________________
| અધ્ય–૧૬: અમરકંકા: દ્રૌપદી
[ ૩૯૭ ]
પદ્મનાભ- હે દેવાનુપ્રિય! કૂવાના દેડકાની શું વાત છે? જેમ મલ્લી જ્ઞાત(અધ્યયન)માં કહ્યું છે, તે જ રીતે અહીં કહેવું જોઈએ.
કચ્છલ નારદ- હે દેવાનુપ્રિય! જેબૂદ્વીપમાં, ભરત વર્ષમાં, હસ્તિનાપુર નગરમાં દ્રુપદ રાજાની પુત્રી, ચુલની દેવીની આત્મજા, પાંડુરાજાની પુત્રવધૂ અને પાંચ પાંડવોની પત્ની દ્રૌપદી દેવી રૂપથી યાવત્ લાવણ્યથી ઉત્કૃષ્ટ છે, ઉત્કૃષ્ટ શરીરવાળી છે. તમારું આ આખું અંતઃપુર દ્રૌપદી દેવીના કપાયેલા પગના અંગૂઠાની સોમી કલા બરાબર પણ નથી. આ પ્રમાણે કહીને પદ્મનાભ રાજાની અનુમતિ મેળવીને નારદ તીવ્ર ગતિથી પાછા ફર્યા. પદ્મનાભ દ્વારા દેવ આહાન :१४२ तए णं से पउमणाभे राया कच्छुल्लणारयस्स अंतिए एयमटुं सोच्चा णिसम्म दोवईए देवीए रूवे य जोव्वणे य लावण्णे य मुच्छिए गढिए गिद्धे अज्झोववण्णे जेणेव पोसहसाला तेणेव उवागच्छइ, उवागच्छित्ता पोसहसालं जाव पुव्वसंगइतयं देवं एवं वयासी- एवं खलु देवाणुप्पिया! जंबुद्दीवे दीवे भारहे वासे हत्थिणाउरे णयरे जाव उक्किट्ठसरीरा, तं इच्छामि णं देवाणुप्पिया ! दोवई देविं इहमाणियं । ભાવાર્થ - ત્યારપછી પદ્મનાભ રાજા, કચ્છલ્લ નારદ પાસેથી આ વાત સાંભળીને, હૃદયમાં ધારણ કરીને, દ્રૌપદી દેવીના રૂપ, યૌવન અને લાવણ્યમાં આસક્ત, લોલુપ, દત્તચિત્ત અને તેને મેળવવાના આગ્રહી થઈ ગયા. તે પૌષધશાળામાં ગયા, પૌષધશાળાને પોંજીને, પૂર્વના મિત્ર દેવનું સ્મરણ કરીને અટ્ટમ પૌષધ કરી બેસી ગયા યાવત્ અટ્ટમના પ્રભાવે તે દેવ ઉપસ્થિત થયો. પધરામ રાજાએ તે પૂર્વના મિત્ર દેવને કહ્યું કે- હે દેવાનુપ્રિય! જેબૂદ્વીપ નામના દ્વીપમાં, ભારત વર્ષમાં, હસ્તિનાપુર નગરમાં યાવતું દ્રૌપદી દેવી ઉત્કૃષ્ટ શરીરવાળી છે. હે દેવાનુપ્રિય! તે દ્રૌપદી દેવીને અહીં લઈ આવો, તેમ હું ઇચ્છું છું. १४३ तए णं पुव्वसंगतिए देवे पउमणाभं एवं वयासी- णो खलु देवाणुप्पिया ! एवं भूयं भव्वं वा भविस्सं वा जंणं दोवई देवी पंच पंडवे मोत्तूण अण्णेणं पुरिसेणं सद्धिं ओरालाई माणुस्सगाई भोगभोगाई भुंजमाणी विहरिस्सइ । तहावि यणं अहं तव पियट्ठयाए दोवई देविं इहं हव्वमाणेमि त्ति कटु पउमणाभं आपुच्छइ, आपुच्छित्ता ताए उक्किट्ठाए जाव देवगईए लवणसमुदं मझमज्झेणं जेणेव हत्थिणाउरे णयरे तेणेव पहारेत्थ गमणाए । ભાવાર્થ - ત્યારે પૂર્વના મિત્ર દેવે પદ્મનાભ રાજાને કહ્યું- હે દેવાનુપ્રિય! એવું ક્યારે ય થયું નથી, થતું નથી અને થશે પણ નહીં કે દ્રૌપદી દેવી પાંચ પાંડવો સિવાય અન્ય પુરુષની સાથે માનવીય કામભોગ ભોગવે. તે અસંભવિત છે છતાં પણ હું તમોને ખુશ કરવા માટે દ્રૌપદી દેવીને હમણાં જ અહીં લઈ આવું છું. આ પ્રમાણે કહીને દેવે ત્યાંથી જવા માટે પદ્મનાભને પૂછ્યું, પૂછીને ઉત્કૃષ્ટ દેવગતિથી લવણ સમુદ્રની મધ્યમાં થઈને જ્યાં હસ્તિનાપુર નગર હતું, ત્યાં જવા માટે પ્રયાણ કર્યું. દેવ દ્વારા દ્રૌપદીનું હરણ - १४४ तेणंकालेणंतेणंसमएणंहत्थिणाउरे जुहिट्ठिलेराया दोवईएदेवीएसद्धिं आगासतलंसि सुहपसुत्ते यावि होत्था ।