________________
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
भारिया दोवई देवी तव पउमणाभस्स रण्णो पुव्वसंगइएणं देवेणं अमरकंका णयरिं साहरिया । तए णं से कहे वासुदेवे पंचहिँ पंडवेहिं सद्धिं अप्पछट्टे छहिं रहेहिं अमरकंकं रायहाणि दोवईए देवीए कूवं हव्वमागए। तए णं तस्स कण्हस्स वासुदेवस्स पउमणाभेणं रण्णा सद्धिं संगामं संगामेमाणस्स अयं संखसद्दे तव मुहवायपूरिए इव वियंभइ ।
૪૧૨
ભાવાર્થ :- મુનિસુવ્રત અરિહંતે પુનઃ કહ્યું– કપિલ વાસુદેવ ! એવું ક્યારે ય થયું નથી, થતું નથી અને થશે નહીં કે એક ક્ષેત્રમાં, એક યુગમાં અને એક જ સમયમાં બે તીર્થંકર, બે ચક્રવર્તી, બે બળદેવ કે બે વાસુદેવ ઉત્પન્ન થયા હતા, ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થશે. હે વાસુદેવ ! જંબુદ્રીપ નામના દ્વીપના, ભરતક્ષેત્રના, હસ્તિનાપુર નગરમાંથી પાંડુરાજાની પુત્રવધૂ અને પાંચ પાંડવોની પત્ની દ્રૌપદીદેવીને, તમારા પદ્મનાભ રાજાનો પૂર્વસંગતિક મિત્ર દેવ, અપહરણ કરીને અમરકંકા નગરીમાં લઈ આવ્યો હતો. કૃષ્ણ વાસુદેવ, પાંચ પાંડવો સહિત, સ્વયં પોતે છઠ્ઠા, દ્રૌપદીદેવીને પાછા લેવા માટે અહીં આવ્યા છે. તે પદ્મનાભ રાજાની સાથે યુદ્ધ કરી રહ્યા છે. તે કૃષ્ણ વાસુદેવના શંખનો આ ધ્વનિ છે, જે તમારા મુખના વાયુથી પૂર્ણ કરાયો હોય તેમ લાગે છે અર્થાત્ તમારા શંખનાદ જેવો લાગે છે.
| १८८ त णं से कविले वासुदेवे मुणिसुव्वयं अरहं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- गच्छामि णं अहं भंते ! कण्हं वासुदेवं उत्तमपुरिसं पासामि ।'
तए णं मुणिसुव्वए अरहा कविलं वासुदेवं एवं वयासी - णो खलु देवाणुप्पिया ! एवं भूयं वा भवइ वा भविस्सइ वा जण्णं अरिहंता वा अरिहंतं पासंति, चक्कवट्टी वा चक्कवट्टिं पासंति, बलदेवा वा बलदेवं पासंति, वासुदेवा वा वासुदेवं पासंति । तह वि य णं तुमं कण्हस्स वासुदेवस्स लवणसमुद्दं मज्झमज्झेणं वीइवयमाणस्स सेयापीयाई धयग्गाइं पासिहिसि ।
ભાવાર્થ :- ત્યાર પછી કપિલ વાસુદેવે મુનિસુવ્રત અરિહંતને વંદન, નમસ્કાર કર્યા, વંદના-નમસ્કાર કરીને કહ્યું– હે ભગવન્ ! હું જાઉં અને પુરુષોત્તમ કૃષ્ણ વાસુદેવના દર્શન કરું.
ત્યારે મુનિસુવ્રત અરિહંતે કપિલ વાસુદેવને કહ્યું– હે દેવાનુપ્રિય ! એક તીર્થંકર બીજા તીર્થંકરને, એક ચક્રવર્તી બીજા ચક્રવર્તીને, એક બળદેવ બીજા બળદેવને અને એક વાસુદેવ બીજા વાસુદેવને મળે તેવું ક્યારે ય થયું નથી, થતું નથી, થશે પણ નહીં. તો પણ તમે લવણસમુદ્રના મધ્યભાગમાં થઈને જતાં કૃષ્ણ વાસુદેવના શ્વેત અને પીળી ધ્વજાના અગ્રભાગને જોઈ શકશો.
| १८९ तए णं कविले वासुदेवे मुणिसुव्वयं अरहं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता हत्थिखंधं दुरुहइ दुरुहित्ता सिग्घं जेणेव वेलाउले तेणेव उवागच्छइ, उवागच्छित्ता वासुदेवस्स लवणसमुद्दं मज्झमज्झेणं वीइवयमाणस्स सेयापीयाइं धयग्गाई पासइ, पासित्ता एवं वयइ - एस णं मम सरिसपुरिसे उत्तमपुरिसे कण्हे वासुदेवे लवणसमुद्दं मज्झमज्झेणं वीईवयइ त्ति कट्टु पंचजण्णं संखं परामुसइ, परामुसित्ता मुहवायपूरियं करेइ । ભાવાર્થ:- ત્યાર પછી કપિલ વાસુદેવ મુનિસુવ્રત અરિહંત ભગવાનને વંદન નમસ્કાર કરીને તે હાથીના