________________
अध्य०-१७ : खाडीर्श (अव)
સત્તરમું અધ્યયન
खाडीर्थ (अश्व)
अध्ययन प्रारंभ :
१ जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं सोलसमस्स णायज्झयणस्स अयमट्ठे, पण्णत्ते, सत्तरसमस्स णं णायज्झयणस्स के अट्ठे पण्णत्ते ?
૪૨૫
ભાવાર્થ :– હે ભગવન્ ! જો શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ સોળમા જ્ઞાત—અધ્યયનના આ ભાવ કહ્યા છે, તો સત્તરમા જ્ઞાત—અધ્યયનના કયા ભાવ ફરમાવ્યા છે ?
२ एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं हत्थिसीसे णामं णयरे होत्था, वण्णओ। तत्थ णं कणगऊ णामं राया होत्था, वण्णओ ।
ભાવાર્થ :- હે જંબૂ ! તે કાલે અને તે સમયે હસ્તિશીર્ષ નામનું નગર હતું. તે નગરમાં કનકકેતુ નામના રાજા હતા. નગર અને રાજાનું વર્ણન શ્રી ઔપપાતિક સૂત્ર પ્રમાણે જાણવું.
નૌકાવણિકોનું કાલિકદ્વીપ ગમન
ઃ
३ तत्थ णं हत्थिसीसे णयरे बहवे संजत्ता-णावावाणियगा परिवसंति- अड्डा जाव बहुजणस्स अपरिभूया यावि होत्था । तए णं तेसिं संजत्ता णावावाणियगाणं अण्णया कयाइं एगयओ सहियाणं जहा अरहणए जाव लवणसमुद्दं अणेगाइं जोयणसयाई ओगाढा यावि होत्था ।
ભાવાર્થ :- તે હસ્તિશીર્ષ નગરમાં સાંયાત્રિક નૌકાવણિકો (દેશાંતરમાં નૌકા-જહાજ દ્વારા વ્યાપારાર્થ મુસાફરી કરનારા વ્યાપારી) રહેતા હતા. તે ધનાઢય હતા યાવત્ ઘણા લોકોને માટે આદર્શભૂત હતા. કોઈ સમયે દરિયાઈ મુસાફરી કરનારા તે નૌકાવણિકો પરસ્પર મળ્યા. અર્હન્નક શ્રાવકની જેમ તેઓએ દરિયો ખેડવા જવાનો વિચાર કર્યો યાવત્ તેઓની નૌકા યાત્રાનો પ્રારંભ થયો અને તેઓ લવણ સમુદ્રમાં સેંકડો યોજન આગળ નીકળી ગયા.
४
सिंजा बहूणि उप्पाइयसयाइं जहा माकंदियदारगाणं जावकालियवाए य तत्थ समुत्थिए । तए णं सा णावा तेणं कालियवाएणं आघोलिज्जमाणी-आघोलिज्जमाणी, संचालिज्जमाणी-संचालिज्जमाणी, संखोहिज्जमाणी- संखोहिज्जमाणी तत्थेव परिभमइ । तणं से णिज्जाम णट्टमईए सुईए णटुसण्णे मूढदिसाभाए जाए यावि होत्था । ण जाणइ कयरं देसं वा दिसिं वा विदिसं वा पोयवहणे अवहिए त्ति कट्टु ओहयमणसंकप्पे जावझियायइ ।