________________
| અધ્ય–૧૬: અમરકંકા: દ્રૌપદી
| ४०८ ]
કંદપુષ્પ અને ચંદ્રમાની સમાન શ્વેત, પોતાની સેનાને હર્ષ ઉત્પન્ન કરનારા અને શત્રુ સેનાનો સંહાર કરનારા એવા પાંચજન્ય શંખને હાથમાં લીધો અને મુખના વાયુથી તેને સંપૂર્ણ ભરીને ફૂંકયો. १७८ तए णं तस्स पउमणाभस्स तेणं संखसद्देणं बल-तिभाए हए जाव पडिसेहिए । तए णं से कण्हे वासुदेवे धणु परामुसइ; वेढो । धणुं पूरेइ, पूरित्ता धणुसदं करेइ । तए णं तस्स पउमणाभस्स दोच्चे बलतिभाए धणुसद्देणं हयमहिय जावपडिसेहिए । तए णं से पउमणाभे राया तिभागबलावसेसे अत्थामे अबले अवीरिए अपुरिसक्कारपरकम्मे अधारणिज्जंति कटु सिग्धं तुरियंजेणेव अमरकंका तेणेव उवागच्छइ, उवागच्छित्ता अमरकंकं रायहाणिं अणुपविसइ, अणुपविसित्ता दाराई पिहेइ, पिहित्ता रोहसज्जे चिट्ठइ । ભાવાર્થ:- તે શંખના નાદથી પદ્મનાભની સેનાનો ત્રીજો ભાગ હતપ્રભ થઈ ગયો યાવત્ ભાગી ગયો. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે સારંગ નામનું ધનુષ્ય હાથમાં લીધું. અહીં ધનુષ્યનું વર્ણન કહેવું જોઈએ.(ધનુષ્યનું વર્ણન જંબૂ. ૩/૧૮ પ્રમાણે જાણવું) ધનુષ પર પ્રત્યંચા ચડાવી. પ્રત્યંચા ચડાવીને ટંકાર કર્યો. ધનુષ્યના તે ટંકારથી પદ્મનાભની સેનાનો બીજો, ત્રીજો ભાગ હત-મથિત થઈ ગયો યાવતુ હવે પદ્મનાભની સેનાનો એક ત્રીજો ભાગ જ શેષ રહ્યો તેથી તે સામર્થ્યહીન, બલહીન, વીર્યહીન અને પુરુષાર્થ પરાક્રમથી હીન થઈ ગયો. તે કૃષ્ણના પ્રહારને સહન કરવા કે નિવારણ કરવામાં અસમર્થ થઈને શીઘ્રતાપૂર્વક, ત્વરા સાથે, અમરકંકા રાજધાનીમાં ઘુસી ગયો. તેણે અમરકંકા રાજધાનીની અંદર ઘુસીને નગરના દ્વાર બંધ કરાવીને કિલ્લાની અંદર સુરક્ષિત થઈને રહ્યો. १७९ तए णं से कण्हे वासुदेवे जेणेव अमरकंका तेणेव उवागच्छइ, उवागच्छित्ता रहं ठवेइ, ठवित्ता रहाओ पच्चोरुहइ, पच्चोरुहित्ता वेउव्वियसमुग्घाएणं समोहणइ समोहणित्ता एगं महं णरसीह-रूवं विउव्वइ, विउव्वित्ता महया महया सद्देणं पायदद्दरियं करेइ । तए णं से कण्हेणं वासुदेवेणं महया महया सद्देणं पायदद्दरएणं करणं समाणेणं अमरकंका रायहाणी संभग्ग-पागारगोपुराट्टालयचरियतोरणपल्हत्थियपवरभवणसिरिधरा सरस्सरस्स धरणियले सण्णिवइया । ભાવાર્થ:- ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે અમરકંકા રાજધાનીની સમીપે જઈને રથ ઊભો રખાવ્યો અને રથની નીચે ઊતરીને, વૈક્રિય સમુદ્યાત કરીને એક મોટું નરસિંહનું રૂપ ધારણ કર્યું. પછી ભયંકર ગર્જના સાથે પગ પછાડ્યો. કૃષ્ણ વાસુદેવની ભયંકર ગર્જના સાથેના ચરણાઘાતથી અમરકંકા રાજધાનીના પ્રાકાર, દરવાજા, ઝરુખા ચરિકા(પરકોટા અને નગરની વચ્ચેનો માર્ગ) અને તોરણ (દરવાજાની ઉપરનો ભાગ) શ્રેષ્ઠ મહેલ તથા શ્રીગૃહો, કોશાગારો જમીનદોસ્ત થઈ ગયા. १८० तए णं पउमणाभे राया अमरकंका रायहाणि संभग्गं जाव पासित्ता भीए दोवई देविं सरणं उवेइ । तए णं सा दोवई देवी पउमणाभं रायं एवं वयासी-किण्णं तुम देवाणुप्पिया! ण जाणसिकण्हस्स वासुदेवस्स उत्तमपुरिसस्स विप्पियंकरेमाणेममंइह हव्वमाणेसि? तंएवमवि गए गच्छह णं तुमं देवाणुप्पिया ! हाए उल्लपडसाडए अवचूलगवत्थणियत्थे अंतेउरपरियालसंपरिखुडे अग्गाइं वराई रयणाई गहाय मम पुरओ काउं कण्हं वासुदेवं करयल जाव