________________
અધ્ય–૧૬: અમરકંકા: દ્રૌપદી
:
૪૦૩ ]
હોત્થા I.
तएणं कण्हे वासुदेवे कच्छुल्लं णारयं एवं वयासी-तुब्भं चेव णं देवाणुप्पिया ! एवं પુત્ર !
तए णं से कच्छुल्लणारए कण्हेणं वासुदेवेणं एवं वुत्ते समाणे उप्पयणि विज्जं आवाहेइ, आवाहित्ता जामेव दिसिं पाउब्भूए तामेव दिसिं पडिगए । ભાવાર્થ - ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે કચ્છલ્લ નારદને પૂછયું કે- તમે ઘણા ગામો, આકરો, નગરો આદિમાં પ્રવેશ કરો છો, તો કોઈ જગ્યાએ દ્રૌપદીદેવીની શ્રુતિ આદિ કંઈ ભાળ મળી છે?
ત્યારે કચ્છલ્લ નારદે કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! એકવાર હું ધાતકીખંડ દ્વીપમાં પૂર્વદિશાના દક્ષિણાર્ધ ભરતક્ષેત્રની અમરકંકા નામની રાજધાનીમાં ગયો હતો. ત્યાં મેં પદ્મનાભ રાજાના ભવનમાં દ્રૌપદીદેવી જેવી કોઈ સ્ત્રી જોઈ હતી.
ત્યારે કૃષ્ણ વાસુદેવે કચ્છલ્લ નારદને કહ્યું- હે દેવાનુપ્રિય ! આ કામ તમે જ કર્યું લાગે છે.
કૃષ્ણ વાસુદેવે આ પ્રમાણે કહ્યું કે તરત જ કચ્છલ્લ નારદે ઉત્પતની વિદ્યાનું સ્મરણ કર્યું. સ્મરણ કરીને જે દિશામાંથી આવ્યા હતા, તે જ દિશામાં ચાલ્યા ગયા. કૃષ્ણ અને પાંડવોનું અમરકંકા ગમન - १६१ तए णं से कण्हे वासुदेवे दूयं सद्दावेइ, सद्दावित्ता एवं वयासी- गच्छह णं तुम देवाणुप्पिया ! हत्थिणारं पंडुस्स रण्णो एयमटुंणिवेएहि-एवं खलुदेवाणुप्पिया !धायइसंडे दीवे पुरच्छिमद्धे दाहिणड्ड-भरहवासे अमरकंकाए रायहाणीए पउमणाभभवणंसि दोवईए देवीए पउत्ती उवलद्धा, तं गच्छंतु पंच पंडवा चाउरंगिणीए सेणाए सद्धिं संपरिषुडा पुरच्छिमवेयालीए ममं पडिवालेमाणा चिटुंतु । ભાવાર્થ - ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે દૂતને બોલાવીને કહ્યું- હે દેવાનુપ્રિય! તમે હસ્તિનાપુર જાઓ અને પાંડુરાજાને આ પ્રમાણે કહેજો કે– હે દેવાનુપ્રિય ! ધાતકીખંડ દ્વીપના, પૂર્વાર્ધ ભાગના દક્ષિણાર્ધ ભરતની અમરકંકા રાજધાનીમાં, પદ્મનાભરાજાના ભવનમાં દ્રૌપદીદેવી છે, તેવા સમાચાર મળ્યા છે, તેથી પાંચ પાંડવો ચતુરંગિણી સેનાથી પરિવૃત્ત થઈને પ્રયાણ કરે અને પૂર્વ દિશાના વૈતાલિક(લવણ સમુદ્ર)ના કિનારે મારી પ્રતીક્ષા કરે. |१६२ तए णं दूर जाव भणइ जाव पडिवालेमाणा चिट्ठह । ते वि जाव चिट्ठति । ભાવાર્થ:- ત્યાર પછી દૂતે જઈને યાવત્ કૃષ્ણના કથનાનુસાર પાંડવોને લવણ સમુદ્રના કિનારે પ્રતીક્ષા કરવાનું કહ્યું અને પાંચ પાંડવો ત્યાં જઈને યાવત્ કૃષ્ણ વાસુદેવની પ્રતીક્ષા કરવા લાગ્યા. १६३ तए णं से कण्हे वासुदेवे कोडुंबियपुरिसे सद्दावेइ, सदावित्ता एवं वयासीगच्छह णं तुब्भे देवाणुप्पिया ! सण्णाहियं भेरिं तालेह । ते वि तालेति ।। ભાવાર્થ - ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે કર્મચારી પુરુષોને બોલાવીને કહ્યું કે– હે દેવાનુપ્રિયો ! તમે જાઓ