________________
| અધ્ય–૧૬: અમરકંકા: દ્રૌપદી
| उ८१
ભાવાર્થ:- ત્યાર પછી દ્રુપદરાજાએ રાજવર કન્યા દ્રૌપદીને આ પ્રમાણે પ્રીતિદાન આપ્યું. પ્રીતિદાન (દહેજ)માં આઠ કરોડ હિરણ્ય આદિ યાવતુ આઠ પ્રેષણકારિણી–આજ્ઞાકારી દાસીઓ આદિ આપ્યા. તે સિવાય બીજું પણ ઘણું ધન, સોનું વગેરે આપ્યું.
ત્યાર પછી દ્રુપદરાજાએ તે વાસુદેવ આદિ હજારો રાજાઓને વિપુલ, અશન, પાન, ખાદિમ, સ્વાદિમ તથા પુષ્પ, વસ્ત્ર, ગંધ, માળા અને અલંકાર આદિથી સત્કારિત-સન્માનિત કરીને વિદાય કર્યા. १२२ तए णं से पंडू राया तेसिं वासुदेवपामोक्खाणं बहूणं रायसहस्साणं करयल जाव एवं वयासी- एवं खलु देवाणुप्पिया ! हत्थिणाउरे णयरे पंचण्हं पंडवाणं दोवइए यदेवीए कल्लाणकरे भविस्सइ । तं तुब्भेणं देवाणुप्पिया ! ममं अणुगिण्हमाणा अकालपरिहीणं समोसरह । ભાવાર્થ - ત્યાર પછી પાંડુરાજાએ તે વાસુદેવ આદિ અનેક હજાર રાજાઓને હાથ જોડીને વિનંતી કરી કે હે દેવાનુપ્રિયો! હસ્તિનાપુર નગરમાં પાંચ પાંડવો અને દ્રૌપદીનો કલ્યાણકારી ઉત્સવ(માંગલિક ક્રિયા) થશે. તેથી હે દેવાનુપ્રિયો ! તમે બધા મારા પર અનુગ્રહ કરીને શીધ્ર ત્યાં પધારો. १२३ तए णं वासुदेवपामोक्खा बहवे रायसहस्सा पत्तेयं-पत्तेयं जाव जेणेव हत्थिणाउरे णयरे तेणेव पहारेत्थ गमणाए । ભાવાર્થ - ત્યાર પછી તે વાસુદેવ આદિ પ્રત્યેક રાજાઓએ હસ્તિનાપુર નગર તરફ પ્રયાણ કર્યું. १२४ तए णं पंडुराया कोडुंबियपुरिसे सदावेइ, सदावित्ता एवं वयासी- गच्छह णं तुब्भे देवाणप्पिया ! हत्थिणाउरे पंचण्डं पंडवाणं पंच पासायवडिंसए कारेह, अब्भग्गयमसिय वण्णओ जाव पडिरूवे । तए णं ते कोडुंबियपुरिसा पडिसुणेति जाव करावेति । ભાવાર્થ - ત્યાર પછી પાડુંરાજાએ કર્મચારી પુરુષોને બોલાવીને આ પ્રમાણે આદેશ આપ્યો- હે દેવાનુપ્રિયો! તમે જાઓ અને હસ્તિનાપુરમાં પાંચ પાંડવોને માટે પાંચ ઉત્તમ, ખૂબ ઊંચા, અત્યંત મનોહર પ્રાસાદ તૈયાર કરાવો. પ્રાસાદનું વર્ણન પ્રથમ અધ્યયન કથિત મેઘકુમારના પ્રાસાદ પ્રમાણે જાણવું. ત્યારે કર્મચારી પુરુષોએ આજ્ઞાને શિરોધાર્ય કરીને યાવત્ પ્રાસાદ તૈયાર કરાવ્યા. १२५ तएणं से पंडुए पंचहिं पंडवेहिं दोवईए देवीए सद्धिं हयगयसंपरिबुडे कंपिल्लपुराओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता जेणेव हत्थिणाउरे तेणेव उवागए। ભાવાર્થ - ત્યારપછી પાંડુરાજા પાંચે પાંડવો અને દ્રૌપદી દેવીની સાથે; અશ્વસેના-ગજસેના આદિથી પરિવૃત્ત થઈને, કાંપિલ્યપુર નગરમાંથી નીકળીને હસ્તિનાપુર આવ્યા. १२६ तए णं पंडुराया तेसिं वासुदेवपामोक्खाणं आगमणं जाणित्ता कोडुंबियपुरिसे सद्दावेइ, सदावित्ता एवं वयासी- गच्छह णं तुब्भे देवाणुप्पिया ! हत्थिणाउरस्स णयरस्स बहिया वासुदेवपामोक्खाणं बहूणं रायसहस्साणं अणेगखंभसयसण्णिविढे आवासे कारेह तहेव जाव पच्चप्पिणंति ।