________________
૩૯૮
શ્રી શાતાધર્મકથા સૂત્ર
ભાવાર્થ:- તે કાળે અને તે સમયે હસ્તિનાપુર નગરમાં યુધિષ્ઠિર રાજા દ્રૌપદી દેવીની સાથે મહેલની અગાશીમાં સુખપૂર્વક સૂતા હતા. १४५ तए णं से पुव्वसंगइए देवे जेणेव जुहिट्ठिले राया जेणेव दोवई देवी तेणेव उवागच्छइ, उवागच्छित्ता दोवईए देवीए ओसोवणियं दलयइ, दलइत्ता दोवई देविं गिण्हइ, गिणिहत्ता ताए उक्किट्ठाए जाव देवगईए जेणेव अमरकंका जेणेव पउमणाभस्स भवणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता पउमणाभस्स भवणंसि असोगवणियाए दोवई देविं ठावेइ, ठावित्ता ओसोवर्णि अवहरइ, अवहरित्ता जेणेव पउमणाभे तेणेव उवागच्छइ, उवागच्छित्ता एवं वयासी- एस णं देवाणुप्पिया ! मए हत्थिणाउराओ दोवई देवी इह हव्वमाणीया तव असोगवणियाए चिट्ठइ । अओ परं तुम जाणसि त्ति कटु जामेव दिसिं पाउब्भूए तामेव दिसि पडिगए। ભાવાર્થ - તે સમયે તે પૂર્વસંગતિક દેવ જ્યાં યુધિષ્ઠિર રાજા અને દ્રૌપદી દેવી હતા, ત્યાં આવીને તેણે દ્રૌપદી દેવીને અવસ્થાપિની વિદ્યાથી ગાઢનિદ્રામાં સૂવડાવી દીધી અને સૂતેલી દ્રૌપદી દેવીને ગ્રહણ કરીને, દેવોચિત ઉત્કૃષ્ટ ગતિથી અમરકંકા રાજધાનીમાં પદ્મનાભના ભવનમાં આવીને, પદ્મનાભ રાજાના ભવનની અશોક વાટિકામાં દ્રૌપદી દેવીને રાખી દીધી અને અવસ્થાપિની વિદ્યાનું સંહરણ કરીને, પદ્મનાભ પાસે આવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! હું દ્રૌપદીદેવીને હસ્તિનાપુરથી શીઘ્ર અહીં લઈ આવ્યો છું. તે તમારી અશોક વાટિકામાં છે. હવે શું કરવું તે તમે જાણો. આ પ્રમાણે કહીને, તે દેવ જે દિશામાંથી આવ્યો હતો તે જ દિશામાં પાછો ફર્યો. १४६ तए णं सा दोवई देवी तओ मुहुत्तंतरस्स पडिबुद्धा समाणी तं भवणं असोगवणियं च अपच्चभिजाणमाणी एवं वयासी-णो खलु अम्हं एस सए भवणे, णो खलु एसा अम्हं सगा असोगवणिया । त ण णज्जइ ण अह कणइ देवण वा दाणवण वा किपुरिसेण वा किण्णरेण वा महोरगेण वा गंधव्वेण वा अण्णस्स रण्णो असोगवणियं साहरियत्ति कटु
ओहयमणसंकप्पा जाव झियायइ । ભાવાર્થ - થોડીવાર પછી દ્રૌપદી દેવીની ઊંઘ ઊડી ગઈ. અપરિચિત ભવન અને અશોકવાટિકાને જોઈને તે મનોમન વિચારવા લાગી- આ મારું ભવન નથી, આ અશોકવાટિકા મારી પોતાની નથી. કોઈ દેવે, દાનવ, કિંપુરુષે, કિન્નરે, મહોરગે કે ગાંધર્વે મારું અપહરણ કરીને કોઈ બીજા રાજાની અશોકવાટિકામાં મૂકી દીધી હોય તેમ લાગે છે. આ રીતે વિચાર કરીને તે ભગ્ન મનોરથવાળી થઈને યાવતું ચિંતા કરવા લાગી. १४७ तएणं से पउमणाभेराया हाए जाव सव्वालंकारविभूसिए अंतेउरपरियालसंपरिखुडे जेणेव असोगवणिया जेणेव दोवई देवी तेणेव उवागच्छइ, उवागच्छित्ता दोवई देवि ओहयमणसंकप्पं जाव झियायमाणिं पासइ. पासित्ता एवं वयासी- किं णं तमं देवाणुप्पिया! ओहयमणसंकप्पा जाव झियाहि ? एवं खलु तुम देवाणुप्पिए ! मम पुव्वसंगइएणं देवेणं जंबुद्दीवाओ दीवाओ भारहाओ वासाओ हत्थिणाउराओ णयराओ जुहिट्ठिलस्स रण्णो भवणाओ साहरिया । तं मा णं तुम देवाणुप्पिए ! ओहयमणसंकप्पा