________________
[ ૪૧૦ ]
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
पायपडिए सरणं उवेहि । पणिवइयवच्छला णं देवाणुप्पिया ! उत्तमपुरिसा। ભાવાર્થ :- ત્યાર પછી પદ્મનાભરાજા અમરકંકા રાજધાનીનો પૂર્વોક્ત પ્રકારે વિનાશ થતો જોઈને, ભયભીત થઈને દ્રૌપદીદેવીની શરણે ગયો, ત્યારે દ્રૌપદીદેવીએ પદ્મનાભ રાજાને કહ્યું- હે દેવાનુપ્રિય ! શું તમે ઉત્તમ પુરુષ કૃષ્ણ વાસુદેવને ઓળખતા નથી? મને અહીં લાવીને તમે તેમનું અનિષ્ટ કર્યું છે, પરંતુ જે થયું તે થયું. હવે હે દેવાનુપ્રિય ! તમે જાઓ, સ્નાન કરીને ભીના(પાણી નીતરતા) પહેરવા અને ઓઢવાના વસ્ત્ર ધારણ કરીને, પહેરેલા વસ્ત્રનો છેડો નીચે રાખીને અર્થાતુ કાછડી ખુલ્લી રાખીને, સ્ત્રીઓના પરિધાનની જેમ અધોવસ્ત્ર ધારણ કરીને અંતઃપુરની રાણીઓ તથા પરિવારને સાથે લઈને, પ્રધાન અને શ્રેષ્ઠ રત્નોની ભેટ સહિત મને આગળ કરીને આ પ્રમાણે ચાલીને કૃષ્ણ વાસુદેવ પાસે ચાલો અને બન્ને હાથ જોડીને તેમનું શરણ ગ્રહણ કરો. હે દેવાનુપ્રિય ! ઉત્તમ પુરુષ પ્રણિપતિત વત્સલ હોય છે અર્થાતુ તેની સામે જે નમ્ર થઈ જાય છે, તેના પર તે પ્રસન્ન થાય છે.(એમ કરવાથી જ તમારી નગરી આદિની રક્ષા થશે અન્યથા નહીં.) દ્રૌપદીને પાછી સોંપવી - १८१ तए णं से पउमणाभे दोवईए देवीए एयमटुं पडिसुणेइ, पडिसुणित्ता प्रहाए जाव सरणं उवेइत्ता एवं वयासी-दिट्ठा णं देवाणुप्पियाणं इड्डी जावपरक्कमे । तं खामेमि णं देवाणुप्पिया! खमंतु णं देवाणुप्पिया जाव णाइ भुज्जो एवं करणयाए त्ति कटु पंजलिउडे पायवडिए कण्हस्स वासुदेवस्स दोवइं देविं साहत्थि उवणेइ । ભાવાર્થ :- ત્યારે પદ્મનાભે દ્રૌપદી દેવીના આ શિક્ષાપ્રદ વચનોનો સ્વીકાર કર્યો. દ્રોપદીદેવીના કથનાનુસાર સ્નાન કરીને વાવત વાસુદેવના શરણમાં ગયો. ત્યાં જઈને બન્ને હાથ જોડીને આ પ્રમાણે કહેવા લાગ્યો- હે દેવાનુપ્રિય ! મેં આપ દેવાનુપ્રિયની ઋદ્ધિ જોઈ લીધી, આપનું પરાક્રમ જોઈ લીધું છે. હે દેવાનુપ્રિય! હું ક્ષમાયાચના કરું છું, આપ દેવાનુપ્રિય! મને ક્ષમા કરો યાવતુ હું ફરી પાછું આવું કરીશ નહીં. આ પ્રમાણે કહીને તેણે હાથ જોડ્યા, પગમાં પડીને પોતાના હાથે જ દ્રૌપદીદેવીને સોંપી દીધી. १८२ तए णं से कण्हे वासुदेवे पउमणाभं एवं वयासी-हं भो पउमणाभा ! अप्पत्थियपत्थिया! किण्णं तुमंण जाणसि मम भयिणि दोवई देविं इह हव्वमाणमाणे? तं एवमवि गए णत्थि ते ममाहिंतो इयाणिं भयमत्थि त्ति कटु पउमणाभं पडिविसज्जेइ, पडिविसज्जित्ता दोवई देवि गिण्हइ, गिण्हित्ता रहं दुरुहेइ, दुरुहित्ता जेणेव पंच पंडवा तेणेव उवागच्छइ, उवागच्छित्ता पंचण्हं पंडवाणं दोवइं देविं साहत्थि उवणेइ । ભાવાર્થ - ત્યાર પછી કૃષ્ણવાસુદેવે પદ્મનાભને આ પ્રમાણે કહ્યું– અરે પદ્મનાભ ! અપ્રાર્થિત (મૃત્યુ)ની પ્રાર્થના કરનારા, શું તું જાણતો નહતો કે તું મારી બહેન દ્રૌપદીદેવીનું અપહરણ કરીને શીધ્ર અહીં લઈ આવ્યો છે? તેમ છતાં પણ, હવે તને મારા તરફથી ભય નથી ! આ પ્રમાણે કહીને પદ્મનાભને વિદાય કર્યો અને દ્રૌપદીદેવીને લઈને કૃષ્ણ મહારાજ રથ પર આરૂઢ થયા, આરૂઢ થઈને પાંચ પાંડવોની સમીપે આવીને, તેઓને દ્રૌપદી દેવી સોંપી દીધી. १८३ तए णं से कण्हे वासुदेवे पंचहिं पंडवेहिं सद्धिं अप्पछटे छहिं रहेहिं लवणसमुदं मज्झमज्झेणं जेणेव जंबुद्दीवे दीवे जेणेव भारहे वासे तेणेव पहारेत्थ गमणाए ।