________________
| अध्य-११ : अमरदीपही
| ४१५ ।
તેઓએ પોતાના અશ્વ અને સારથીયુક્ત રથને એક હાથથી ઉપાડ્યો અને બીજા હાથથી સાડા બાસઠ યોજનના વિસ્તારવાળી ગંગા મહાનદીને તરીને પાર કરવા લાગ્યા.
- કૃષ્ણ વાસુદેવ તરતા-તરતાં ગંગા મહાનદીની મધ્યમાં પહોંચ્યા ત્યાં થાકી ગયા, ખેદખિન્ન થઈ ગયા, સંતપ્ત થઈ ગયા, પસીનાથી રેબઝેબ થઈ ગયા. १९६ तए णं तस्स कण्हस्स वासुदेवस्स इमे एयारूवे अज्झथिए जावसमुप्पज्जित्था- अहो णं पंच पंडवा महाबलवग्गा जेहिं गंगा महाणई बासढेि जोयणाई अद्धजोयणं च वित्थिण्णा बाहाहिं उत्तिण्णा । इच्छंतएहिं णं पंचहिं पंडवेहिं पउमणाभेराया जावणो पडिसेहिए ।
तए णं गंगा देवी कण्हस्स इमं एयारूवं अज्झत्थियं जावजाणित्ता थाहं वियरइ । तए णं से कण्हे वासुदेवे मुहुत्तंतरं समासासेइ, समासासित्ता गंगा महाणई बासढेि जाव उत्तरइ, उत्तरित्ता जेणेव पंच पंडवा तेणेव उवागच्छइ, उवागच्छित्ता पंच पंडवे एवं वयासी- अहो णं तुब्भे देवाणुप्पिया ! महाबलवगा, जेणं तुब्भेहिं गंगा महाणई बासद्धिं जाव उत्तिण्णा । इच्छतएहिं णं तुब्भेहिं पउमणाहे जाव णो पडिसेहिए । ભાવાર્થ – તે સમયે કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે વિચાર આવ્યો કે– અહો! પાંચ પાંડવો મહાબળવાન છે, તેઓએ સાડા બાસઠ યોજન વિસ્તારવાળી ગંગા મહાનદીને પોતાની ભુજાઓ વડે તરીને પાર કરી છે! પાંચ પાંડવોએ જાણીબૂઝીને જ પદ્મનાભને પરાજિત કર્યો નહીં હોય.
ત્યારે ગંગાદેવીએ કૃષ્ણ વાસુદેવના અધ્યવસાયને જાણીને જલના સ્થાને સ્થળ કરી દીધું. ત્યાં કૃષ્ણ વાસુદેવે થોડીવાર વિસામો લીધો. વિસામો લીધા પછી સાડા બાસઠ યોજન વિસ્તૃત ગંગા મહાનદીને તરીને પાર કરી, પાંચ પાંડવો પાસે પહોંચ્યા અને કહ્યું કે- અહો દેવાનુપ્રિયો ! તમે ઘણા બળવાન છો. તમોએ સાડાબાસઠ યોજન વિસ્તૃત ગંગામહાનદીને બાહુબળથી પાર કરી છે. તમે જાણીબુઝીને પદ્મનાભને પરાજિત કર્યો નથી. १९७ तए णं पंच पंडवा कण्हेणं वासुदेवेणं एवं वुत्ता समाणा कण्हं वासुदेवं एवं वयासी- एवं खलु देवाणुप्पिया ! अम्हे तुब्भेहिं विसज्जिया समाणा जेणेव गंगा महाणई तेणेव उवागच्छामो, उवागच्छित्ता एगट्ठियाए मग्गणगवेसणं करेमो तं चेव जाव णूमेमो, तुब्भे पडिवालेमाणा चिट्ठामो । ભાવાર્થ - કૃષ્ણ વાસુદેવે આ પ્રમાણે કહ્યું ત્યારે પાંચ પાંડવોએ કૃષ્ણ વાસુદેવને કહ્યું- હે દેવાનુપ્રિય! તમે અમને વિદાય આપી ત્યારે અમે ગંગા મહાનદીના કિનારે આવ્યા અને નાની નૌકાની શોધ કરી થાવતુ નૌકા છુપાવીને તમારી પ્રતીક્ષા કરતા અહીં ઊભા છીએ. કૃષ્ણ દ્વારા પાંડવોને સજા - १९८ तए णं कण्हे वासुदेवे तेसिं पंचण्हं पंडवाणं एयमटुं सोच्चा णिसम्म आसुरुत्ते जावतिवलियं भिउडिं णिडाले साहुटु एवं वयासी- अहो णं जया मए लवणसमुदं दुवे जोयणसयसहस्सा वित्थिण्णं वीईवइत्ता पउमणाभं हयमहिय जावपडिसेहित्ता अमरकंका