________________
| ४१
।
શ્રી શાતાધર્મકથા સૂત્ર
संभग्गा, दोवई साहत्थि उवणीया, तया णं तुब्भेहिं मम माहपं ण विण्णायं, इयाणिं जाणिस्सह त्ति कटु लोहदंडं परामुसइ, पंचण्हं पंडवाणं रहे चूरेइ, चूरित्ता णिव्विसए आणवेइ, आणवित्ता तत्थ णं रहमद्दणे णामं कोट्टे णिविढे । ભાવાર્થ - પાંચ પાંડવોનો આ જવાબ સાંભળી, હૃદયમાં અવધારી કૃષ્ણ વાસુદેવ એકદમ ક્રોધાભિભૂત થઈ ગયા યાવતું લલાટ પર ત્રણ સળવાળી ભ્રકુટી ચઢાવીને પાંડવોને કહ્યું કે બે લાખ યોજનના વિસ્તારવાળા લવણ સમુદ્રને પાર કરીને પદ્મનાભ રાજાને જીત્યો, તેની સેનાને મથી નાખી, અમરકંકા નગરીને ખેદાનમેદાન કરી નાંખી અને દ્રૌપદીને છોડાવી લાવીને તમને સોંપી ત્યારે તમે મારું માહાભ્ય ન જોયું(મારા બળને જાણી ન શકયા?) તો હવે મારું બળ જોઈ લો, તેમ કહીને એક લોખંડના દંડને હાથમાં લઈ પાંચે પાંડવોના રથોના ચૂરેચૂરા કરી નાંખ્યા અને તેઓને દેશનિકાલની આજ્ઞા(સજા) કરીને, તે સ્થાને “રથમર્દન’ નામનું નગર વસાવ્યું. કૃષ્ણનો દ્વારિકામાં પ્રવેશ - १९९ तए णं से कण्हे वासुदेवे जेणेव सए खंधावरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता सएणं खंधावारेणं सद्धिं अभिसमण्णागए यावि होत्था । तए णं से कण्हे वासुदेवे जेणेव बारवई णयरी तेणेव उवागच्छइ, उवागच्छित्ता बारवई णयरिं अणुपविसइ । ભાવાર્થ - ત્યારપછી કૃષ્ણ વાસુદેવ પોતાના સૈન્યની છાવણીમાં આવીને પોતાના સૈનિકોને મળ્યા, તેઓની સાથે કૃષ્ણ વાસુદેવ દ્વારિકા નગરી સમીપે આવ્યા અને દ્વારિકા નગરીમાં પ્રવેશ કર્યો. પાંડવોની પાંડુરાજા સાથે વિચારણા - २०० तए णं ते पंच पंडवा जेणेव हत्थिणाउरे णयरे तेणेव उवागच्छंति, उवागच्छित्ता जेणेव पंडू राया तेणेव उवागच्छंति, उवागच्छित्ता करयल जाव एवं वयासी- एवं खलु ताओ ! अम्हे कण्हेणं णिव्विसया आणत्ता । तए णं पंडुराया ते पंचपंडवे एवं वयासीकहं णं पुत्ता ! तुब्भे कण्हेणं वासुदेवेणं णिव्विसया आणत्ता ?
__ तए णं पंच पंडवा पंडुरायं एवं वयासी- एवं खलु ताओ ! अम्हे अमरकंकाओ पडिणियत्ता लवणसमुदं दोणि जोयणसयसहस्साई वीइवइत्था । तए णं से कण्हे वासुदेवे अम्हे एवं वयासी- गच्छह णं तुब्भे देवाणुप्पिया ! गंगामहाणइं उत्तरह जाव चिट्ठह, एवं जाव तहेव चिट्ठेमो । तए णं से कण्हे वासुदेवे सुट्टियं लवणाहिवइं दठूण जेणेव गंगा महाणई तेणेव उवागच्छइ, तं चेव सव्वं वुच्चइ णवरं कण्हस्स चिंता ण वुच्चइ जाव अम्हे णिव्विसए आणवेइ । ભાવાર્થ :- ત્યારપછી તે પાંચ પાંડવો હસ્તિનાપુર નગર આવ્યા અને પાંડુરાજાની પાસે પહોંચીને હાથ જોડીને યાવત આ પ્રમાણે બોલ્યા- હે તાત! કૃષ્ણ અમને દેશનિકાલની આજ્ઞા આપી છે. ત્યારે પાંડુરાજાએ પાંચ પાંડવોને પ્રશ્ન કર્યો- હે પુત્રો ! તેનું શું કારણ છે કે કૃષ્ણ વાસુદેવે તમોને દેશ નિકાલની આજ્ઞા આપી ?