________________
[ ૩૯૨ ]
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
ભાવાર્થ:- ત્યાર પછી પાંડુરાજાએ તે વાસુદેવ આદિ રાજાઓનું આગમન જાણીને કર્મચારી પુરુષોને બોલાવ્યા અને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! તમે જાઓ અને હસ્તિનાપુર નગરની બહાર વાસુદેવ આદિ હજારો રાજાઓને માટે સેંકડો સ્તંભો આદિથી યુક્ત અનેક આવાસો તૈયાર કરાવો. કર્મચારી પુરુષોએ તે જ રીતે આવાસો તૈયાર કરીને વાવતું આજ્ઞા પાછી સોંપી. १२७ तए णं ते वासुदेवपामोक्खा बहवे रायसहस्सा जेणेव हत्थिणाउरे णयरे तेणेव उवागच्छति । तए णं से पंडुराया तेसिं वासुदेवपामोक्खाणं बहवे रायसहस्से आगए जाणित्ता हट्टतुटे पहाए, एवं जहा दुवए जाव जहारिहं आवासे दलयइ । तए णं ते वासुदेवपामोक्खा बहवे रायसहस्सा जेणेव सयाई-सयाई आवासाइं तेणेव उवागच्छंति, उवागच्छित्ता जाव विहरति । ભાવાર્થ:- ત્યાર પછી તે વાસુદેવ વગેરે હજારો રાજાઓ હસ્તિનાપુર નગરમાં આવ્યા. ત્યારે પાંડુરાજા તે વાસુદેવ આદિ હજારો રાજાઓનું આગમન જાણીને હર્ષિત અને સંતુષ્ટ થયા, સ્નાન કર્યું યાવતદ્રુપદરાજાની જેમ તે રાજાઓની સામે જઈને તેમનો સત્કાર કર્યો યાવત તેઓને યથાયોગ્ય આવાસ પ્રદાન કર્યા.
ત્યારે તે વાસુદેવ આદિ હજારો રાજાઓ પોત-પોતાના આવાસમાં ગયા અને પૂર્વ વર્ણન પ્રમાણે થાવત્ મનોવિનોદ કરતા સમય વ્યતીત કરવા લાગ્યા. १२८ तए णं से पंडुराया हत्थिणारं णयरं अणुपविसइ, अणुपविसित्ता कोडुंबियपुरिसे सद्दावेइ, सदावित्ता एवं वयासी-तुब्भेणं देवाणुप्पिया !विउलं असणं पाणं खाइमं साइमं आवासेसु उवणेह तहेव जाव उवणेति । तए णं वासुदेवपामोक्खा बहवे राया ण्हाया जाव विभूसिया तं विउलं असणं पाणं खाइमं साइमं तहेव जाव विहरंति । ભાવાર્થ - ત્યાર પછી પાંડુરાજાએ હસ્તિનાપુર નગરમાં પ્રવેશ કરીને કર્મચારી પુરુષોને બોલાવ્યા અને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! તમે વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ વગેરે આહાર બહારગામથી પધારેલા રાજાઓના આવાસમાં પહોંચાડો. ત્યારે તે કૌટુંબિક પુરુષોએ યાવતું ભોજન તૈયાર કરાવી તે તે રાજાઓના આવાસોમાં પહોંચાડી દીધું. ત્યારે તે વાસુદેવ આદિ ઘણા રાજાઓએ સ્નાન કરીને યાવત વિભૂષિત થઈને તે વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આદિ ચારે ય પ્રકારનો આહાર કર્યો અને ત્યાર પછી પૂર્વવત્ મનોવિનોદ કરતાં ત્યાં રહ્યાં. १२९ तए णं पंडुराया पंच पंडवे दोवइं च देवि पट्टयं दुरुहावेइ, दुरुहावेत्ता सेयापीएहिं कलसेहिं ण्हावेइ, पहावित्ता कल्लाणकरं करेइ, करित्ता ते वासुदेवपामोक्खे बहवे रायसहस्से विउलेणं असणपाणखाइमसाइमेणं पुप्फ-वत्थेणं सक्कारेइ सम्माणेइ, सक्कारिता सम्माणित्ता जाव पडिविसज्जेइ । तए णं ते वासुदेवपामोक्खा बहवे रायसहस्सा जाव पडिगया । ભાવાર્થ - ત્યાર પછી પાંડુરાજાએ પાંચ પાંડવોને તથા દ્રોપદી દેવીને બાજોઠ ઉપર બેસાડ્યા. બેસાડીને ચાંદી તથા સોનાના કળશોથી તેઓને સ્નાન કરાવ્યું. પછી કલ્યાણકારી લગ્ન મહોત્સવ કરાવ્યો. ત્યાર પછી તે વાસુદેવ આદિ હજારો રાજાઓનો વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ તથા પુષ્પો અને