________________
| અધ્ય–૧૬: અમરકંકા: દ્રૌપદી
૪૨૧]
સંયમ અનેતપથી આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. તે સમયે ઘણા મનુષ્યો પરસ્પર આ પ્રમાણે વાર્તાલાપ કરતાં હતા કે– હે દેવાનુપ્રિયો! તીર્થકર અરિષ્ટનેમિ સૌરાષ્ટ્ર જનપદમાં ભાવવિચરી રહ્યા છે. ત્યારે યુધિષ્ઠિર આદિ પાંચે અણગારોએ ઘણા લોકો પાસેથી આ વૃત્તાંત સાંભળીને એકબીજાને બોલાવીને કહ્યું- હે દેવાનુપ્રિયો ! અરિહંત અરિષ્ટનેમિ અનુક્રમથી વિચરતા યાવતું સૌરાષ્ટ્ર જનપદ (દશ) માં પધાર્યા છે, તેથી સ્થવિર ભગવંતની આજ્ઞા મેળવીને તીર્થકર અરિષ્ટનેમિને વંદન કરવા માટે જવું આપણા માટે શ્રેયસ્કર છે. પરસ્પર એક-બીજાની આ વાતને સ્વીકારીને તેઓ સ્થવિર ભગવંત પાસે ગયા, ત્યાં જઈને સ્થવિર ભગવંતને વંદન-નમસ્કાર કરીને કહ્યું- હે ભગવન્! આપની આજ્ઞા મેળવીને અમે અરિહંત અરિષ્ટનેમિના દર્શન કરવા જવા ઇચ્છીએ છીએ. સ્થવિર મુનિએ કહ્યું- હે દેવાનુપ્રિયો ! જેમ સુખ ઉપજે તેમ કરો. २१३ तए णं ते जुहिट्ठिलपामोक्खा पंच अणगारा थेरेहिं अब्भणुण्णाया समाणा थेरे भगवंते वंदतिणमंसंति, वंदित्ता णमंसित्ता थेराणं अंतियाओपडिणिक्खमंति,पडिणिक्खमित्ता मासंमासेण अणिक्खित्तेणं तवोकम्मेणं गामाणुगामं दूइज्जमाणा जावजेणेव हत्थिकप्पेणयरे तेणेव उवागच्छंति, उवागच्छित्ता हत्थिकप्पस्स बहिया सहसंबवणे उज्जाणे जावविहरंति। ભાવાર્થ:- ત્યાર પછીતે યુધિષ્ઠિર આદિ પાંચે અણગારો સ્થવિર ભગવાન પાસેથી આજ્ઞા મેળવીને, તેઓને વંદન-નમસ્કાર કરીને, તેમની પાસેથી નીકળીને માસખમણના પારણે માસમણ કરતાં કરતાં, ગામેગામ વિહાર કરતાં હસ્તીકલ્પ નગર પહોંચ્યા અને હસ્તીકલ્પ નગરની બહાર સહસ્રામ્રવન નામના ઉદ્યાનમાં રહ્યા. २१४ तए णं ते जुहिट्ठिलवज्जा चत्तारि अणगारा मासक्खमणपारणए पढमाए पोरिसीए सज्झायं करेंति बीयाए झाणं झायंति एवं जहा गोयमसामी, णवरं जुहिट्ठिलं आपुच्छंति जाव अडमाणा बहुजणसदं णिसाति- एवं खलु देवाणुप्पिया ! अरहा अरिटुणेमी उज्जिंत- सेलसिहरे मासिएणं भत्तेणं अपाणएणं पंचहिं छत्तीसेहिं अणगारसएहिं सद्धिं कालगए सिद्धे बुद्धे मुत्ते अंतगडे सव्वदुक्खप्पहीणे । ભાવાર્થ :- ત્યાર પછી યુધિષ્ઠિર સિવાયના શેષ ચાર અણગારોએ મા ખમણના પારણાના દિવસે પહેલા પહોરે સ્વાધ્યાય કરી, બીજા પહોરે ધ્યાન કર્યું. ગૌતમ સ્વામીની જેમ જ યુધિષ્ઠિર અણગારની અનુમતિ લઈને ભિક્ષા માટે ફરી રહ્યા હતા, ત્યારે તેઓએ ઘણા મનુષ્યો પાસેથી સાંભળ્યું કે– હે દેવાનુપ્રિયો! તીર્થકર અરિષ્ટનેમિ ગિરનાર પર્વતના શિખર પર એક મહિનાના નિર્જળા ઉપવાસ કરીને, પાંચસો છત્રીસ સાધુઓની સાથે કાળધર્મને પામ્યા છે યાવત સિદ્ધ, બુદ્ધ, મુક્ત, અંતકૃત થઈને સમસ્ત દુઃખોથી રહિત થયા છે. પાંડવો દ્વારા અનશન સ્વીકાર:२१५ तए णं ते जुहिट्ठिलवज्जा चत्तारि अणगारा बहुजणस्स अंतिए एयमढे सोच्चा हत्थिकप्पाओ पडिणिक्खमंति, पडिणिक्खमित्ता जेणेव सहसंबवणे उज्जाणे जेणेव जुहिट्ठिले अणगारे तेणेव उवागच्छंति, उवागच्छित्ता भत्तपाणं पच्चुवेक्खंति, पच्चुवेक्खित्ता गमणागमणस्सपडिक्कमंति, पडिक्कमित्ता एसणमणेसणं आलोएंति, आलोइत्ता भत्तपाणंपडिदंसेंति, पडिदंसित्ता एव वयासी