________________
| उ&
શ્રી શાતાધર્મકથા સૂત્ર
ઇત્યાદિ વર્ણન શ્રી ઔપપાતિક સૂત્ર અનુસાર સમજવું. તે પદ્મનાભ રાજાના અંતઃપુરમાં સાતસો રાણીઓ હતી. પદ્મનાભ રાજાને સુનાભ નામનો યુવરાજ હતો. એકદા પદ્મનાભ રાજા અંતઃપુરમાં રાણીઓ સાથે ઉત્તમ સિંહાસન પર બેઠા હતા. १३८ तए णं से कच्छुल्लणारए जेणेव अमरकंका रायहाणी, जेणेव पउमणाभस्स भवणे, तेणेव उवागच्छइ, उवागच्छित्ता पउमणाभस्स रण्णो भवणंसि झति वेगेण समोवइए।
तएणं से पउमणाभेराया कच्छुल्लंणारय एज्जमाणं पासइ, पासित्ता आसणाओ अब्भुट्टेइ, अब्भुट्टित्ता अग्घेणं पज्जेणं आसणेणं उवणिमंतेइ । ભાવાર્થ - ત્યારપછી કચ્છલ નારદ અમરકંકા રાજધાની અને પદ્મનાભ રાજાના ભવનમાં આવ્યા અને પદ્મનાભ રાજાના ભવનમાં શીઘ્ર વેગથી ઉતર્યા.
તે સમયે પદ્મનાભ રાજાએ કચ્છલ્લ નારદને આવતા જોયા. જોઈને તે આસન પરથી ઊભા થયા અને અર્ધ્વથી તેમની પૂજા કરી યાવતુ આસન પર બેસવા માટે આમંત્રિત કર્યા. १३९ तएणंसेकच्छुल्लणारए उदयपरिफोसियाए दब्भोवरिपच्चत्थुयाए भिसियाएणिसीयइ, जाव कुसलोदंतं आपुच्छइ । ભાવાર્થ:- ત્યારપછી કચ્છલ્લ નારદે જલનો છંટકાવ કર્યો, જલસિંચિત દર્ભ ઉપર પાથરેલા આસન પર બેઠા યાવત્ કુશળ સમાચાર પૂછ્યા. १४० तएणं से पउमणाभेराया णियगओरोहे जायविम्हए कच्छुल्लणारयं एवं वयासीतुब्भं देवाणुप्पिया ! बहूणि गामाणि जाव गिहाई अणुपविससि, तं अत्थि याई तं कहिं चि देवाणुप्पिया ! एरिसए ओरोहे दिट्ठपुव्वे, जारिसए णं मम ओराहे ? ભાવાર્થ - ત્યાર પછી પોતાની રાણીઓના સૌંદર્ય આદિમાં વિસ્મિત એવા પદ્મનાભ રાજાએ કચ્છલ્લ નારદને પ્રશ્ન કર્યો- હે દેવાનુપ્રિય! આપ ઘણા ગામો યાવતુ ઘરોમાં પ્રવેશ કરતા રહો છો, તો હે દેવાનુપ્રિય! મારું અંતઃપુર છે, તેવું અંતઃપુર આપે પહેલા ક્યાં ય જોયું છે? १४१ तए णं से कच्छुल्लणारए पउमणाभेणं रण्णा एवं वुत्ते समाणे ईसिं विहसियं करेइ, करित्ता एवं वयासी- सरिसे णं तुमं पउमणाभा ! तस्स अगडददुरस्स । के णं देवाणुप्पिया! से अगडददुरे ? एवं जहा मल्लिणाए।
एवं खलु देवाणुप्पिया ! जंबुद्दीवे दीवे भारहे वासे हत्थिणाउरे दुपयस्स रण्णो धूया, चूलणीए देवीए अत्तया, पंडुस्स सुण्हा पंचण्हं पंडवाणं भारिया दोवई देवी रूवेण य जाव उक्किट्ठसरीरा । दोवईए णं देवीए छिण्णस्स वि पायंगुट्ठयस्स अयं तव ओरोहे सयंपिकलं ण अग्घइ त्ति कटु पउमणाभं आपुच्छइ, आपुच्छित्ता जाव पडिगए । ભાવાર્થ-પદ્મનાભ રાજાએ આ પ્રમાણે કહ્યું ત્યારે કચ્છલ્લ નારદ સહેજ મલકીને બોલ્યા- હે પદ્મનાભ! તમે કુવાના દેડકાની સમાન છો.