________________
અધ્ય—૧૬ : અમરકંકા : દ્રૌપદી
૪૧૩
સ્કંધ પર આરૂઢ થઈને ત્વરિત વેલાફૂલલવણસમુદ્રના કિનારે આવ્યા અને લવણ સમુદ્રની મધ્યમાં થઈને જતા, કૃષ્ણવાસુદેવની શ્વેત અને પીળી ધ્વજાનો અગ્રભાગ જોયો. જોઈને મનોમન વિચારવા લાગ્યા– આ મારી સમાન પુરુષ છે, આ પુરુષોત્તમ કૃષ્ણ વાસુદેવ છે, તે લવણ સમુદ્રની મધ્યમાં થઈને જઈ રહ્યા છે. એમ કહીને કપિલ વાસુદેવે પોતાનો પંચજન્ય શંખ હાથમાં લીધો અને તેણે પોતાના મુખના વાયુથી પૂરિત કર્યો– ફૂંક્યો. १९० तणं से कहे वासुदेवे कविलस्स वासुदेवस्स संखसद्दं आयण्णेइ, आयण्णित्ता पंचजण्णं जाव पूरियं करेइ । तए णं दो वि वासुदेवा संखसद्दसामायारिं करेंति ।
ભાવાર્થ = કૃષ્ણ વાસુદેવે કપિલ વાસુદેવના શંખનો નાદ સાંભળ્યો. સાંભળીને તેઓએ પણ પોતાના પંચજન્ય શંખને યાવત્ મુખના વાયુથી પૂરિત કર્યો—ફૂંક્યો. તે સમયે બન્ને વાસુદેવોનું શંખનાદથી મિલન થયું. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં આ અવસર્પિણીકાલની એક આશ્ચર્યકારક ઘટનાનું વર્ણન છે.
સામાન્ય રીતે એક જ ક્ષેત્રમાં એક સમયમાં બે વાસુદેવનું મિલન થતું નથી પરંતુ આ હૂંડા અવસર્પિણીકાલમાં દશ આશ્ચર્યકારક ઘટનાઓ(અચ્છેરા) ઘટિત થઈ છે. તેમાં ભગવાન નેમનાથના સમયમાં થયેલી આ એક આશ્ચર્યકારક ઘટના છે. ધાતકીખંડના પૂર્વવિભાગના ભરતક્ષેત્રના કપિલ વાસુદેવ અને જંબુદ્રીપના ભરતક્ષેત્રના કૃષ્ણ વાસુદેવ, બંને વાસુદેવોનું શંખનાદ દ્વારા મિલન થયું. બંને વાસુદેવે સામસામે શંખનાદ કર્યો. પદ્મનાભને દેશનિકાલની સજા ઃ
| १९१ त णं से कविले वासुदेवे जेणेव अमरकंका तेणेव उवागच्छइ, उवागच्छित्ता अमरकंकं रायहाणिं संभग्गतोरणं जाव पासइ, पासित्ता पउमणाभं एवं वयासी - किण्णं देवाणुप्पिया ! एसा अमरकंका रायहाणी संभग्ग जाव सण्णिवइया ?
ભાવાર્થ :- ત્યાર પછી કપિલ વાસુદેવ અમરકંકા રાજધાનીમાં આવ્યા. અમરકંકા રાજધાનીના તોરણ, ધ્વજા વગેરેને નષ્ટ થઈ ગયેલા જોઈને પદ્મનાભને પૂછ્યું કે– હે દેવાનુપ્રિય ! તેનું શું કારણ છે કે અમરકંકા
રાજધાની વિનિષ્ટ થઈ ગઈ છે ?
| १९२ तणं से पमणाभे कविलं वासुदेवं एवं वयासी एवं खलु सामी ! जंबुद्दीवाओ दीवाओ भारहाओ वासाओ इहं हव्वमागम्म कण्हेणं वासुदेवेणं तुब्भे परिभूय अमरकंका जाव सण्णिवाइया ।
ભાવાર્થ:- ત્યારે પદ્મનાભે કપિલ વાસુદેવને આ પ્રમાણે કહ્યું– હે સ્વામિન્ ! જંબુદ્રીપ નામના દ્વીપના, ભારતવર્ષથી કૃષ્ણ વાસુદેવ અહીં આવ્યા હતા. તેણે આવીને આપનો પરાભવ કરીને, આપનું અપમાન કરીને, અમરકંકા નગરીને જમીનદોસ્ત કરી નાંખી છે.
| १९३ तर णं से कविले वासुदेवे पउमणाहस्स अंतिए एयमट्ठे सोच्चा पउमणाभं एवं वयासीहं भो पउमणाभा ! अपत्थियपत्थिया, किं णं तुमं ण जाणसि मम सरिसपुरिसस्स कण्हस्स वासुदेवस्स विप्पियं करेमाणा ? आसुरुते जाव पडमणाभं णिव्विसयं आणवेइ, पउमणाभस्स पुत्तं अमरकंकाए रायहाणीए महया महया रायाभिसेएणं अभिसिंचइ जाव पडिगए ।