________________
| અધ્ય–૧૬: અમરકંકા: દ્રૌપદી
૪૦૭ ]
રેખા ઉપસે તેમ ભૂટી ચઢાવીને કહ્યું- હે દેવાનુપ્રિય! હું કૃષ્ણ વાસુદેવને દ્રૌપદી પાછી આપવાનો નથી. હમણાં હું સ્વયં સજ્જ થઈને યુદ્ધ કરવા માટે આવું છું. આ પ્રમાણે કહીને પછી દારુક સારથીને કહ્યું- હે દૂત! રાજનીતિમાં દૂત અવધ્ય છે તેથી હું તને મારતો નથી; આ પ્રમાણે કહીને તેનો સત્કાર-સન્માન કર્યા વિના અપમાન કરીને, પાછલા દરવાજેથી કાઢી મૂક્યો. १७३ तए णं से दारुए सारही पउमणाभेणं असक्कारिय जाव णिच्छूढे समाणे जेणेव कण्हे वासुदेवे तेणेव उवागच्छइ, उवागच्छित्ता करयल जाव कण्हं एवं वयासी- एवं खलु अहं सामी ! तुब्भं वयणेणं अमरकंका रायहाणिं गए जाव णिच्छुभावेइ । ભાવાર્થ:- પદ્મનાભ રાજા દ્વારા તિરસ્કૃત થઈને યાવતું પાછલા દરવાજેથી કાઢી મૂકાયેલો તે દારુક સારથી કૃષ્ણ વાસુદેવની પાસે આવ્યો અને હાથ જોડીને કૃષ્ણ વાસુદેવને યાવતું આ પ્રમાણે કહ્યું- હે સ્વામિનુ! હું આપના આદેશથી અમરકંકા રાજધાનીમાં પદ્મનાભ રાજાની પાસે ગયો હતો યાવતુ તેણે મને પાછલા દરવાજેથી કાઢી મૂક્યો છે, ઇત્યાદિ સમગ્ર વૃત્તાંત કહ્યો. પદ્મનાભ સાથે યુદ્ધઃ१७४ तए णं से पउमणाभे बलवाउयं सदावेइ, सद्दावित्ता एवं वयासी-खिप्पामेव भो देवाणुप्पिया! आभिसेक्कं हत्थिरयणं पडिकप्पेह । तयाणंतरं च णं छेयायरिय-उवदेसमइ जाव उवणेइ । तए णं से पउमणाहे सण्णद्ध जाव अभिसेक्कं हत्थिरयणं दुरुहइ, दुरुहित्ता हयगय जाव जेणेव कण्हे वासुदेवे तेणेव पहारेत्थ गमणाए । ભાવાર્થ - ત્યાર પછી (દૂતને કાઢી મૂક્યા પછી) પદ્મનાભ રાજાએ સેનાપતિને બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! શીધ્ર અભિષિકત હસ્તિ રત્નને તૈયાર કરીને લાવો. આ આદેશ સાંભળીને કુશળ આચાર્યના ઉપદેશથી ઉત્પન્ન બુદ્ધિવાળા મહાવતે અભિષિકત, ઉજ્જવલ વેશથી પરિવૃત્ત, સુસજ્જિત હસ્તિને ઉપસ્થિત કર્યો. ત્યાર પછી પદ્મનાભ રાજા કવચ આદિ ધારણ કરીને સજ્જિત થયો યાવત્ અભિષિકત હાથી પર સવાર થઈને અશ્વો, હાથીઓ આદિ ચતુરાંગણી સેનાની સાથે કૃષ્ણ વાસુદેવ પાસે જવા માટે પ્રયાણ કર્યું. १७५ तए णं से कण्हे वासुदेवे पउमणाभं रायाणं एज्जमाणं पासइ, पासित्ता ते पंच पंडवे एवं वयासी- हं भो दारगा ! किं तुब्भे पउमणाभेणं सद्धिं जुज्झिहिह उदाहु पेच्छिहिह ? तए णं पंच पंडवा कण्हं वासुदेवं एवं वयासी- अम्हे णं सामी ! जुज्झामो, तुब्भे पेच्छह। तए णं पंच पंडवे सण्णद्ध जाव पहरणा रहे दुरुहंति, दुरुहित्ता जेणेव पउमणाभे राया तेणेव उवागच्छंति, उवागच्छित्ता एवं वयासी- अम्हे वा पउमणाभे वा राय त्ति कटु पउमणाभेणं सद्धि संपलग्गा यावि होत्था । ભાવાર્થ - ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે પદ્મનાભ રાજાને આવતા જોઈને પાંચ પાંડવોને પૂછયું કે– અરે બાળકો! તમે પદ્મનાભની સાથે યુદ્ધ કરશો કે યુદ્ધ જોશો? ત્યારે પાંચ પાંડવોએ કૃષ્ણ વાસુદેવને કહ્યું- હે સ્વામિનું! અમે યુદ્ધ કરશું અને આપ અમારું યુદ્ધ જોવો. ત્યાર પછી પાંચ પાંડવો કવચાદિ ધારણ કરીને