________________
અધ્ય–૧૬: અમરકંકા: દ્રૌપદી
[ ૩૯૫ ]
અનુમોદન કર્યું નહીં, તેઓ આવ્યા ત્યારે તે ઊભી થઈ નહીં, તેમની પર્યાપાસના પણ કરી નહીં. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં હસ્તિનાપુરમાં નારદના આગમનનું અને પાંડુરાજાએ કરેલા વિનય વ્યવહારનું નિરૂપણ છે.
ગુહસ્થ ધર્મમાં પણ વિનયનું મહત્ત્વ છે. જ્યારે કોઈ શ્રેષ્ઠ કે પ્રતિષ્ઠિત વ્યક્તિ ઘરે પધારે ત્યારે તેની સામે જવું, તેને હાથ જોડી વંદન કરવા, તેને બેસવા માટે આસન વગેરે આપવું, તે જાય ત્યારે તેને મૂકવા જવું વગેરે કર્તવ્યો ગૃહસ્થ વિનયમાં સમાવિષ્ટ થાય છે.
અહીં તિખુત્તો આદિ સૂત્રપાઠ છે પરંતુ તેનો અર્થ ‘ત્રણવાર પ્રદક્ષિણા કરીને વંદન કર્યા તે પ્રમાણે જ થાય છે. પંચમહાવ્રતધારી સાધુને વિધિપૂર્વક પંચાંગ વંદન થાય છે, તે રીતે ગૃહસ્થને વંદન થતા નથી. નારદ સંયમીપુરુષ ન હતા, તેમ છતાં વિશિષ્ટ કોટિના વિદ્યાધર પુરુષ હોવાથી પાંડુરાજાએ સપરિવાર તેની સાથે યથોચિત વિનય-વ્યવહાર કર્યો પરંતુ દ્રૌપદીએ નારદ સાથે કોઈ પણ પ્રકારનો વિનય વ્યવહાર કર્યો નહીં. દ્રૌપદી પર નારદનો રોષ :१३६ तए णं तस्स कच्छुल्लणारयस्स इमेयारूवे अज्झथिए जाव समुप्पज्जित्था- अहो णंदोवई देवी रूवेण य जोव्वणेण य लावण्णेण यपंचहि पंडवेहिं अवत्थद्धा समाणी मम णो आढाइ जाव णो पज्जुवासइ, तं सेयं खलु मम दोवईए देवीए विप्पियं करित्तए त्ति कटु एवं संपेहेइ, संपेहित्ता पंडुयरायं आपुच्छइ, आपुच्छित्ता उप्पयणि विज्जं आवाहेइ, आवाहित्ता ताए उक्किट्ठाए जाव विज्जाहरगईए लवणसमुदं मज्झमज्झेणं पुरत्थाभिमुहे वीइवइडं पयत्ते यावि होत्था । ભાવાર્થ - ત્યારે કચ્છલ નારદને આ પ્રકારનો વિચાર ઉત્પન્ન થયો કે અહો ! આ દ્રૌપદી દેવી પોતાના રૂપ, યૌવન, લાવણ્ય અને પાંચ પાંડવોને કારણે અભિમાની થઈ ગઈ છે, તેથી મારો આદર કરતી નથી થાવત મારી ઉપાસના કરતી નથી. તેથી દ્રૌપદી દેવીનું અનિષ્ટ કરવું મારા માટે ઉચિત છે. આ પ્રમાણે વિચાર કરીને નારદે પાંડુરાજા પાસેથી જવાની આજ્ઞા લીધી. આજ્ઞા લઈને ઉત્પતની વિધાનું આહ્વાન કર્યું, આહ્વાન કરીને તે ઉત્કૃષ્ટ વિદ્યાધરની ગતિથી લવણ સમુદ્રની મધ્યમાં થઈને જવા માટે પૂર્વાભિમુખ ઉડવા લાગ્યા. નારદનું અમરકંકા ગમન:१३७ तेणं कालेणं तेणं समएणं धायइसंडे दीवे पुरथिमद्धदाहिणड्ड-भरहवासे अमरकंका णामं रायहाणी होत्था । तत्थ णं अमरकंकाए रायहाणीए पउमणाभे णामं राया होत्थामहया हिमवंत वण्णओ । तस्स णं पउमणाभस्स रण्णो सत्त देवीसयाइ ओरोहे होत्था । तस्स णं पउमणाभस्स रण्णो सुणाभे णामं पुत्ते जुवराया यावि होत्था । तए णं से पउमणाभे राया अंतो अंतेउरंसि ओरोहसंपरिवुडे सिंहासणवरगए विहरइ । ભાવાર્થ-તે કાલે અને તે સમયે પૂર્વાદ્ધ ધાતકીખંડના દક્ષિણાર્ધભરતક્ષેત્રમાં અમરકંકા નામની રાજધાની હતી. તે અમરકંકા રાજધાનીમાં પદ્મનાભ નામના રાજા હતા. તે મહાન હિમવંત પર્વત સમાન હતા,