________________
૪૨૮
શ્રી જ્ઞાતાધર્મકથા સત્ર
હતા, ઘઉં અને પાટલ પુષ્પની સમાન ગૌરવર્ણવાળા હતા, પ્રવાલ-મૂંગાની સમાન અથવા નવીન કૂંપળ ની સમાન રક્તવર્ણવાળા હતા, ધૂમ્રવર્ણ—ધુમાડાના જેવા રંગના હતા./૧//
તે અશ્વો તાલવૃક્ષના પાંદડા રિષ્ઠા-મદિરા જેવા વર્ણવાળા હતા. કોઈ શાલિવર્ણ- કમોદ જેવા રંગવાળા, ભસ્મ જેવા વર્ણવાળા હતા, જૂના તલ અને કીડા વિશેષ જેવા વર્ણવાળા, ચમકદાર રિષ્ટક રત્ન જેવા વર્ણવાળા, કોઈ ધવલ શ્વેત પગવાળા, કોઈ કનકપૃષ્ઠ–સુવર્ણરંગી પીઠવાળા હતા.l/રા.
તે અશ્વો ચક્રવાકની પીઠ જેવા અને સારસ તથા હંસ(જેવા) શ્વેત હતા, કેટલાક મેઘ અને તાલવૃક્ષના પાંદડા જેવા વર્ણવાળા હતા, આ રીતે તે અશ્વો અનેક રંગોવાળા હતા.fall
તે અશ્વો સંધ્યાકાલીન લાલિમા, પોપટની ચાંચ તથા ચણોઠીના અર્ધભાગની સદશ લાલ હતા, એલા–પાટલ કે એલા અને પાટલ જેવા રંગવાળા હતા, પ્રિયંગુ–લતા અને ભેંસના શિંગડાની સમાન શ્યામવર્ણવાળા હતા.
કેટલાક અશ્વો ગાથાઓમાં કથિત વર્ણસિવાયના વર્ણોવાળા હતા. જેમ કે કેટલાક શ્યામાક નામના ધાન્ય વિશેષ જેવા શ્યામ, કેટલાક કાશીષ નામના રક્તવર્ણના દ્રવ્ય જેવા લાલ અને પીળા, કેટલાક ત્રણેના મિશ્રણવાળા અર્થાત્ કાબર ચિતરા હતા. તે અશ્વો વિશુદ્ધ-નિર્દોષ હતા. આકીર્ણ—ઉત્તમ જાતિના અને ઉત્તમ કુલના હતા, તે ગુણવાન વિનીત અને અભિમાન રહિત હતા. જેમ એક અશ્વ બીજા અશ્વને સહન ન કરે, એકબીજાની નજીક આવતા જ લડવા લાગે તેવા ન હતા પરંતુ તે સહનશીલ હતા. તે અશ્વો શ્રેષ્ઠ હતા, ઉપદેશ અને પ્રશિક્ષણ અનુસાર જ ચાલનાર હતા. ખાડા વગેરેને ઓળંગવામાં, કૂદવામાં, દોડવામાં, ધોરણ અર્થાતુ ગતિચાતુર્યમાં, ત્રિપદી-રંગભૂમિમાં મલ્લની એક પ્રકારની ગતિ જેવી ગતિમાં કુશળ હતા. કેવળ શરીરથી જ નહીં પરંતુ મનથી પણ તે ઉછળી રહ્યા હતા. १० तए णं ते आसा ते वाणियए पासंति, पासित्ता तेसिंगंध अग्घायंति । भीया तत्था उव्विग्गा उव्विग्गमणा तओ अणेगाई जोयणाई उब्भमंति, ते णं तत्थ पउर-गोयरा पउरतणपाणिया णिब्भया णिरुव्विग्गा सुहंसुहेणं विहरंति । ભાવાર્થ:- તે અશ્વોએ તે વ્યાપારીઓને જોયા, જોઈને તથા તેઓની ગંધ સૂંઘીને “અમને પકડી જશે” તેવો આભાસ થઈ જવાથી તે ભયભીત થયા, ત્રાસ પામ્યા, ઉદ્વિગ્ન થયા, તેમના મનમાં ઉદ્વેગ થયો. તેઓ અનેક યોજન દૂર વનોમાં ભાગી ગયા. ત્યાં ઘણા ગોચર (ચારો-ચરવાના ખેતરો), ખૂબ ઘાસ અને પાણી હોવાથી તે નિર્ભય અને નિરુદ્વેગ થઈને સુખપૂર્વક વિચરવા લાગ્યા. ११ तएणं ते संजत्ता णावावाणियगा अण्णमण्णं एवं वयासी-किण्हं अम्हे देवाणुप्पिया! आसेहिं? इमेणं बहवे हिरण्णागरा य सुवण्णागरा य रयणागरा य वइरागरा य तंसेयं खलु अम्ह हिरण्णस्सयसुवण्णस्सयरयणस्सयवइरस्सयपोयवहणंभरित्तएत्तिकटुअण्णमण्णस्स एयमटुं पडिसुणेति, पडिसुणित्ता हिरण्णस्स य सुवण्णस्स य रयणस्स य वइरस्स य तणस्स य अण्णस्स य कट्ठस्स य पाणियस्स यपोयवहणं भरेति, भरित्ता दक्खिणाणुकूलेणं वाएणं जेणेव गंभीरपोयवहणपट्टणे तेणेव उवागच्छंति, उवागच्छित्ता पोयवहणं लंबेइ, लंबित्ता सगडी-सागडं सजेति, सज्जित्ता तं हिरणं जाव वरं च एगट्ठियाहिं पोयवहणाओ संचारैति, संचारित्ता सगडी-सागडंसंजोएंति, जेणेव हत्थिसीसएणयरेतेणेव उवागच्छंति, उवागच्छित्ता हत्थिसीसयस्स