________________
| અધ્ય–૧૬: અમરકંકા: દ્રૌપદી
[ ૪૨૩ ]
આલોચના-પ્રતિક્રમણ કરીને, કાળના સમયે કાળધર્મ પામીને, બ્રહ્મલોક નામના સ્વર્ગમાં દેવરૂપે ઉત્પન્ન થઈ. २१८ तत्थ णं अत्थेगइयाणं देवाणं दस सागरोवमाई ठिई पण्णत्ता । तत्थ णं दुवयस्स (दोवइस्स) देवस्स दस सागरोवमाई ठिई पण्णत्ता। ભાવાર્થ:- બ્રહ્મલોક નામના પાંચમા દેવલોકમાં કેટલાક દેવોની દસ સાગરોપમની સ્થિતિ કહી છે. તેમાં (દ્રૌપદી) દ્રુપદ દેવે પણ દસ સાગરોપમની સ્થિતિ પ્રાપ્ત કરી. २१९ से णं भंते ! दुवए देवे ताओ जावमहाविदेहे वासे जाव अंतं काहिइ । ભાવાર્થ:- (ગૌતમ સ્વામીએ શ્રમણ ભગવાન મહાવીરને પ્રશ્ન કર્યો-) હે ભગવન્! તે દ્રુપદદેવ ત્યાંથી ચ્યવીને ક્યાં જન્મ લેશે? ત્યારે ભગવાને ઉત્તર આપ્યો- ત્યાંથી ચ્યવીને, મહાવિદેહક્ષેત્રમાં ઉત્પન્ન થઈને યાવત્ સર્વ કર્મોનો અંત કરશે. २२० एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं सोलसमस्स णायज्झयणस्स अयमढे પUારે ત્તિ વેનિ II ભાવાર્થ:-શ્રી સુધર્મા સ્વામીએ કહ્યું- હે જંબૂ! આ પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ સોળમા જ્ઞાત-અધ્યયનનો આ અર્થ પ્રતિપાદિત કર્યો છે. જેમ મેં સાંભળ્યું છે તેમ તને કહું છું. વિવેચન :
પ્રસ્તુત અધ્યયનમાં દ્રૌપદી દેવીની ઘટિત જીવન ઘટનાને દષ્ટાંતરૂપે રજૂ કરીને બોધ આપવામાં આવ્યો છે.
ત્રિકરણ શુદ્ધિપૂર્વકનું આહારદાન અને નિદાન રહિત સંયમ-તપ મોક્ષરૂપ ફળને આપે છે, તે વાતનો બોધ આપતી બે ગાથા વૃત્તિમાં જોવા મળે છે. યથા
सुबहू वि तव-किलेसो, णियाण-दोसेण दूसिओ संतो।
ण सिवाय दोवईए, जह किल सुकुमालिया-जम्मे ॥१॥ અર્થ– દીર્ઘકાલ સુધી તપશ્ચર્યા કર્યા પછી પણ તે નિદાન દોષથી દૂષિત થઈ જાય તો તે તપ મોક્ષપ્રદ થતું નથી, જેમ સુકુમાલિકાના ભાવમાં કરેલું નિદાન દ્રૌપદીના ભાવમાં કલ્યાણકારક ન થયું.ll૧l.
अमणुण्णमभत्तीए, पत्ते दाणं भवे अणत्थाय ।
નદ ડુ-તુંવ-વાળખાસિરિઝવાન લવણ રા. અર્થ- સુપાત્રને અપાતો આહાર અમનોજ્ઞ હોય, ભક્તિપૂર્વક અપાયો ન હોય, તો તે અનર્થનું કારણ થાય છે, જેમ નાગશ્રી બ્રાહ્મણીના ભવમાં દ્રૌપદીના જીવ દ્વારા અપાયેલું કડવા તુંબડાનું દાન.ll
સોળમું અધ્યયન સંપૂર્ણ .