________________
[ ૪૦૦ ]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
ભાવાર્થ:- દ્રૌપદીનું હરણ થઈ ગયા પછી થોડીવારમાં યુધિષ્ઠિર જાગ્યા અને દ્રૌપદીદેવીને પોતાની પાસે ન જોતાં, શય્યા ઉપરથી ઊઠીને ચારે બાજુ દ્રૌપદીદેવીની માર્ગણા–શોધ કરવા લાગ્યા. પરંતુ દ્રૌપદીદેવીની ક્યાંય પણ શબ્દરૂપ શ્રુતિ, છીંકાદિના શબ્દરૂપ શ્રુતિ કે પ્રવૃત્તિજન્ય અવાજ આદિ તેણીની ઉપસ્થિતિ સૂચિત ચિહ્ન મળ્યા નહીં, ત્યારે તેઓ પાંડુરાજા પાસે આવ્યા અને પાંડુરાજાને આ પ્રમાણે કહ્યું
હે તાત ! અગાસી પર મારી પાસે સુખેથી સૂતેલી દ્રૌપદીદેવીનું ખબર નથી કોઈ દેવ કે દાનવ વગેરેએ અપહરણ કર્યું છે, તેને ઉપાડી ગયા છે કે કયાંક ફેંકી દીધી છે? તો હે તાત! હું ઇચ્છું છું કે દ્રૌપદી દેવીની ચારેબાજુ શોધખોળ કરવામાં આવે. १५१ तए णं से पंडुराया कोडुंबियपुरिसे सद्दावेइ, सदावित्ता एवं वयासी- गच्छह णं तुब्भे देवाणुप्पिया ! हत्थिणाउरे णयरे जावमहया सद्देणं उग्घोसेमाणा उग्घोसेमाणा एवं वदह-एवं खलु देवाणुप्पिया ! जुहिट्ठिल्लस्सरण्णो आगासतलगंसि सुहपसुत्तस्स पासाओ दोवई देवी ण णज्जइ केणइ देवेण वा जावहिया वा णीया वा अवक्खित्ता वा तंजोणंदेवाणुप्पिया !दोवईए देवीए सुई वा खुइं वा पवत्तिं वा परिकहेइ तस्स णं पंडुराया विउलं अत्थसंपयाणंदलयइ त्ति कटु घोसणं घोसावेह, घोसावित्ता एयमाणत्तियं पच्चप्पिणह । तएणं ते कोडुंबियपुरिसा जाव पच्चप्पिणंति । ભાવાર્થ :- ત્યાર પછી પાંડરાજાએ કર્મચારી પરુષોને બોલાવીને આ પ્રમાણે આદેશ આપ્યો- હે દેવાનુપ્રિયો! તમે જાઓ અને હસ્તિનાપુર નગરના મહાપથ અને પથ આદિ સ્થાનોમાં મોટા અવાજથી ઘોષણા કરો કે- હે દેવાનુપ્રિયો ! (લોકો) અગાસી પર સુખપૂર્વક સૂતેલા યુધિષ્ઠિર રાજાની પાસેથી દ્રૌપદીદેવી ગુમ થઈ ગયા છે. ખબર નથી કે કોઈ દેવ, વગેરે તેનું અપહરણ કરી ગયા છે, તેને ઉપાડી ગયા છે કે તેને કયાંક ફેંકી દીધી છે? તો હે દેવાનુપ્રિયો! જે કોઈ દ્રૌપદીદેવીની શ્રુતિ, ક્ષતિ કે પ્રવૃત્તિ બતાવશે, તેને પાંડુરાજા વિપુલ ધન સંપદા ઇનામમાં આપશે. “આ રીતે ઘોષણા કરીને મારી આ આજ્ઞા પાછી સોંપો.”
ત્યારે કર્મચારી પુરુષોએ તે જ પ્રમાણે ઘોષણા કરીને આજ્ઞા પાછી સોંપી. १५२ तए णं से पंडुराया दोवईए देवीए कत्थइ सुई वा जाव अलभमाणे कोंतिं देविं सद्दावेइ, सद्दावित्ता एवं वयासी- गच्छह णं तुम देवाणुप्पिया ! बारवई णयरिं कण्हस्स वासुदेवस्स एयमटुं णिवेदेहि- कण्हे णं परं वासुदेवे दोवईए देवीए मग्गणगवेसणं करेज्जा, अण्णहा ण णज्जइ दोवईए देवीए सुई वा खुइं वा पवित्तिं वा उवलभेज्जा । ભાવાર્થ - પૂર્વોક્ત ઘોષણા કરાવ્યાં પછી પણ પાંડુરાજાને દ્રૌપદીદેવીની કાંઈપણ શ્રુતિ યાવતુ ભાળ ન મળી ત્યારે તેઓએ કુંતીદેવીને બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયે ! તમે દ્વારિકા નગરી જાઓ અને કૃષ્ણ વાસુદેવને આ વાતની જાણ કરો. કૃષ્ણ વાસુદેવ જ દ્રૌપદીદેવીની શોધ-ખોળ કરશે, તે સિવાય દ્રૌપદીદેવીની શ્રુતિ, શ્રુતિ કે પ્રવૃત્તિ આપણે મેળવી શકશું નહીં, કેવળ કૃષ્ણ જ તેનો પત્તો મેળવી શકશે. १५३ तएणंकोंती देवी पंडुरण्णा एवं वुत्ता समाणी जावपडिसुणइ, पडिसुणित्ता ण्हाया जाव हत्थिखंधवरगया हत्थिणारंणयरं ममज्झेणंणिग्गच्छइ,णिग्गच्छित्ता कुरुजणवयंमज्मज्झेणं