________________
| ४१८ ।
શ્રી શાતાધર્મકથા સૂત્ર
वासुदेवा बलदेवा चक्कवट्टी । तं गच्छंतु णं पंच पंडवा दाहिणिल्लं वेयालिं, तत्थ पंडुमहुरं णिवेसंतु, ममं अदिट्ठसेवगा भवंतु त्ति कटु कोंतिं देवि सक्कारेइ सम्माणेइ सक्कारित्ता सम्माणित्ता पडिविसज्जेइ । ભાવાર્થ - ત્યારે કૃષ્ણ વાસુદેવે કુંતીદેવીને કહ્યું– ફેબા ! ઉત્તમ પુરુષ અર્થાત્ વાસુદેવ, બલદેવ અને ચક્રવર્તી અપૂતિ વચનવાળા હોય છે. અર્થાત્ જે કાંઈ બોલે તે એક જ વાર કહે છે. તેમના વચન મિથ્યા થતા નથી. બદલતા નથી. હે દેવાનુપ્રિયે ! પાંચે પાંડવો દક્ષિણ દિશાના સમુદ્ર કિનારે જાય, ત્યાં પાંડુ-મથુરા નામની નવી નગરી વસાવે અને મારા અદશ્ય સેવક થઈને રહે અર્થાત્ મારી સામે ન આવે. આ પ્રમાણે કહીને તેઓએ કુંતીદેવીનો સત્કાર-સન્માન કરીને વિદાય આપી. २०५ तए णं सा कोंती देवी जाव पंडुस्स एयमटुंणिवेदेइ । तए णं पंडू राया पंच पंडवे सद्दावेइ, सदावित्ता एवं वयासी- गच्छह णं तुब्भे पुत्ता ! दाहिणिल्लं वेयालि तत्थ णं तुब्भे पंडुमहुरं णिवेसेह ।
तए णं पंच पंडवा पंडुस्स रण्णो एयमटुं तह त्ति पडिसुर्णेति, पडिसुणित्ता सबलवाहणा हयगय जाव हत्थिणाउराओ पडिणिक्खमंति, पडिणिक्खमित्ता जेणेव दक्खिणिल्ले वेयाली तेणेव उवागच्छंति, उवागच्छित्ता पंडुमहुरं णयरिं णिवेसंति तत्थ विणं ते विउलभोग- समिइसमण्णागया यावि होत्था । ભાવાર્થ - ત્યાર પછી કુંતીદેવીએ પાંડુરાજાને આ વૃત્તાંત કહ્યો ત્યારે પાંડુરાજાએ પાંચ પાંડવોને બોલાવીને કહ્યું- હે પુત્રો ! તમે દક્ષિણ દિશાના સમુદ્રના કિનારે જાઓ અને ત્યાં પાંડુ-મથુરા નગરી વસાવીને રહો.
ત્યારે પાંચ પાંડવોએ પાંડુરાજાની આ વાતને ‘તથાસ્તુ' કહીને સ્વીકારી લીધી. તેઓ બલ-સેના વાહનો, ઘોડા, હાથી (આદિ ચતુરંગિણી સેના તથા અનેક સુભટોની) સાથે હસ્તિનાપુરથી બહાર નીકળ્યા અને દક્ષિણી બેલાતટ પર પહોંચ્યા. ત્યાં પાંડુમથુરા નગરીની સ્થાપના કરીને વિપુલ ભોગો ભોગવતા સુખપૂર્વક રહેવા લાગ્યા. २०६ तएणंसा दोवई देवी अण्णया कयाइ आवण्णसत्ता जाया यावि होत्था । तएणंदोवई देवी णवण्हं मासाणं बहुपडिपुण्णाणं जावसुरूवंदारगं पयाया- सूमालं जाव जम्हा णं अम्हं एसदारए पचण्ह पडवाण पुत्तदोवईएदेवीए अत्तए, तहोउ अम्ह इमस्सदारगस्सणामधज्ज पंडुसेणे । तए णं तस्स दारगस्स अम्मापियरो णामधेज्जं करेंति "पंडुसेण" त्ति । बावत्तरि कलाओ जाव अलं भोगसमत्थे जाए । जुवराया जाव विहरइ। ભાવાર્થ - ત્યાર પછી કોઈ સમયે દ્રોપદીદેવી ગર્ભવતી બની. નવમાસ પૂર્ણ થતા દ્રૌપદીદેવીએ સુંદર સુકુમાર બાળકને જન્મ આપ્યો. આ બાળક પાંચ પાંડવોનો પુત્ર અને દ્રૌપદીદેવીનો આત્મજ છે, તેથી આ બાળકનું નામ “પાંડુસેન’ હોવું જોઈએ(તેમ વિચારીને) તે બાળકના માતાપિતાએ તેનું નામ “પાંડુસેન” રાખ્યું.
તે બાળક ક્રમશઃ મોટો થવા લાગ્યો, બોતેર કળામાં પારંગત થયો યાવત્ યુવાવસ્થાને પ્રાપ્ત થયો. થાવત્ તે યુવરાજ પદે વિચરવા લાગ્યો.