________________
| અધ્ય–૧૬: અમરકંકા: દ્રૌપદી
| ४१८ ।
પાંડવો અને દ્રોપદીનું સંચમ ગ્રહણ:२०७ तेणं कालेणं तेणं समएणं धम्मघोसा थेरा समोसढा । परिसा णिग्गया। पंडवा णिग्गया। धम्म सोच्चा एवं वयासी-जंणवरं देवाणुप्पिया ! दोवई देवि आपुच्छामो। पंडुसेणं च कुमारं रज्जे ठावेमो । तओ पच्छा देवाणुप्पियाणं अंतिए मुंडे भवित्ता जाव पव्वयामो । अहासुहं देवाणुप्पिया ! ભાવાર્થ:- તે કાલે અને તે સમયે ધર્મઘોષ નામના સ્થવિરમુનિ પધાર્યા. પરિષદ વંદના કરવા માટે ગઈ. પાંડવો પણ ગયા. ધર્મશ્રવણ કરીને તેઓએ સ્થવિર મુનિને કહ્યું- હે દેવાનુપ્રિય ! અમોને સંસારથી વૈરાગ્ય ભાવ જાગૃત થયો છે, તેથી અમે દીક્ષિત થવા ઇચ્છીએ છીએ; દ્રૌપદીદેવીની અનુમતિ લઈને પાંડુસેન કુમારને રાજ્ય પર સ્થાપિત કરીને પછી આપ દેવાનુપ્રિયની પાસે મુંડિત થઈને યાવત્ પ્રવ્રજ્યા ગ્રહણ કરશે. ત્યારે ધર્મઘોષ સ્થવિરે કહ્યું- હે દેવાનુપ્રિયો ! જેમ સુખ ઉપજે, તેમ કરો. २०८ तए णं ते पंच पंडवा जेणेव सए गिहे तेणेव उवागच्छंति, उवागच्छित्ता दोवई देविं सद्दावेति, सद्दावित्ता एवं वयासी- एवं खलु देवाणुप्पिया ! अम्हेहिं थेराणं अंतिए धम्मे णिसंते जाव पव्वयामो । तुमं देवाणुप्पिये ! किं करेसि?
तए णं सा दोवई देवी ते पंच पंडवे एवं वयासी- जइ णं तुब्भे देवाणुप्पिया ! संसारभउव्विग्गा पव्वयह, ममं के अण्णे आलंबे वा आहारे वा पडिबंधे वा भविस्सइ ? अहं पि य णं संसारभउव्विग्गा देवाणुप्पिएहिं सद्धिं पव्वइस्सामि । ભાવાર્થ - ત્યાર પછી પાંચે પાંડવો પોતાના ભવનમાં આવ્યા. તેઓએ દ્રૌપદી દેવીને બોલાવીને કહ્યુંહે દેવાનુપ્રિય! અમે સ્થવિર મુનિ પાસેથી ધર્મનું શ્રવણ કર્યું છે યાવતુ અમે દીક્ષા ગ્રહણ કરી રહ્યા છીએ. उ हेवानुप्रिये ! तमारे शुं२छ ?
ત્યારે દ્રૌપદીદેવીએ પાંચ પાંડવોને કહ્યું- હે દેવાનુપ્રિયો ! આપ સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈને પ્રવ્રજિત થાઓ છો, તો મારે બીજું કયું અવલંબન છે? શું આધાર છે? શું પ્રતિબંધ છે? હું પણ સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈને આપ દેવાનુપ્રિયોની સાથે દીક્ષા અંગીકાર કરીશ.' २०९ तए णं पंच पंडवा पंडुसेणस्स अभिसेओ जाव राया जाए, रज्जं पसाहेमाणे विहरइ। तए णं ते पंच पंडवा दोवई यदेवी अण्णया कयाई पडुसेणं रायाणं आपुच्छंति।
तए णं से पंडुसेणे राया कोडुंबियपुरिसे सदावेइ, सद्दावित्ता एवं वयासीखिप्पामेव भो देवाणुप्पिया ! णिक्खमणाभिसेयं करेह जाव पुरिससहस्सवाहिणीओ सिवियाओ उवट्ठवेह जाव सिवियाओ पच्चोरुहंति, जेणेव थेरा तेणेव जाव आलित्तेणं जाव समणा जाया । चोद्दस- पुव्वाई अहिज्जंति, अहिज्जित्ता बहूणि वासाणि छट्ठट्ठमदसमदुवालसेहिं मासद्धमासखमणेहिं अप्पाणं भावेमाणा विहरंति।। ભાવાર્થ - ત્યાર પછી પાંચ પાંડવોએ પાંડુસેન કુમારનો રાજ્યાભિષેક કર્યો વાવ પાંડુસેન રાજા થઈ