________________
| અધ્ય–૧૭: આકીર્ણ (અન્ય)
૪૨૯ ]
णयरस्स बहिया अग्गुज्जाणे सत्थणिवेसं करेंति, करित्ता सगडी-सागडं मोएंति, मोइत्ता महत्थं जावपाहुडं गेण्हंति, गेण्हित्ता हत्थिसीसंणयरं अणुपविसंति, अणुपविसित्ता जेणेव कणगकेऊ राया तेणेव उवागच्छंति, उवागच्छित्ता जाव उवणेति । तए णं से कणगके तेसिं संजत्ताणावावाणियगाणं तं महत्थं जावपडिच्छइ । ભાવાર્થ - ત્યારે દરિયાઈ મુસાફરી કરનારા તે નૌકાવણિકોએ પરસ્પર વિચાર વિનિમય કર્યો કે- હે દેવાનુપ્રિયો! આપણે અશ્વોનું શું પ્રયોજન છે? અહીં તો આ ચાંદીની, સોનાની, રત્નોની અને હીરાની ખાણો છે. તે ચાંદી, સોનું, રત્નો અને હીરાથી આપણા જહાજો ભરી લેવા શ્રેયસ્કર છે. આ પ્રમાણે પરસ્પર વિચાર કરીને, એકબીજાની વાતનો સ્વીકાર કરીને તેઓએ ચાંદી, સોનું, રત્નો, હીરા, ઘાસ, અન્ન, કાષ્ઠ અને મીઠા પાણીથી પોતાના જહાજો ભરી લીધા અને દક્ષિણ દિશાના અનુકૂળ વાયુની સહાયતાથી (કાલિકદ્રીપથી રવાના થયા અને) ગંભીર નામના બંદર સમીપે પહોંચીને લંગર નાંખીને જહાજને લાંગર્યું અને ગાડી-ગાડા તૈયાર કરીને, માલ ઉતારીને, જહાજમાંથી ચાંદી યાવતહીરા વગેરે નાની નૌકાઓ દ્વારા લાવીને ગાડી-ગાડામાં ભર્યા. ત્યાર પછી ગાડી-ગાડા જોતરીને હસ્તિશીર્ષ નગર સમીપે આવીને હસ્તિશીર્ષ નગરની બહાર અગ્ર ઉદ્યાનમાં સાર્થને ઊભો રાખ્યો, ગાડી-ગાડા છોડીને બહુમૂલ્ય ઉપહાર (ભટણું) લઈને, હસ્તિશીર્ષ નગરમાં પ્રવેશ કરીને, કનકકેતુ રાજાની પાસે આવ્યા. રાજાની સમક્ષ તે ઉપહાર ભેટરૂપે ધર્યો. કનકકેતુ રાજાએ દરિયાઈ મુસાફરી કરનારા તે નૌકાવણિકોની બહુમૂલ્ય ભેટનો સ્વીકાર કર્યો. અશ્વોનું અપહરણ:१२ पडिच्छित्ता ते संजत्ता-णावावाणियगा एवं वयासी- तुम्भेणं देवाणुप्पिया ! गामागर जाव आहिंडह, लवणसमुदं च अभिक्खणं-अभिक्खणं पोयवहणेणं ओगाह । तं अत्थियाई केइ भे कहिंचि अच्छेरए दिट्ठपुव्वे ?
तए णं संजत्ता-णावावाणियगा कणगकेउं रायं एवं वयासी- एवं खलु अम्हे देवाणुप्पिया ! इहेव हत्थिसीसे णयरे परिवसामो तं चेव जाव कालियदीवंतेणं संवूढा । तत्थणं बहवे हिरण्णागरा य जावबहवे तत्थ आसे पासामो । किं ते? आइण्ण वेढो जाव अणेगाइं जोयणाइं उब्भमंति । तएणं सामी ! अम्हेहिं कालियदीवे ते आसा अच्छेरए दिट्ठा । ભાવાર્થ - ત્યાર પછી રાજાએ દરિયાઈમુસાફરી કરનારા તે નૌકાવણિકોને કહ્યું- હે દેવાનુપ્રિયો! તમે અનેક ગામ, આકર વગેરે સ્થાનોમાં ફરો છો અને જહાજ દ્વારા વારંવાર લવણસમુદ્રની યાત્રા કરો છો, તો તમે ક્યાંય કોઈ આશ્ચર્યજનક, અદ્ભુત વસ્તુ જોઈ છે?
ત્યારે દરિયાઈ મુસાફરી કરનારા તે નૌકાવણિકોએ કનકકેતુ રાજાને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય! અમે આ જ હસ્તિશીર્ષ નગરના નિવાસી છીએ, યાવતુ અમે કાલિક દ્વીપ ગયા હતા. તે દ્વીપમાં ઘણી ચાંદી, હીરા-રત્ન વગેરેની ખાણો યાવતુ ઘણા અશ્વો જોયા હતા. તે અશ્વ કેવા હતા? અહીં(જંબૂદીપ પ્રજ્ઞપ્તિસૂત્ર પ્રમાણે) આકીર્ણ અશ્વનું કથન કરવું યાવતું તે અશ્વો અમારી ગંધથી અનેક યોજન દૂર ચાલ્યા ગયા. આ રીતે હે સ્વામિન્ ! અમોએ કાલિક દ્વીપમાં આશ્ચર્યકારી અશ્વોને જોયા છે. १३ तए णं से कणगकेऊ तेसिं संजत्ता-णावावाणियगाणं अंतिए एयमढे सोच्चा