________________
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
दोवई देवि इहं हव्वं आणीते ? तं एयमवि गए, पच्चप्पिणाहि णं तुमं दोवरं देविं कण्हस्स वासुदेवस्स, अहवा णं जुद्धसज्जे णिग्गच्छाहि । एस णं कण्हे वासुदेवे पंचहिं पंडवेहिं अप्पछट्ठे दोवईदेवीए कूवं हव्वमागए ।
૪૦૬
ભાવાર્થ :- ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે ચતુરંગિણી સેનાને ત્યાંથી પાછી મોકલી. સેનાને પાછી મોકલીને પાંચે પાંડવોના પાંચ અને એક પોતાનો એમ છએ રથો લવણ સમુદ્રના મધ્યભાગમાંથી પસાર થઈને અમરકંકા રાજધાની સમીપે અમરકંકાના પ્રધાન ઉદ્યાનમાં પહોંચ્યા. ત્યાં રથને ઊભા રાખ્યા અને દારુક નામના સારથીને બોલાવીને આ પ્રમાણે કહ્યું–
હે દેવાનુપ્રિય ! તું જા અને અમરકંકા રાજધાનીમાં પ્રવેશ કરીને પદ્મનાભ રાજાની સભામાં જઈને તેનાં પાદપીઠ(બાજોઠ)ને પોતાના ડાબા પગથી આક્રાન્ત કરીને(ઠોકર મારીને) ભાલાની અણીથી આ (લેખ) પત્ર આપીને પછી કપાળ પર ત્રણ રેખા વડે ભૃકુટિ ચઢાવીને, ક્રોધિત થઈને કહેજે– અરે પદ્મનાભ! મોતની કામના કરનારા ! કુલક્ષણોવાળા ! પુણ્ય હીન ચતુદર્શીના દિવસે જન્મેલા, શ્રી, લજ્જા, બુદ્ધિ અને કીર્તિથી હીન ! આજ તું બચીશ નહીં. શું તું એટલું પણ જાણતો નથી કે કૃષ્ણવાસુદેવની ભગિની દ્રૌપદીદેવીનું સંહરણ કરાવી, તેને તે અહીં રાખી છે ? ખેર, જે થયું તે થયું, હજુ પણ તું તારું ભલું ઇચ્છતો હો તો દ્રૌપદીદેવી કૃષ્ણ વાસુદેવને પાછી સોંપી દે, નહિ તો યુદ્ધને માટે તૈયાર થઈ જા. કૃષ્ણ વાસુદેવ પાંચ પાંડવોની સાથે પોતે છઠ્ઠા દ્રૌપદીદેવીને પાછા લેવા માટે હમણા જ અહીં આવી પહોંચે છે.
| १७१ तए णं से दारुए सारही कण्हेणं वासुदेवेणं एवं वुत्ते समाणे हतुट्ठे जाव पडिसुणेइ, पडिसुणेत्ता अमरकंका रायहाणि अणुपविसइ, अणुपविसित्ता जेणेव पउमणाभे तेणेव उवागच्छइ, उवागच्छित्ता करयल जाव वद्धावेत्ता एवं वयासी - एस णं सामी ! मम विणय पडिवत्ती, इमा अण्णा मम सामियस्स समुहाणत्ति त्ति कट्टु आसुरुते वामपारणं पायपीढं अणुक्कमइ, अणुक्कमित्ता कतग्गेणं लेहं पणामइ, पणामित्ता जाव कूवं हव्वमागए ।
ભાવાર્થ :- કૃષ્ણ વાસુદેવે આ પ્રમાણે કહ્યું ત્યારે તે દારુક સારથી હર્ષિત અને સંતુષ્ટ થયા યાવત્ આજ્ઞાનો સ્વીકાર કરીને તેણે અમરકંકા રાજધાનીમાં પ્રવેશ કરીને પદ્મનાભની પાસે જઈને હાથ જોડીને યાવત્ અભિવાદન કરીને કહ્યું– હે સ્વામિન્ ! આ મારો પોતાનો શિષ્ટાચાર છે. મારા સ્વામીના મુખથી કહેલી આજ્ઞા બીજી છે. તે આ પ્રમાણે છે, તેમ કહીને દૂતે ક્રોધિત થઈને પોતાના ડાબા પગથી તેના પાદપીઠને ઠોકર મારીને, ભાલાની અણીએ પત્રિકા આપી. પછી કૃષ્ણ વાસુદેવ પાંડવો સાથે દ્રૌપદીને પાછા લેવા માટે હમણાં અહીં આવે છે, આ જાતનો આદેશ કહી સંભળાવ્યો.
| १७२ त णं से पउमणाभे दारुणं सारहिणा एवं वुत्ते समाणे आसुरुत्ते जाव तिवलिं भिउडिं णिडाले साहट्टु एवं वयासी- णो अप्पिणामि णं अहं देवाणुप्पिया ! कहस्स वासुदेवस्स दोवइं । एस णं अहं सयमेव जुज्झसज्जो णिग्गच्छामि त्ति कट्टु दारुयं सारहिं एवं वयासी- केवलं भो ! रायसत्थेसु दूए अवज्झे त्ति कट्टु असक्कारिय असम्माणिय अवद्दारेणं णिच्छुभावेइ ।
ભાવાર્થ: :- દારુક સારથીએ પદ્મનાભને આ પ્રમાણે કહ્યું ત્યારે તે ક્રોધિત થયા, ક્રોધથી કપાળ પર ત્રણ