________________
[ ૩૯૪ ]
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
અવતરણી અને આકાશમાં ઉડાડનારી ઉત્પતની, વ્રજ લેપની જેમ ચિપકાવીદેનારી શ્લેષણી, પરકાય પ્રવેશ કરનારી સંક્રામણી, સોનું-ચાંદી બનાવતી અને અન્યને વશ કરનારી અભિયોગિની, પરોક્ષ વૃત્તાંતને જણાવનારી પ્રજ્ઞપ્તિ, દુર્ગમ સ્થાનોને પાર કરાવનારી ગમની અને ખંભિતસ્થગિત કરનારી સ્તંભની આદિ વિદ્યાધરો સંબંધિત અનેક વિદ્યાઓ તેમને સિદ્ધ હતી અને વિદ્યાધરરૂપે તેમની ખ્યાતિ ફેલાયેલી હતી.
- તેઓ બળદેવ અને વાસુદેવને ઇષ્ટ હતા. પ્રધુમ્ન, પ્રદીપ, સાંબ, અનિરુદ્ધ, નિષધ, ઉન્મુખ, સારણ, ગજસુકુમાલ, સુમુખ, દુમુખ વગેરે સાડા ત્રણ કરોડ યાદવકુમારોના હૃદયપ્રિય અને તેઓ દ્વારા પ્રશંસનીય હતા. તેમને કલહ, વાગ્યુદ્ધ, યુદ્ધ અને કોલાહલ પ્રિય હતા. તેઓ લંડન-કલહના અભિલાષી હતા. અનેક સમર–યુદ્ધ અને સંપાય(યુદ્ધ વિશેષ) જોવાના રસિક હતા. તેઓ કલહ કરાવવામાં સુક્ષ હતા. તેઓ કલહને શોધતા ફરતા હતા, કલહ કરાવવામાં તેમને વિશેષ આનંદ આવતો હતો. કલહ કરાવીને અન્યના ચિત્તમાં અસમાધિ ઉત્પન્ન કરાવતા હતા.
તે નારદ ત્રણે લોકમાં બળવાન, શ્રેષ્ઠ દસ દશાર વીરપુરુષોની સાથે વાર્તાલાપ કરીને પછી ગમનમાં વિશિષ્ટ શક્તિ આપનારી અને આકાશમાં ઉડાડીને લઈ જનારી ભગવતી પ્રાકામ્ય વિદ્યાનો પ્રયોગ કરીને, ગગનમાર્ગે ઉડતાં અને નીચે પ્રામાદિથી વ્યાપ્ત અને શોભિત પૃથ્વીને જોતાં-જોતાં રમણીય હસ્તિનાપુર નગરમાં આવ્યા અને વેગપૂર્વક પાંડુરાજાના મહેલમાં ઉતર્યા. १३३ तए णं से पंडुराया कच्छुल्लणारयं एज्जमाणं पासइ, पासित्ता पंचहि पंडवेहि कुंतीए यदेवीए सद्धिं आसणाओ अब्भुढेइ, अब्भुट्टित्ता कच्छुल्लणारयं सत्तट्ठपयाई पच्चुग्गच्छइ, पच्चुग्गच्छित्ता तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ, करित्ता वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता महरिहेणं आसणेणं उवणिमंतेइ । ભાવાર્થ:- તે સમયે પાંડુરાજાએ કચ્છલ્લ નારદને આવતા જોયા. જોઈને પાંચ પાંડવો તથા કુંતી દેવી સહિત તેઓ આસન પરથી ઊભા થયા. ઊભા થઈને સાત-આઠ પગલા કચ્છલ્લ નારદની સામે ગયા. સામે જઈને ત્રણવાર દક્ષિણ દિશાથી પ્રારંભ કરીને પ્રદક્ષિણા કરી. પ્રદક્ષિણા કરીને વંદન-નમસ્કાર કર્યા. વંદન- નમસ્કાર કરીને મહાન પુરુષને યોગ્ય અથવા બહુમૂલ્ય આસન ગ્રહણ કરવા માટે આમંત્રણ કર્યું. १३४ तए णं से कच्छुल्लणारए उदगपरिफोसियाए दब्भोवरिपच्चत्थुयाए भिसियाए णिसीयइ, णिसीइत्ता पंडुरायं रज्जे जाव अंतेउरे य कुसलोदतं पुच्छइ ।
तए णं से पंडुराया कुंति देवी पंच य पंडवा कच्छुल्लणारयं आढति जाव पज्जुवासंति । ભાવાર્થ - ત્યાર પછી તે કચ્છલ્લ નારદ જલ છાંટીને ભીના પાથરેલા દર્ભના આસન ઉપર બેઠા અને પાંડુરાજાને રાજ્ય યાવત્ અંતઃપુરના કુશળ–સમાચાર પૂછ્યા. તે સમયે પાડું રાજાએ, કુંતી દેવીએ અને પાંચે પાંડવોએ કચ્છલ્લ નારદનો સારી રીતે આદર-સત્કાર કર્યો અને તેમની પર્યુપાસના કરી. १३५ तए णं सा दोवई देवी कच्छुल्लणारयं अस्संजयं अविरयं अप्पडिहयपच्चक्खायपावकम्मं तिकटु णो आढाइ, णो परियाणाइ, णो अब्भुढेइ, णो पज्जुवासइ । ભાવાર્થ - પરંતુ દ્રૌપદી દેવીએ કચ્છલ્લ નારદને અસંયમી, અવિરત, પૂર્વકૃત પાપકર્મનો નાશ ન કરનાર અને પાપ કર્મોના પ્રત્યાખ્યાન નહીં કરનારા જાણીને તેનો આદર કર્યો નહીં, તેના આગમનનું