिसरसरूव-गंधाणं कट्ठस्स य तणस्स य पाणियस्स य तंदुलाण य समियस्स य गोरसस्स य जाव अण्णेसिं च बहूणं पोयवहणपाउग्गाणं पोयवहणं भरेति ।
भरित्ता दक्खिणाणुकूलेणं वाएणं जेणेव कालियदीवे तेणेव उवागच्छंति, उवागच्छित्ता पोयवहणं लंबेति, लंबित्ता ताई उक्किट्ठाइं सद्दफरिसरस-रूवगंधाई एगट्ठियाहिं कालियदीवं उत्तारेति, उत्तारेत्ता; जहिं जहिं चणंते आसा आसयंति वा, सयंति वा, चिटुंति वा, तुयट्टतिवा, तहि तहिचणं तेकोडुबियपुरिसा ताओ वीणाओ य जावविचित्तवीणाओ य अण्णाणि बहूर्णि सोइंदिक्पाउग्गाणि य दव्वाणि समुदीरेमाणा समुदीरेमाणा ठवेति, तेसिं च परिपेरंतेणं पासए ठवेइ, ठवित्ता णिच्चला णिफंदा तुसिणीया चिटुंति। ભાવાર્થ:- ઘણા કૃષ્ણ વર્ણ યાવત શુક્લ વર્ણવાળા કાષ્ઠકર્મ-લાકડાના રમકડાઓ, ચિત્રિતકર્મ, પુસ્તકર્મપૂઠા પર બનાવેલા ચિત્રો, લેપ્ય કર્મ-માટીથી બનાવેલા ચિત્ર-વિચિત્રરૂપો, ગૂંથીને, લતા વગેરે વીંટીને, પતરાં વગેરે પર કાણા કરી તેને પૂરીને અને લોખંડ વગેરેને જોડીને બનાવેલી વસ્તુઓ તથા અન્ય ચક્ષુ ઇન્દ્રિયને સુખપ્રદ દ્રવ્યોથી ગાડી-ગાડા ભર્યા.
ઘણા કોષ્ટપુટકો–સુગંધિત દ્રવ્ય વિશેષ, કેતકીપુટકો તથા બીજા ઘણા ધ્રાણેન્દ્રિયને તૃપ્તિ આપનારા પદાર્થોથી ગાડી-ગાડા ભર્યા.
ત્યાર પછી ઘણી ખાંડ, ગોળ, સાકર, ખડીસાકર, પુષ્પોત્તર ગુલકંદ તથા પાકંદ વગેરે બીજા અનેક રસેન્દ્રિયને સુખપ્રદ દ્રવ્યોથી ગાડી-ગાડા ભર્યા.
ત્યાર પછી ઘણા કોયતક-રૂની બનેલી રજાઈઓ, કંબલો, ચાદરો, નવલક–ઊનના બનાવેલા ધાબળા, જીણ, મલય-મસૂર મલય દેશમાં બનેલા વસ્ત્રો, વિશેષ પ્રકારના ગોળાકાર આસનો અથવા મસગચામડાથી મઢેલા વસ્ત્રો, શિલાપટ્ટક, ચીકણી શિલાઓ યાવત્ હંસગર્ભ(શ્વેત વસ્ત્રો તથા અન્ય સ્પર્શેન્દ્રિયને સુખપ્રદ દ્રવ્યો ગાડી-ગાડામાં ભર્યા.
- ઉક્ત સર્વ દ્રવ્યો ભરીને ગાડી-ગાડા જોતરીને તેઓ ગંભીર નામના બંદરે આવ્યા અને ગાડી-ગાડા ખોલીને જહાજ તૈયાર કર્યું. ત્યાર પછી ઉત્કૃષ્ટ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ, અને ગંધ દ્રવ્યો તથા કાષ્ઠ, તૃણ, જલ, ચોખા, લોટ, દહીં, દૂધ તથા અન્ય ઘણા પદાર્થો જહાજમાં ભર્યા.
- ત્યાર પછી દક્ષિણ દિશાનો અનુકૂળ પવન વહેવા લાગ્યો, ત્યારે પ્રસ્થાન કરીને દક્ષિણ દિશાની સહાયતાથી તેઓએ કાલિકટ્ટીપે આવીને, લંગર નાંખીને જહાજને લાંગર્યું. ત્યાર પછી તે ઉત્કૃષ્ટ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધયુક્ત પદાર્થોને નાની નૌકાઓ દ્વારા કાલિક દ્વીપમાં ઉતાર્યા.
જ્યાં-જ્યાં(જે જે વનમાં) તે અશ્વો બેસતા હતા, સૂતા હતા, ઊભા રહેતા હતા, આળોટતા હતા, ત્યાં ત્યાં કર્મચારી પુરુષો તે વીણા, વિચિત્ર વીણા આદિ શ્રોત્રેન્દ્રિયને પ્રિય વાધ વગડાવતા રહ્યા તથા તેની ચારે બાજુ જાળ પાથરીને તેઓ હલનચલનાદિ ક્રિયાઓ કર્યા વિના નિશ્ચલપણે અને અંગોપાંગને હલાવ્યા વિના નિસ્પદપણે, મૌનપૂર્વક છુપાઈને રહ્યા. १६ जत्थ जत्थ ते आसा आसयंति वा सयंति वा चिटुंति वा तुयदृति वा, तत्थ तत्थ णं ते कोडुबियपुरिसा बहूणि किण्हाणि य जाव सुक्किलाणि य कट्ठकम्माणि य जाव