________________
| અધ્ય–૧૬: અમરકંકા દ્રૌપદી
[ ૪૧૭ ]
ત્યારે પાંચ પાંડવોએ પાંડુરાજાને ઉત્તર આપ્યો- હે તાત! અમે અમરકંકાથી પાછા ફરતાં હતા, ત્યારે બે લાખ યોજનાના વિસ્તારવાળા લવણસમુદ્રને પાર કરી લીધો, ત્યારે કૃષ્ણ વાસુદેવે અમને કહ્યું- હે દેવાનુપ્રિયો! તમે જાઓ અને ગંગા મહાનદી પાર કરો યાવત સામે કિનારે મારી રાહ જોવો. ત્યાં સુધીમાં હું સુસ્થિત દેવને મળીને આવું છું યાવતું અમે નૌકા છુપાવીને તેમની રાહ જોતા રહ્યા. ત્યારપછી કૃષ્ણ વાસુદેવ લવણસમુદ્રના અધિપતિ સુસ્થિત દેવને મળીને ગંગામહાનદીના કિનારે આવ્યા વગેરે સર્વ વર્ણન કર્યું પરંતુ કૃષ્ણ પાંચ પાંડવો માટે જે વિચાર કર્યો હતો તે કહ્યો નહીં થાવત્ અમોને દેશ નિકાલની આજ્ઞા આપી છે. २०१ तए णं से पंडुराया ते पंच पंडवे एवं वयासी- दलृ णं पुत्ता ! कयं कण्हस्स वासुदेवस्स विप्पियं करेमाणेहिं । ભાવાર્થ - ત્યારે પાંડુરાજાએ પાંચ પાંડવોને કહ્યું- હે પુત્રો ! તમે કૃષ્ણવાસુદેવનું અપ્રિય(અનિષ્ટ) કરીને ખરાબ કામ કર્યું છે. २०२ तए णं पंडूराया कोंति देविं सद्दावेइ, सदावित्ता एवं वयासी- गच्छ णं तुम देवाणुप्पिया! बारवई, कण्हस्स वासुदेवस्स णिवेदेहि- एवं खलु देवाणुप्पिया! तुम्हे पच पडवा णिव्विसया आणत्ता । तुम च ण देवाणुप्पिया ! दाहिणभरहस्स सामी। त संदिसंतुणं देवाणुप्पिया ! ते पंच पंडवा कयरं देसं वा दिसि वा विदिसि वा गच्छंतु ? ભાવાર્થ - ત્યારપછી પાંડુરાજાએ કુંતીદેવીને બોલાવીને કહ્યું- હે દેવાનુપ્રિય ! તમે દ્વારિકા જાઓ અને કૃષ્ણ વાસુદેવને નિવેદન કરો કે હે દેવાનુપ્રિય ! તમે પાંચ પાંડવોને દેશ નિકાલ આજ્ઞા આપી છે. તે દેવાનુપ્રિય! તમે દક્ષિણાર્ધ ભરતક્ષેત્રના અધિપતિ છો, તેથી હે દેવાનુપ્રિય! આપ આદેશ આપો કે પાંચ પાંડવો કયા દેશમાં, કઈ દિશા કે વિદિશામાં જઈને નિવાસ કરે ? २०३ तए णं सा कोंती पंडुणा एवं वुत्ता समाणी हत्थिखधं दुरुहइ, जहा हेट्ठा जाव संदिसंतु णं पिउच्छा ! किमागमणपओयणं?
तए णं सा कोंती कण्हं वासुदेवं एवं वयासी- एवं खलु पुत्ता ! तुमे पंच पंडवा णिव्विसया आणत्ता । तुमं च णं दाहिणड्डभरहस्स सामी । तं संदिसंतु णं देवाणुप्पिया ते पंच पंडवा कयरं देसं वा दिसं वा विदिसि वा गच्छंतु ? ભાવાર્થ - પાંડુરાજાએ આ પ્રમાણે કહ્યું ત્યારે કુંતીદેવી હાથીના સ્કંધ પર આરૂઢ થઈને દ્વારિકા પહોંચ્યા. થાવત્ કૃષ્ણ પૂછ્યું- હે ફૈબા ! આજ્ઞા કરો, આપના આગમનનું શું પ્રયોજન છે?
ત્યારે કુંતીદેવીએ કૃષ્ણ વાસુદેવને કહ્યું- હે પુત્ર ! તમે પાંચ પાંડવોને દેશ નિકાલનો આદેશ આપ્યો છે અને તમે દક્ષિણાર્ધ ભરતક્ષેત્રના સ્વામી છો, તો તમે કહો કે તેઓ ક્યા દેશમાં, કઈ દિશા કે વિદિશામાં જઈને નિવાસ કરે ? પાંડુમથુરાની સ્થાપના:२०४ तएणंसेकण्हे वासुदेवे कोंतिं देवि एवं वयासी- अपूइवयणा णं पिउच्छा ! उत्तमपुरिसा