________________
[ ૪૨૬ ]
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
ભાવાર્થ – તે સમયે તે વણિકોને માકંદીપુત્રોની જેમ સેંકડો ઉપદ્રવો થયા વાવ પ્રલયકાળના વાયુ જેવો વાયુ ફૂંકાવા લાગ્યો અને સામુદ્રીય તોફાન શરૂ થયું. તે સમયે તે નૌકા તોફાની વાયુથી વારંવાર ડોલવા લાગી, વારંવાર પછડાટ ખાવા લાગી, વારંવાર અથડાવા લાગી અને એક જ જગ્યાએ ભમરીઓ લેવા લાગી. તે સમયે નૌકાના નિર્ધામક(ખેવૈયા)ની બુદ્ધિ બહેર મારી ગઈ, શ્રુતિ(સમુદ્રયાત્રા સંબંધી દિશાઓ જાણવાના શાસ્ત્ર જ્ઞાનની મતિ) નાશ પામી ગઈ અને સંજ્ઞા- સૂઝ-બૂઝ પણ રહી નહીં, તે દિમૂઢ થઈ ગયો. તેને તે પણ જ્ઞાન ન રહ્યું કે આ મહાવાયુથી નૌકા કયા પ્રદેશમાં કે કઈ દિશા કે વિદિશામાં તણાઈ રહી છે? તેથી તે ભગ્નચિત્તવાળો અને શૂન્યમનસ્ક બની યાવતુ આર્ત ધ્યાન કરવા લાગ્યો.
५ तएणं ते बहवे कुच्छिधारा यकण्णधारा य गभिल्लगा य संजत्ता-णावावाणियगा य जेणेव से णिज्जामए तेणेव उवागच्छंति, उवागच्छित्ता एवं वयासी- किण्णं तुम देवाणुप्पिया! ओहयमणसंकप्पे जावझियायसि।
तए णं से णिज्जामए ते बहवे कुच्छिधारा य जाववाणियगा एवं वयासी- एवं खलु अहं देवाणुप्पिया! णट्ठमईए जाव अवहिए त्ति कटु तओ ओहयमणसंकप्पे जावझियामि। ભાવાર્થ – તે સમયે બાજુમાં બેસી નૌકા ચલાવનારા ઘણા કુક્ષિધારો, કર્ણધાર નાવિકો, અંદર છૂટક કામ કરનારા ગભિલકો તથા દરિયાઈ મુસાફરી કરનારા નૌકાવણિકોએ નિર્યામકની પાસે આવીને પૂછયું કેહે દેવાનુપ્રિય! તમે શૂન્યમનસ્ક થઈને, શા માટે ચિંતા કરી રહ્યા છો ?
ત્યારે તે નિર્યામકે ઘણા કુક્ષિધારકો વગેરેને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! મારી બુદ્ધિ બહેર મારી ગઈ છે યાવત નૌકા કયા દેશ, દિશા કે વિદિશામાં તણાઈ રહી છે તેની સમજ મને પડતી નથી તેથી હું નિરાશ બની ચિંતામગ્ન બની ગયો છું. | ६ तएणं ते कुच्छिधारा य जाववाणियगा तस्स णिज्जामयस्स अंतिए एयमटुं सोच्चा णिसम्म भीया तत्था उव्विग्गा उव्विग्गमणा ण्हाया जावकरयल परिग्गहियं बहूणं इंदाण य खंदाण य जहा मल्लिणाए जाव उवायमाणा-उवायमाणा चिट्ठति । ભાવાર્થ - ત્યારે નિર્ધામક પાસેથી આ વાત સાંભળીને અને સમજીને તે કુક્ષિધરો વગેરે ભયભીત થયા, ત્રાસ પામ્યા, ઉદ્વિગ્ન થયા, ગભરાઈ ગયા. તેઓએ સ્નાન કર્યું અને મલ્લી અધ્યયનના અહંન્નક પ્રકરણમાં કહ્યા પ્રમાણે ઘણા ઇન્દ્ર, સ્કંધ આદિ દેવોની હાથ જોડીને મસ્તક પર અંજલી કરીને માનતા કરવા લાગ્યા. | ७ तए णं से णिज्जामए तओ मुहत्तंतरस्स लद्धमईए, लद्धसुईए, लद्धसण्णे अमूढदिसाभाए जाए यावि होत्था । तए णं से णिज्जामए ते बहवे कुच्छिधारा जाव वाणियगा एवं वयासी- एवं खलु अहं देवाणुप्पिया ! लद्धमईए जाव अमूढदिसाभाए जाए । अम्हं णं देवाणुप्पिया! कालियदीवंतेणं संवूढा, एसणं कालियदीवे आलोक्कइ । ભાવાર્થ - થોડીવાર પછી તે નિર્ધામક લબ્ધમતિ, લબ્ધ શ્રુતિ, લબ્ધસંજ્ઞા અને દિગુમૂઢતા રહિત થઈ ગયો ત્યારે તેણે ઘણા કુક્ષિધારો યાવત નૌકાવણિકોને કહ્યું- હે દેવાનુપ્રિયો ! મને બુદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ છે થાવત મારી દિશામૂઢતા નષ્ટ થઈ ગઈ છે. હે દેવાનુપ્રિયો ! આપણે લોકો કાલિક દ્વીપની સમીપે પહોંચી રહ્યા છીએ. જુઓ, આ કાલિક દ્વીપ દેખાઈ રહ્યો છે.