________________
અધ્ય–૧૬: અમરકંકા: દ્રૌપદી
| ३८3
વસ્ત્રોથી સત્કાર-સન્માન કરીને યાવત્ તેઓને વિદાય કર્યા. ત્યારે તે વાસુદેવ વગેરે હજારો રાજાઓ થાવત્ પોત-પોતાના રાજ્યો અને નગરો તરફ પાછા ફર્યા. १३० तए णं ते पंच पंडवा दोवईए देवीए सद्धिं कल्लाकल्लि वारंवारेणं ओरालाई भोगभोगाई भुंजमाणा विहरंति । ભાવાર્થ - ત્યાર પછી પાંચે પાંડવો દ્રૌપદી દેવીની સાથે એક-એક દિવસ વારાફરતી ઉદાર કામભોગ ભોગવતા રહેવા લાગ્યા. १३१ तए णं से पंडुराया अण्णया कयाई पंचहिं पंडवेहि, कोंतीए देवीए, दोवईए देवीए यसद्धि अंतो अंतेउरपरियाल सद्धि संपरिवुडे सीहासणवरगए यावि होत्था । ભાવાર્થ-એકવાર પાંડુરાજા, પાંચ પાંડવો, કુંતી દેવી અને દ્રૌપદી દેવીની સાથે તથા અંતઃપુરની અંદરના મહેલમાં પરિવારથી પરિવૃત્ત થઈને શ્રેષ્ઠ સિંહાસન પર બેઠા હતા. नारनुंमागमन :१३२ इमं च णं कच्छुल्लणारए-दसणेणं अइभद्दए विणीए अंतो अंतो य कलुसहियए मज्झत्थोवत्थिए य अल्लीणसोमपियदसणे सुरूवे अमइलसगलपरिहिए कालमियचम्म उत्तरासंगरइयवत्थेदंङकमंडलु-हत्थे जडामउडदित्तसिरए जण्णोवइयगणेत्तियमुंजमेहलावागलधरे हत्थकक्कच्छभीए पियगंधव्वे धरणिगोयरप्पहाणे; संवरणावरणि-ओवयणुउप्पयणि लेसणीसु य संकामणि-अभिओगि-पण्णक्तिगमणी-थंभिणीसु य बहुसु विज्जाहरीसु विज्जासु विस्सुयजसे; इट्टे रामस्स य केसवस्स य पज्जुण्ण-पईव-संब अणिरूद्धणिसढ उम्मुक्सारणगयसुमुहन्दुम्मुहाइण जायवाण अधुट्ठाण कुमारकोडीणं हिययदइए संथवएकलह-जद्धकोलाहलप्पिए भंडणाभिलासी बहुसु य समरेसु य संपराएसु य दंसणरए, समंतओ कलहं सदक्खणं अणुगवेसमाणे असमाहिकरे; दसारवर-वीरपुरिसतेलोक्कबलवगाणं आमंतेऊण तं भगवई पक्कमणि गगण-गमणदच्छं उप्पइओ गगणमभिलंघयंतो गाम जाव सहस्समंडियं थिमियमेइणीतलं णिब्भर-जणपदं वसुहं ओलोइंतो रम्मं हत्थिणाउरं उवागए पंडुरायभवणंसि अइवेगेण समोवइए। ભાવાર્થ :- આ સમયે કચ્છલ નામના નારદ ત્યાં આવી પહોંચ્યા. તે દેખાવમાં અત્યંત ભદ્ર અને વિનમ્ર લાગતા હતા પણ તેમનું અંતર કલુષિત હતું. તેઓ બ્રહ્મચર્યાદિ વ્રતોની મધ્યમાં સ્થિત હતા. આશ્રિત જનોને તેમનું દર્શનપ્રિય લાગતું હતું. તેમના રૂપ-આકૃતિ મનોહર હતા. તેઓએ સ્વચ્છ અને અખંડ વલ્કલ ધારણ કર્યું હતું, ઉત્તરીય વસ્ત્રરૂપે કાળું મૃગચર્મ વક્ષસ્થળ ઉપર ધારણ કર્યું હતું. તેના હાથમાં દંડ અને કમંડલ હતા. તેમનું મસ્તક જટારૂપી મુકુટથી શોભાયમાન હતું. તેઓએ જનોઈ, ગણેત્રિકા- કાંડામાં પહેરવાની રૂદ્રાક્ષની માળા, મુંજનો કંદોરો અને વલ્કલ વસ્ત્રો ધારણ કર્યા હતા. તેઓએ હાથમાં કચ્છપિકા- વીણા ધારણ કરી હતી. તેઓ સંગીતના શોખીન હતા. આકાશગામી વિધાના કારણે તેઓ ભૂમિચરોમાં પ્રધાન હતા.
પોતાને અદશ્ય કરનારી સંવરણીવિદ્યા, અન્યને અદશ્ય કરનારી આવરણીવિદ્યા, નીચે ઉતારનારી