________________
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
ભાવાર્થ:- ત્યારે કુંતીદેવીએ કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે કહ્યું– હે પુત્ર ! હસ્તિનાપુર નગરમાં અગાશી પર સુખપૂર્વક સૂતેલા યુધિષ્ઠિર પાસેથી દ્રૌપદીદેવીનું ખબર નથી કોઈ અપહરણ કરી ગયું છે, ઉપાડી ગયું છે કે તેને કયાંક ફેંકી દીધી છે ? તેથી હે પુત્ર ! હું ઇચ્છું છું કે તમે દ્રૌપદીદેવીની શોધખોળ કરો.
४०२
१५७ त णं से कहे वासुदेवे कोंति पिउच्छि एवं वयासी - जं णवरं पिउच्छा ! दोवईए देवीए कत्थइ सुई वा खुई वा पवत्तिं लभामि तो णं पायालाओ वा भवणाओव अद्धभरहाओ वा समंतओ दोवइं साहत्थि उवणेमि त्ति कट्टु कोंतिं पिउच्छं सक्कारेइ सम्माणेइ जाव पडिविसज्जेइ ।
तणं सा कोंती देवी कण्हेणं वासुदेवेणं पडिविसज्जिया समाणी जामेव दिसिं पाउब्भूया तामेव दिसिं पडिगया ।
ભાવાર્થ :- ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે પોતાના ફૈબા કુંતીને આ પ્રમાણે કહ્યું– ફૈબા ! વધારે શું કહું, જો ક્યાંયથી પણ દ્રૌપદીદેવીની શ્રુતિ યાવત્ ભાળ મળશે તો પાતાળ, ભવન કે અર્ધભારતની કોઈપણ જગ્યાએથી, હું ત્યાં જઈને દ્રૌપદી દેવીને હાથોહાથ લઈ આવીશ. આ પ્રમાણે કહીને તેઓએ કુંતી ફૈબાનો સત્કાર કર્યો, સન્માન કર્યું યાવત્ તેમને વિદાય કર્યા.
કૃષ્ણ વાસુદેવ પાસેથી આશ્વાસન મેળવ્યા પછી કુંતી દેવી ત્યાંથી વિદાય લઈને જે દિશામાંથી આવ્યા હતાં, તે જ દિશામાં પાછા ફર્યા.
१५८ तए णं से कण्हे वासुदेवे कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावित्ता एवं वयासी- गच्छहणं तुब्भे देवाणुप्पिया ! बारवई एवं जहा पंडू तहा घोसणं घोसावेइ जाव पच्चप्पिणंति । ભાવાર્થ :- ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે પોતાના કર્મચારી પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું– હે દેવાનુપ્રિયો! દ્વારિકામાં જાઓ વગેરે પાંડુરાજાની જેમ દ્રૌપદીના વિષયમાં ઘોષણા કરવાનો આદેશ આપ્યો. યાવત્ કર્મચારી પુરુષોએ તેમની આજ્ઞા પાછી સોંપી.
१५९ तणं से कहे वासुदेवे अण्णया अंतो अंतेउरगए ओरोहे जाव विहरइ । इमं च णं कच्छुल्लए जाव समोवइए जाव णिसीइत्ता कण्हं वासुदेवं कुसलोदतं पुच्छइ । ભાવાર્થ :- ત્યાર પછી કોઈ સમયે કૃષ્ણ વાસુદેવ અંતઃપુરની અંદર રાણીઓ(પટ્ટરાણીઓ)ની સાથે બેઠા હતા. તે સમયે કચ્છલ્લ નારદ આકાશમાંથી નીચે ઊતર્યા યાવત્ કૃષ્ણ વાસુદેવની પાસે જઈને આસન પર બેસીને કૃષ્ણ વાસુદેવને કુશળ સમાચાર પૂછવા લાગ્યા.
| १६० त णं से कहे वासुदेवे कच्छुल्लं णारयं एवं वयासी- तुमं णं देवाणुप्पिया ! बहूणि गामागर जाव अणुपविससि, तं अत्थि याइं ते कहिं वि दोवईए देवीए सुई वा जाव उवलद्धा ?
तए णं से कच्छुल्ले णारए कण्हं वासुदेवं एवं वयासी - एवं खलु देवाणुप्पिया ! अण्णया धायईसंडे दीवे पुरत्थिमद्धं दाहिणद्ध-भरहवासं अमरकंका रायहाणिं गए । तत्थ णं मए पउमणाभस्स रण्णो भवणंसि दोवई देवी जारिसिया दिट्ठपुव्वा यावि