________________
| ४१४ ।
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
ભાવાર્થ:- ત્યાર પછી કપિલ વાસુદેવે, પદ્મનાભનો આ પ્રકારનો ઉત્તર સાંભળીને પદ્મનાભને કહ્યુંઅરે પદ્મનાભ! અપ્રાર્થિતની પ્રાર્થના કરનારા ! શું તું નથી જાણતો કે તે મારી જેવા જ કૃષ્ણ વાસુદેવનું અનિષ્ટ કર્યું છે? ક્રોધિત બની આ પ્રમાણે કહીને તે યાવત પદ્મનાભને દેશનિકાલની આજ્ઞા આપી અને પદ્મનાભના પુત્રને અમરકંકા રાજધાનીમાં મહાન રાજ્યાભિષેકથી અભિષિક્ત કરીને કપિલ વાસુદેવ પોતાના રાજ્યમાં ચાલ્યા ગયા. પાંડવો દ્વારા કૃષ્ણના બળની કસોટી :१९४ तएणं से कण्हे वासुदेवे लवणसमुदं मझमज्झेणं वीइवयमाणे-वीइवयमाणे गंगं उवागाए, ते पंच पंडवे एवं वयासी- गच्छह णं तुब्भे देवाणुप्पिया ! गंगामहाणई उत्तरह जाव ताव अहं सुट्ठियं देवं लवणाहिवइं पासामि ।
तए णं पंच पंडवा कण्हेणं वासुदेवेणं एवं वुत्ता समाणा जेणेव गंगा महाणई तेणेव उवागच्छंति उवागच्छित्ता एगट्ठियाए णावाए मग्गणगवसणं करेंति, करित्ता एगट्ठियाए णावाए गंगामहाणइं उत्तरंति, उत्तरित्ता अण्णमण्णं एवं वयंति- पहू णं देवाणुप्पिया ! कण्हे वासुदेवे गंगामहाणइंवाहाहिं उत्तरित्तए उदाहुणोपभूउत्तरित्तए?त्तिकट्टएगट्ठियंणावं णूमेति, 'मित्ता कण्हं वासुदेवं पडिवालेमाणा-पडिवालेमाणा चिटुंति । ભાવાર્થ - ત્યાર પછી કૃષ્ણ વાસુદેવ લવણસમુદ્રના મધ્યભાગમાંથી પસાર થઈને ગંગાનદીની સમીપે પહોંચ્યા ત્યારે શ્રી કૃષ્ણ પાંચ પાંડવોને કહ્યું- હે દેવાનુપ્રિયો ! તમે જાઓ. ગંગા મહાનદીને પાર કરો ત્યાં સુધીમાં હું લવણસમુદ્રના અધિપતિ સુસ્થિત દેવને મળીને આવું છું.
કૃષ્ણ વાસુદેવે પાંચે પાંડવોને આ પ્રમાણે કહ્યું ત્યારે તેઓ ગંગામહાનદીના કિનારે આવીને લઘુ નૌકાને (રથ સમાય શકે તેવી) શોધી લાવ્યા અને તે નૌકા દ્વારા ગંગામહાનદીને પાર કરીને તેઓએ પરસ્પર વિચાર્યું કે- હે દેવાનુપ્રિય! કૃષ્ણ વાસુદેવ ગંગામહાનદીને બંને હાથો વડે તરીને પાર કરી શકે છે કે નહીં? આપણે તેમની પરીક્ષા કરીએ. આ પ્રમાણે વિચારીને તેઓએ તે નૌકા છુપાવી દીધી, છુપાવીને કૃષ્ણ વાસુદેવની પ્રતીક્ષા કરવા લાગ્યા. १९५ तए णं से कण्हे वासुदेवे लवणाहिवई पासइ, पासित्ता जेणेव गंगा महाणदी तेणेव उवागच्छइ, उवागच्छित्ता एगट्ठियाए सव्वओ समंता मग्गण-गवेसणं करेइ, करित्ता एगट्ठियं णावं अपासमाणे एगाए बाहाए रहं सतुरगं ससारहिं गेण्हइ, एगाए बाहाए गंगं महाणइं बासट्टि जोयणाई अद्धजोयणं च वित्थिण्णं उत्तरिउं पयत्ते यावि होत्था ।
तए णं कण्हे वासुदेवे गंगामहाणईए बहूमज्झदेसभाए संपत्ते समाणे संते तंते परितंते बद्धसेए जाए यावि होत्था । ભાવાર્થ - ત્યાર પછી કૃષ્ણ વાસુદેવ લવણાધિપતિ સુસ્થિત દેવને મળ્યા. મળીને ગંગા મહાનદીના કિનારે આવ્યા, આવીને તેઓએ ચારેબાજુ નાની નૌકાની શોધ કરી, શોધ કરવા છતાં નૌકા ન મળી ત્યારે