________________
| ४०८ ।
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
થાવતુ અસ્ત્ર-શસ્ત્ર લઈને રથ પર સવાર થયા અને પદ્મનાભ રાજા સમીપે પહોંચીને આ પ્રમાણે કહ્યુંઆજે અમે છીએ અથવા પદ્મનાભ રાજા છે.' એમ કહીને તેઓ પદ્મનાભ રાજા સાથે યુદ્ધ કરવા લાગ્યા. १७६ तए णं से पउमणाभेराया ते पंच पंडवे खिप्पामेव हयमहियपवरवीस्घाइयविवडिय चिंधधयपडागे जाव दिसोदिसि पडिसेहेइ । तए णं ते पंच पंडवा पउमणाभेण रण्णा हय महियपवर जाव पडिसेहिया समाणा अत्थामा जाव आधारणिज्ज ति कटु जेणेव कण्हे वासुदेवे तेणेव उवागच्छंति । तएणंसेकण्हे वासुदेवे तेपंचपंडवे एवं वयासी-कहण्णं तुब्भे देवाणप्पिया ! पउमणाभण रण्णा सद्धि संपलग्गा?
तएणं ते पंच पंडवा कण्हं वासुदेवं एवं वयासी- एवं खलु देवाणुप्पिया ! अम्हे तुब्भेहिं अब्भणुण्णाया समाणा सण्णद्धबद्धवम्मियकवया रहे दुरुहामो, दुरुहित्ता जेणेव पउमणाभे जाव पडिसेहेइ । ભાવાર્થ - ત્યાર પછી પદ્મનાભ રાજાએ તે પાંચ પાંડવો પર શીઘ શસ્ત્ર પ્રહાર કરીને તેમના ઘોડાઓને પીડિત કર્યા, ઉત્તમ ચિહ્નથી ચિહ્નિત ધજાઓને પાડી નાખી યાવતુ તેમને એક દિશામાંથી બીજી દિશામાં ભગાડી મૂક્યા. પદ્મનાભ દ્વારા ભગાડેલા યુદ્ધભૂમિમાં ટકવામાં અસમર્થ તેવા પાંચે પાંડવો કૃષ્ણ વાસુદેવની પાસે આવ્યા. ત્યારે કૃષ્ણ વાસુદેવે પાંચ પાંડવોને કહ્યું– દેવાનુપ્રિયો ! તમે લોકો પદ્મનાભરાજાની સાથે કઈ રીતે યુદ્ધ કર્યું?
ત્યારે પાંચ પાંડવોએ કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! અમે આપની આજ્ઞા મેળવીને કવચાદિથી સુસજ્જિત થઈને રથ પર આરૂઢ થયા. આરૂઢ થઈને પદ્મનાભની સામે ગયા; ઈત્યાદિ સર્વ વૃતાંત પૂર્વવત્ કહેવો યાવત્ તેણે અમને ભગાડી દીધા. १७७ तए णं कण्हे वासुदेवे ते पंच पंडवे एवं वयासी- जइ णं तुब्भे देवाणुप्पिया ! एवं वयंता-अम्हे, णो पउमणाभे राय त्ति कटु पउमणाभेणं सद्धिं संपलग्गंता तो णं तुब्भे णो पउमणाहे हयमहियपवर जावपडिसेहित्था । तं पेच्छह णं तुब्भे देवाणुप्पिया !"अहं राया, णो पउमणाभे" त्ति कटु पउमणाभेणं रण्णा सद्धिं जुज्झामि; रहं दुरुहइ, दुरुहित्ता जेणेव पउमणाभेराया तेणेव उवागच्छइ, उवागच्छित्ता सेयंगोखीरहारधवलंतणसोल्लियसिंदुवाकुंदेंदु सण्णिगासंणिययबलस्स हरिसजणणं रिउसेण्णविणासकर पंचजण्णंसंखं परामुसइ, परिमुसित्ता मुहवायपूरिय करेइ । ભાવાર્થ - આ સાંભળીને કૃષ્ણ વાસુદેવે પાંચે પાંડવોને કહ્યું- હે દેવાનુપ્રિયો! જો તમે એમ બોલ્યા હોત કે “અમે છીએ, પદ્મનાભરાજા નહીં(અમે જ જીતીશું–પદ્મનાભ જીતશે નહીં) તેમ વિચારીને પદ્મનાભની સાથે યુદ્ધ કર્યું હોત તો પદ્મનાભરાજા તમોને હત પ્રહત કરી શક્ત નહીં.(તમે બોલવામાં ભૂલ કરી, તેથી તમારે ભાગીને આવવું પડ્યું છે.) હે દેવાનુપ્રિયો! હવે તમે જોવો- હું છું, પદ્મનાભ રાજા નહીં. આ પ્રમાણે કહીને હું પદ્મનાભની સાથે યુદ્ધ કરું છું. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવ રથ પર આરૂઢ થઈને પદ્મનાભરાજાની પાસે ગયા. ત્યાં જઈને તેઓએ ગાયના દૂધ અને મોતીઓના હાર, મલ્લિકાના ફૂલ, માલતી-કુસુમ-સિન્દુવાર-પુષ્પ,