________________
[ ૪૨૨ ]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
एवं खलु देवाणुप्पिया ! अरहा अरिटुणेमि जाव कालगए, तं सेयं खलु अम्हं देवाणुप्पिया ! इमं पुव्वगहियं भत्तपाणं परिह्मवेत्ता सेत्तुज पव्वयं सणियं सणियं दुरूहित्तए, संलेहणा-झूसणा-झोसियाणं कालं अणवकंखमाणाणं विहरित्तए त्ति कटु अण्णमण्णस्स एयमढे पडिसुणेति, पडिसुणित्ता तं पुव्वगहियं भत्तपाणं एगंते परिटुर्वेति, परिढवित्ता जेणेव सेत्तुंजे पव्वए तेणेव उवागच्छंति, उवागच्छित्ता सेत्तुजं पव्वयं दुरुहंति, दुरुहित्ता जाव कालं अणवकंखमाणा विहरति । ભાવાર્થ :- ત્યારે યુધિષ્ઠિર સિવાયના તે ચારે અણગારોએ ઘણા માણસો પાસેથી આ સમાચાર સાંભળીને તરત જ હસ્તીકલ્પ નગરમાંથી બહાર નીકળીને સહસામ્રવન ઉદ્યાનમાં યુધિષ્ઠિર અણગાર પાસે આવીને આહાર-પાણીની પ્રતિલેખના કરી ગમનાગમનનું પ્રતિક્રમણ કર્યું, એષણા-અનેષણાની આલોચના કરીને યુધિષ્ઠિર અણગારને આહાર-પાણી બતાવીને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિય! અરિહંત અરિષ્ટનેમિ કાળધર્મને પ્રાપ્ત થયા છે, હે દેવાનુપ્રિય! હવે આપણા માટે એ જ યોગ્ય છે કે ભગવાનના નિર્વાણનો વૃત્તાંત સાંભળ્યા પહેલા ગ્રહણ કરેલા આહાર-પાણીને પરઠવીને ધીરે-ધીરે શત્રુંજય પર્વત પર ચઢીએ અને ત્યાં સંલેખના કરીને, ઝોષણા(કર્મ શોષણની ક્રિયા)નું સેવન કરીને, મૃત્યુની આકાંક્ષા(ઇચ્છા) નહીં કરતાં વિચરીએ; આ પ્રમાણે કહીને પરસ્પરના આ વિચારનો સ્વીકાર કરીને, પહેલા ગ્રહણ કરેલા આહાર-પાણીને એક જગ્યાએ પાઠવી દીધા. પરઠવીને શેત્રુંજય પર્વત પર ચઢયા યાવત મૃત્યુની આકાંક્ષા ન કરતા સંથારો સ્વીકાર કર્યો. પાંડવોને મોક્ષગમન :२१६ तए णं ते जुहिट्ठिलपामोक्खा पंच अणगारा सामाइयमाइयाई चोद्दस पुव्वाई अहिज्जित्ता बहूणि वासाणि सामण्णपरियागं पाउणित्ता, दोमासियाए संलेहणाए अत्ताणं झोसित्ता जस्सट्ठाए कीरइ णग्गभावे जावतमटुं आराहेंति, आराहित्ता अणंते केवलवरणाणदंसणे समुप्पपाडेत्ता जाव सिद्धा । ભાવાર્થ - યુધિષ્ઠિર આદિ પાંચે અણગારોએ સામાયિકથી લઈને ચૌદપૂર્વોનો અભ્યાસ કરીને, ઘણા વર્ષો સુધી શ્રમણ્યપર્યાયનું પાલન કરીને, બે માસની સંખનાથી આત્માને સેવિત કરીને(કર્મક્ષય કરીને) જે પ્રયોજનને માટે નગ્નતા, મુંડતા આદિ રૂપ સંયમ સ્વીકાર્યો હતો, તે પ્રયોજનને સિદ્ધ કર્યું. તેઓએ અનંત કેવળજ્ઞાન અને કેવળ દર્શનને પ્રાપ્ત કર્યું કાવત્ તેઓ સિદ્ધ થયા. આર્યા દ્રૌપદીનું સ્વર્ગગમન - २१७ तए णं सा दोवई अज्जा सुव्वयाणं अज्जियाणं अंतिए सामाइयमाइयाई ए क्कारस्स अंगाई अहिज्जइ, अहिज्जित्ता बहूणि वासाणि सामण्णपरियागं पाउणित्ता मासियाए संलेहणाए आलोइयपडिक्कंता कालमासे कालं किच्चा बंभलोए उववण्णा । ભાવાર્થ - દીક્ષા અંગીકાર કર્યા પછી દ્રોપદી આર્યાએ સુવ્રતા આર્યાની પાસે સામાયિકથી લઈને અગિયાર અંગોનું અધ્યયન કરીને, ઘણા વર્ષો સુધી શ્રમણ્યપર્યાયનું પાલન કરીને, એકમાસની સંખના કરીને,